આ સ્ટાર પત્નીએ પતિઓને લગ્ન પછી અપી હતી “બીજી તક”, અન્ય મહિલાઓ સાથે હતું અફેર

બોલિવુડ

પતિ-પત્નીનો સંબંધ ખૂબ વિશેષ હોય છે. આ સંબંધની મર્યાદા માટે બંનેએ વફાદાર રહેવું પડે છે. જો બંને માથી કોઈપણ તેના સાથીને દગો આપે છે તો સંબંધ તૂટી જાય છે. બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો અહીં અફેર્સ થવું બહુ સામાન્ય વાત છે. ઘણા પરિણીત સ્ટાર્સ પણ તેના સાથી સાથે છેતરપિંડી કરે છે. પરંતુ ઘણી બોલિવૂડ હસ્તીઓ એવી છે કે જેમણે સંબંધોમાં આવેલી કડવાશને નજરઅંદાજ કરી હતી.અભિનેતાઓએ પત્નીથી છુપાઈને અફેર ચલાવવાનો પ્રયાસ કર્યો, જોકે આ અભિનેતાઓનું ભાગ્ય હતું કે પત્નીઓએ તેમને બીજી તક આપી અને તેમનું લગ્ન જીવન તૂટવાથી બચી ગયું. ચાલો જાણીએ આ સ્ટાર્સ વિશે.

સુનિતા આહુજા

સુપરસ્ટાર ગોવિંદાનું લગ્ન પહેલા અનેક અભિનેત્રીઓ સાથે અફેર હતું. પરંતુ લગ્ન પછી તેમનું અફેર ફિલ્મ ‘હદ કર દી આપને’ પછી રાણી મુખર્જી સાથે હતું. તેની પત્ની સુનિતાને પણ આ વિશે ખબર પડી ગઈ હતી પરંતુ તેણે ગોવિંદાને સુધરવાની તક આપી હતી. એક ઇંટરવૂમાં ગોવિંદાએ આ વાતની કબૂલાત કરી હતી. પછી ગોવિંદાને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે તેની પત્ની સુનિતાની માફી માંગી. સુનિતાએ ગોવિંદાને માફ કરી દીધો અને આજે બંને સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે.

ઝરીના વહાબ

બોલિવૂડની રાણી તરીકે જાણીતી કંગના રનૌત સાથે આદિત્ય પંચોલીનું અફેર હતું. આદિત્ય કંગનાથી 20 વર્ષ મોટો હતો અને તેને ત્યારે મળ્યો હતો જ્યારે કંગના બોલિવૂડમાં સંઘર્ષ કરી રહી હતી. આ દરમિયાન કંગનાને મદદ કરતી વખતે બંને નજીક આવી ગયા હતા અને તે દરમિયાન જાણ થઈ હતી કે ઝરીનાએ આદિત્યને છોડી દીધો હતો.કંગના અને આદિત્ય ઘણા કાર્યક્રમો અને પાર્ટીઓમાં સાથે જતા હતા. કંગનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘તે ખૂબ જ મુશ્કેલ અને ખૂબ જ કઠોર સમય હતો કે મારી સાથે શારીરિક રૂપે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.’ કંગના ઘણી વાતો કહી પરંતુ ઝરીનાએ અદિત્યનો સાથ છોડ્યો નહીં તે પોતે સામે આવી અને તેને આદિત્યને સપોર્ટ પણ કર્યો હતો. ઝરીનાએ તેના પરિવારને સારી રીતે સંભાળ્યો હતો.ઝરીના અને આદિત્ય પંચોલીને સના અને સૂરજ નામના બે સંતાનો છે. જે ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરતા જોવા મળે છે.

નાદિરા બબ્બર

રાજ બબ્બર-સ્મિતા પાટિલ અને નાદિરા એવો લવ ટ્રાએંગલ હતો જેણે ઘણી જિંદગી પર ઉંડી અસર કરી હતી. આ લિસ્ટમાં નાદિરા બબ્બરનું નામ પણ શામેલ છે. નાદિરા એક્ટર અને રાજકારણી રાજ બબ્બરની પત્ની છે. નાદિરા સાથે લગ્ન કર્યા પછી રાજ બબ્બરને અભિનેત્રી સ્મિતા પાટિલને મળતા જ તેની સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધાં. જોકે, સમસ્યા એ હતી કે તે પહેલાથી જ નાદિરા બબ્બર સાથે લગ્ન કરી ચૂક્યા હતા અને તેના બે બાળકો પણ હતા.

જણાવી દઈએ કે સ્મિતા સાથે લગ્ન કરવા માટે તેણે નાદિરા સાથેના લગ્ન તોડી નાખ્યા. દુર્ભાગ્યવશ, પ્રિતિક બબ્બરના જન્મ સમયે સ્મિતા પાટિલનું મોત નીપજ્યું હતું, ત્યારપછી રાજ બબ્બરને તેમની પ્રથમ પત્ની નાદિરા દ્વારા ફરિથી તક મળી. અને ત્યારથી, તે બંને એક સાથે જીવન જીવી રહ્યા છે.

2 thoughts on “આ સ્ટાર પત્નીએ પતિઓને લગ્ન પછી અપી હતી “બીજી તક”, અન્ય મહિલાઓ સાથે હતું અફેર

  1. It’s really a great and useful piece of info. I’m glad that you shared this useful information with us. Please keep us up to date like this. Thanks for sharing.

  2. hi!,I like your writing so much! share we communicate more about your post on AOL? I need a specialist on this area to resolve my problem. May be that is you! Taking a look forward to look you.

Leave a Reply

Your email address will not be published.