સાવકી માઁ કરીના સાથે જ્યારે ઘરમાં પહેલી વખત મળ્યા સારા અને ઈબ્રાહિમ, ત્યારે થયું હતું આ બધું

બોલિવુડ

ભાઈ અને બહેન વચ્ચેનો સંબંધ ખૂબ મીઠો હોય છે. ખાસ કરીને જ્યારે તમારા ઘરે તાજેતરમાં જ નાના ભાઈનો જન્મ થયો હોય, તો તેને જોવાની અને રમાડવાનો ઉત્સાહ કંઈક અલગ જ હોય છે. પછી ભલે તે તમારા સગા ભાઈ હોય કે સાવકા, તે નાના બાળકને જોઈને તમારા ચહેરા પર સ્માઈલ આવે છે. હવે બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનનો અનુભવ જ લઈ લો. નોંધપાત્ર વાત એ છે કે સારા, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. સૈફ અને અમૃતાને બે બાળકો છે. જેમાં મોટી પુત્રી સારા અને નાન્નો પુત્ર અબ્રાહમનો શામેલ છે.

માતા પિતાના છુટાછેડા પછીથી જ સારા પોતાની માતા અમૃતા સિંહ સાથે રહેતી આવી છે. તેનો તેની માતા સાથે ખૂબ જ સ્ટ્રોંગ બોન્ડ છે. જો કે તે તેના પાપા સૈફ અલી ખાન સાથે પણ સારો બન્ડ શેર કરે છે. તેના પિતા ભલે છુટાછેડા લઈને અલગ રહેવા લગ્યા હોય, પરંતુ તે સમય સમય પર તેમની પુત્રી સારાને મળતો રહે છે. બીજી તરફ સારાની પણ પોતાના પિતા અને તેના પરિવારના સભ્યો સાથે સરી બને છે.

તમે સારાને તેના સાવકા ભાઈ તૈમૂર સાથે ઘણી વાર જોઈ હશે. જ્યારે પણ બંને મળે છે ત્યારે ખૂબ મસ્તી કરે છે. આ સાથે જ સારાની તેની સાવકી માતા એટલે કે સૈફની પત્ની કરીના કપૂર ખાન સાથે પણ ખૂબ બને છે. થોડા સમય પહેલા જ કરીનાએ બીજા બાળકને જન્મ આપ્યો હતો. આવી સ્થિતિમાં સારા પણ તેના નાના સાવકા ભાઈને મળવા ગઈ હતી. તેનો પોતાના સાવકા ભાઈને મળ્યા પછી કેવો અનુભવ રહ્યો તેને તેણે એક લેટેસ્ટ ઈંટરવ્યૂમાં શેર કર્યો છે.

સારાએ તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે હું મારા સાવકા ભાઈને મળવા ગઈ ત્યારે તેણે મારી સામે જોયું અને મને જોઈને સ્માઈલ આપવા લાગ્યો. આ જોઈને હું તેની બની ગઈ. તેની ક્યુટનેસ ઓવરલોડેડ હતી. સારા આગળ કહે છે કે મારા પિતા મજાકમાં કહે છે કે મારા જીવનના દરેક દાયકામાં એટલે કે 20, 30, 40 ના દાયકામાં મારી પાસ એક નાનું બાળક હતું. અને હવે હું મારા 50 ના દાયકામાં છું તો પણ મારી પાસે એક નાનું બાળક છે. સારા કહે છે કે હા, મારા પિતા ખૂબ નસીબદાર છે, જેને જીવનના ચાર જુદા જુદા વય જૂથમાં પિતા બનવાનો આનંદ મળ્યો.

સારા આગળ કહે છે કે આ બાળક મારા પિતા અને સાવકી માતા કરીનાના જીવનમાં વધુ આનંદ અને ઉત્સાહ લાવશે. હું આ બંને માટે ખૂબ જ ખુશ છું. સાવકા ભાઈ સાથે, સારાએ તેની માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાન વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે મારી માતા મારું આખું બ્રહ્માંડ છે. હું મારા ભાઈને લઈને પણ ખૂબ પ્રોટેક્ટિવ છું. આ લોકડાઉનનો સમય અમારા માટે સિલ્વર લાઈનિંગ રહ્યો છે. આ સમય દરમિયાન અમને બધાને સાથે રહેવાની તક મળી છે. તેની પહેલા 3 વર્ષ હું કોલંબિયા યુનિવર્સિટીમાં હતી. ત્યાર પછી ઇબ્રાહિમે વધુ ત્રણ વર્ષ અભ્યાસ ચાલુ રાખ્યો. આવી સ્થિતિમાં અમે ત્રણેય સાથે સમય પસાર કર્યો તેને 6 વર્ષ થઈ ગયા.