પોતાના પિતાની કોપી લાગે છે આ સ્ટાર કિડ્સ, લાઇમલાઇટથી દૂર રહેવા છતા પણ છે ફેમસ

બોલિવુડ

બોલીવુડમાં આ દિવસોમાં નેપોટિઝમ અંગેની ચર્ચા ચાલુ છે, પરંતુ અત્યારે પણ નવા સ્ટાર કિડ્સ બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ દિવસોમાં ઘણા સ્ટાર કિડ્સ ટ્રોલિંગનો પણ શિકાર બની રહ્યા છે. જોકે ઘણા સ્ટાર કિડ્સ એવા છે જે ફિલ્મોમાં જોવા મળ્યા નથી પરંતુ સતત ચર્ચામાં રહે છે. આ સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયા પર તેમની તસવીર અને વીડિયો અંગે ચર્ચામાં રહે છે. તે જ સમયે, આ સ્ટાર કિડ્સ સ્ટાઇલનાની બાબતમાં તેમના પેરેન્ટસને સખત ટક્કર આપે છે, એટલું જ નહીં આ સ્ટાર કિડ્સ તેમના પેરેન્ટસની કોપી લાગે છે. તો ચાલો જાણીએ તે સ્ટાર કિડ્સ વિશે.

આર્યન ખાન:શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. આર્યન ખાન હજી સુધી ફિલ્મોમાં જોવા મળ્યો નથી પરંતુ તેના વીડિયો અને સોશ્યલ મીડિયા પરની પોસ્ટ લોકોને ખૂબ પસંદ આવે છે. લુકમાં પણ આર્યન શાહરૂખ ખાન જેવો છે. તે તેના પિતાની કોપી લાગે છે.

ઈબ્રાહિમ:ઇબ્રાહિમ ખાન તેના પિતા સૈફની કોપી લાગે છે. ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ટિકટોક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. સૈફની પુત્રી સારા અલી ખાન બોલીવુડમાં એન્ટ્રી કરી ચુકી છે, પરંતુ ઇબ્રાહિમ હજી પણ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. ઇબ્રાહિમ ઘણો હેન્ડસમ લાગે છે અને તેને જોઈને કોઈ પણ કહેશે કે તે તેના પિતા સૈફ જેવો દેખાય છે.

આરવ:આરવના  માતા-પિતા મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. આરવ અક્ષયનો પુત્ર છે અને અક્ષયના સ્ટારડમથી દરેક વાકેફ છે. આરવે તાજેતરમાં જ તેનો 17 મો જન્મદિવસ ઉજવ્યો છે. આરવ લાઇમલાઇટથી દૂર રહે છે પરંતુ લુકમાં તે તેના પિતા અક્ષયને ટક્કર આપે છે.

અરહાન ખાન:અરહાન ખાન અરબાઝ ખાનનો પુત્ર છે અને લુકની બાબતમાં તે તેના પિતા કરતા આગળ છે. અરહાન અરબાઝ જેવો જ લાગે છે, પરંતુ તેના કરતા વધારે ક્યૂટ લાગે છે. તે તેની માતા સાથે રહે છે. અરહાને પણ હજી સુધી ફિલ્મોમાં એન્ટ્રી કરી નથી અને તે હજી અભ્યાસ કરી રહ્યો છે. અરહાન હજી સુધી ફિલ્મોમાં આવ્યો નથી અને કોઈને તેના ફ્યૂચર પ્લાન વિશે જાણકારી નથી.

Leave a Reply

Your email address will not be published.