જીતની ખુશીમાં આ ખેલાડીએ ઉઠાવી લીધી હતી મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીને ખોળામાં,જુવો તસવીર

રમત-ગમત

આઈપીએલ વિશ્વની સૌથી મોટી ટી 20 લીગ છે અને તેને દર વર્ષે કરોડો લોકો જુએ છે ઘણા ક્રિકેટ રમતા દેશોના ખેલાડીઓ આ લીગમાં આવે છે અને રમે છે અને અહિં ઘણા ખેલાડીઓએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને હેડલાઇન્સ બનાવી છે. ટીમના માલિકો પણ હેડલાઇન્સમાં રહે છે.

રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, મુંબઈ ઈન્ડિયન્સ ટીમની માલિક છે અને તે કેટલાક કારણોસર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. મુંબઈ ઈન્ડિયન્સે ઘણી વખત આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે. નીતા અંબાણી ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં તેની ટીમને ચીયર કરતી જોવા મળે છે.

મેચ જીત્યા પછી તે ખેલાડીઓ સાથે જીતનું સેલિબેશન કરતી પણ જોવા મળે છે. 2010 માં મેચ જીત્યા પછી તેની ટીમનો ખેલાડી હરભજન સિંહ એટલો ઉત્સાહિત થઈ ગયો હતો કે તેણે નીતા અંબાણીને પોતાના ખોળામાં ઉઠાવી હતી.

સેમિફાઇનલ જીતવાની ખુશીમાં ઉઠાવી હતી ખોળામાં: 2008 માં આઈપીએલ મેચની શરૂઆત થઈ હતી. ત્યારથી જ મુંબઈ ઈન્ડિયન્સ એક ખૂબ જ મજબૂત ટીમ માનવામાં આવે છે. નીતા અંબાણી દરેક મેચમાં ખેલાડીઓને પર્સનલી મળીને તેમને પ્રોત્સાહન આપે છે. અને જીતનું સેલિબ્રેશન સાથે કરે છે. આ બાબત 2010 ના આઈપીએલની છે. વર્ષ 2010 માં આઈપીએલ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે સેમિ-ફાઇનલ મેચ જીતી હતી. મુંબઈમાં થયેલી આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જેની ખુશીમાં હરભજનસિંહે નીતા અંબાણીને ખોળામાં ઉઠાવી લીધી હતી. આ પછી હરભજન સિંહ ચર્ચામાં આવ્યો હતો. જેણે પણ આ તસવીર જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મુંબઈની ટીમમાં તમામ ખેલાડીઓ સાથે નીતા અંબાણીનો સારો બોન્ડિંગ છે. પરંતુ હરભજન સાથેની તેની આ તસવીર જોઈને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. જો કે, આ પહેલીવાર નથી જ્યારે નીતા અંબાણી હેડલાઇન્સમાં રહી છે. એક મેચની જીત પછી મેનેજમેન્ટના વ્યક્તિએ પણ તેને બાથ ભરી હતી. આ તસવીર પણ વાયરલ થઈ હતી અને નીતા અંબાણીને તેના માટે ટ્રોલ પણ કરવામાં આવી હતી.

પુત્ર અનંત અંબાણી સાથે ટીમને કરે છે ચીયર: આઈપીએલ મેચ દરમિયાન નીતા અંબાણી ઘણી વાર તેના નાના પુત્ર અનંત અંબાણી સાથે જોવા મળે છે. નીતા અંબાણી જ્યારે પણ તેની ટીમના મનોબળને વધારવા માટે ખેલાડીઓને મળે છે. અનંત અંબાણી તેના પડછાયાની જેમ તેમની સાથે રહે છે. જણાવી દઈએ કે નીતા અંબાણી ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની સાથે મેચમાં તેમના પ્રદર્શન માટે પણ તેમને ગળે લગાડીને શાબાશી આપે છે.

નીતા અંબાણી તેના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના બધા પ્રયત્નો કરે છે. માત્ર ભારતીય ખેલાડીઓ સાથે જ નહીં પરંતુ વિદેશી ખેલાડીઓ સાથે પણ તેમની સારી બોન્ડિંગ જોવા મળે છે. જીતના સેલિબ્રેશનમાં પણ તે ખેલાડીઓ સાથે ડાંસ કરતી જોવા મળે છે. જોકે અનંત અંબાણી મોટે ભાગે તેની માતા સાથે જોવા મળે છે. પરંતુ કેટલીકવાર મોટા પુત્ર આકાશ અંબાણી મેચ દરમિયાન ટીમને ચીયર કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.