‘બબીતાજી’ ની રીલ પર ‘ટપ્પૂ’ એ કરી આવી કમેંટ, જેણે મચાવી દીધી છે ધૂમ, જાણો તમે પણ એવું તે શું કહ્યું ટપ્પૂ એ

મનોરંજન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા નિભાવનાર મુનમુન દત્તા રિયલ લાઈફમાં પણ ખૂબ જ ગ્લેમરસ છે અને અવારનવાર પોતાની તસવીર સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે શેર કરતી રહે છે. મુનમૂન દત્તાની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. તાજેતરમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો લોકો સાથે શેર કરી હતી. તે જોઈને દરેજ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઉપરાંત તેણે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેને પણ લોકોએ ખૂબ પસંદ કર્યો.

ટપ્પુએ કરી કમેંટ: મુનમુન દત્તા અને ટપ્પુ ઉર્ફ રાજ અનાદકટ ખૂબ સારો બોન્ડ શેર કરે છે. આ જ કારણ છે જ્યારે પણ મુનમુન દત્તા પોતાની કોઈ તસવીર પોસ્ટ કરે છે. તો રાજ અનાદકટ પણ તેના પર કમેંટ કરે છે. મુનમુન દત્તા દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેની ખૂબ ચર્ચા થઈ હતી. મુનમુન દત્તાના આ વીડિયો પર કમેંટ કરતા ઘણા યુઝર્સે તેના સુંદર લુકની પ્રશંસા કરી છે.

રાજ અનાદકટે પણ આ તસવીર પર કમેંટ કરી છે. તેણે મુનમુન દત્તાના વીડિયો પર કમેંટ કરતાં આશ્ચર્યજનક અને હાઈ-ફાઈ ઈમોજી પોસ્ટ કર્યું છે. તેની આ કમેંટની હવે સોશિયલ મીડિયા પર થઈ રહી છે. યૂઝર તેને પોતાનાથી મોટી ઉંમરની મહિલાના વીડિયો પર આ રીતે કમેંટ માટે ટ્રોલ કરી રહ્યા છે.

તસવીર પર પણ કરી હતી કમેંટ: મુનમુને પીચ કલરના ફ્લોરલ ગાઉનમાં તસવીર પોસ્ટ કરી હતી. મુનમૂન તેમાં એક રાણી જેવી લાગી રહી હતી અને હોટ પોઝ આપતા જોવા મળી હતી. આ ગાઉન સાથે તેણે સ્ટેટમેન્ટ ઈયરિંગ પણ પહેરી હતી. આ તસવીરને ઘણા લોકોએ લાઈક કરી હતી. આ સાથે ટપ્પુ ઉર્ફ રાજ અનાદકટે પણ તેના પર કમેંટ કરી હતી. કમેંટ કરીને લખ્યું હતું, “ફર્સ્ટ પિક” આ સાથે જ તેમણે પરી વાળું ઈમોઝી અને દિલ વાળું ઈમોઝી શેર કર્યું.

જણાવી દઈએ કે જ્યારે પણ મુનમુન દત્તા કોઈ પોસ્ટ શેર કરે છે તો રાજ અનાદકટ તે પોસ્ટ પર કમેંટ જરૂર કરે છે અને તેમની ખૂબ પ્રસંશા કરે છે. શો દરમિયાન બંને એકબીજાના ખૂબ સારા મિત્રો બની ગયા હતા અને આ મિત્રતા આજે પણ તેમણે જાળવી રાખી છે.

13 વર્ષથી કરી રહી છે કામ: મુનમુન દત્તા ‘તારક મેહતા’ શોમાં છેલ્લા 13 વર્ષથી કામ કરી રહી છે. તેના બબીતાજીના પાત્રને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે અને આ જ કારણ છે કે તે ખૂબ ફેમસ થઈ ગઈ છે. આ શોમાં કામ કરતા દરેક કલાકાર સાથે તેની મિત્રતા ખૂબ સારી છે. જોકે રાજ અનાદકટે હવે આ શો છોડી દીધો છે. પરંતુ તેમની મિત્રતા આજે પણ અકબંધ છે. તે એટલી પ્રખ્યાત છે કે તેને બિગ બોસ શો પણ ઘણી વાર ઓફર થઈ ચુક્યો છે. પરંતુ તેમણે આ શોને કરવાની મનાઈ કરી હતી. તે આ સમયે માત્ર પોતાના શો પર જ ધ્યાન આપવા ઈચ્છે છે.