ડીનો મોરિયાનું બોલિવૂડથી દૂર થવાનું કારણ આવ્યું સામે, મહેશ ભટ્ટની ફિલ્મથી બન્યા હતા સુપરસ્ટાર

બોલિવુડ

બોલિવૂડની દુનિયા ખૂબ જ અનોખી છે, અહિં હિટ થયેલા સ્ટાર કેટલા સમય સુધી હિટ રહેશે તે વાતની કોઈ ગેરેંટી નથી હોતી. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ આવી ચૂક્યા છે જેમણે હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના ચાહકોને દિવાના પણ બનાવ્યા છે, પરંતુ તે પછી તેઓ આ ચમકતી દુનિયાથી ગાયબ થઈ ગયા. આવો જ એક સ્ટાર ડિનો મોરિયા હતો જેમણે ફિલ્મ ‘રાજ’થી બોલિવૂડમાં ધમાલ મચાવી હતી. મહેશ ભટ્ટના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘રાજ’ એ ડિનોને રાતોરાત સ્ટાર બનાવ્યો.જો કે, ડિનો તે પછી થોડીક ફિલ્મોમાં જ જોવા મળ્યો અને પછી તે બોલિવૂડથી દૂર થઈ ગયો. હવે તે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા દર્શકોની વચ્ચે પરત ફરી રહ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે ડિનો હિટ થયા પછી પણ બોલિવૂડથી કેમ દૂર ગયો.

રાજ થી મળી હતી ડિનોને જબરદસ્ત સફળતા મળી:ફિલ્મોમાં આવતા પહેલા ડિનો મોડેલિંગ કરતો હતો. ત્યાર પછી તેણે ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ડિનોને આ ફિલ્મથી વધારે સફળતા મળી ન હતી. તે પછી ડિનોએ હોરર ફિલ્મ ‘રાજ’ માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં બિપાશા સાથેની તેની કેમિસ્ટ્રી ઘણી ચર્ચામાં આવી હતી. આ સિવાય ફિલ્મમાં ડિનોની એક્ટિંગ પણ ખૂબ પસંદ આવી હતી. જો કે, થોડા સમય પછી ડિનો મોટા પડદેથી ગાયબ થઈ ગયો.તેના જવાબમાં ડિનોએ જણાવ્યું કે, ‘એક સમયે તેને તે પ્રકારની ફિલ્મો પસંદ ન હતી જેવી ફિલ્મો તેને મળી રહી હતી’. તે એક ભૂમિકામાં બંધાઈ જવા માંગતો ન હતો અને તેથી તેણે પોતાને દૂર રાખવાનું વધુ સારું માન્યું.

તમને જણાવી દઇએ કે ફિલ્મ રાજ દરમિયાન ડિનો અને બિપાશાના પ્રેમ સંબંધના સમાચાર આવ્યા હતા. બિપાશા અને ડિનો બોલિવૂડના હોટેસ્ટ કપલોમાંના એક માનવામાં આવતા હતા. એવા પણ સમાચાર આવ્યા હતા કે બંને લગ્ન કરી શકે છે. જો કે, જેમ-જેમ ડિનોની કારકીર્દિ ખરાબ થવા લાગી, બિપાશાથી તેનું અંતર વધતું રહ્યું. બંનેએ સાથે મળીને વધુ ફિલ્મો કરી, પણ તે ફિલ્મો વધારે કમાણી કરી શકી નહીં.

વેબ સિરીઝથી ડીનોએ કર્યું કમબેક:જ્યારે ડિનોની ફિલ્મો ચાલી નહિં ત્યારે તેણે રિયાલિટી શોમાં કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2010 માં, ડિનો ‘ખતરો કે ખિલાડી’નો વિજેતા પણ હતો. જો કે તેનાથી પણ તેને તેની કારકીર્દિમાં કોઈ સફળતા મળી નહિં. આ પછી ડિનોએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેમણે ડીએમ જીમ નામનું એક ફિટનેસ સેન્ટર પણ ખોલ્યું. આમાં આદિત્ય ઠાકરેનો પણ ભાગ હતો. જો કે, વર્ષ 2016 માં આદિત્ય સાથેના વિવાદ પછી ડિનોએ જીમ બંધ કર્યું હતું.

ડિનો ફિલ્મ નિર્માણમાં પણ લાગ્યો હતો. વર્ષ 2012 માં આવેલી ફિલ્મ જિસ્મ -2 નો કો-પ્રોડ્યૂસર પણ રહ્યો. હવે તે ફરી એક નવી ફિલ્મ પ્રોડ્યૂસ કરવા જઈ રહ્યો છે. આ સાથે, જ તેણે ઓટીટી પ્લેટફોર્મથી કમબેક કર્યું છે. ડિનોએ કહ્યું, ‘ઓટીટીએ સામાન્ય લોકોમાં જબરદસ્ત અસર પેદા કરી છે’. જો તમે એક્ટિંગ કરવાનું જાણતા નથી તો પછી તમે ઓટીટીમાં કામ કરી શકતા નથી. તમને જણાવી દઇએ કે ‘હોસ્ટેજ’ની સીઝન 2 માં ડિનો નકારાત્મક પાત્રમાં જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.