આ 8 બોલીવુડ અભિનેત્રીઓએ સહન કર્યું છે છુટાછેડાનું દુઃખ, આ અભિનેત્રીએ તો કર્યા હતા માત્ર 20 વર્ષના છોકરા સાથે લગ્ન

બોલિવુડ

બોલીવુડ કલાકારો પોતાની દરેક ચીજો માટે ચર્ચામાં રહે છે. ઘણા કલાકારોની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેમણે એક-બે નહીં પરંતુ ત્રણ-ત્રણ લગ્ન કર્યા છે, જ્યારે ઘણી અભિનેત્રીઓ એવી પણ છે કે જેમણે છુટાછેડા પછી બીજી વખત લગ્ન કર્યા નથી. આજે આ લેખમાં અમે તમને બોલિવૂડની એવી 8 પ્રખ્યાત અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ છૂટાછેડા પછી આજ સુધી સિંગલ લાઈફ જીવી રહી છે.

અમૃતા સિંહ: 80 અને 90 ના દાયકાની જાણીતી અભિનેત્રી અમૃતા સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1983 માં ફિલ્મ બેતાબ થી કરી હતી. 80 ના દાયકામાં અમૃતાનું નામ સની દેઓલ અને વિનોદ ખન્ના જેવા સ્ટાર્સ સાથે જોડાયું હતું. વર્ષ 1986 માં, તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે સગાઇ પણ કરી હતી. છેવટે અમૃતાએ 1991 માં પોતાનાથી 12 વર્ષ નાના અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે અમૃતા 32 વર્ષની હતી જ્યારે સૈફ 20 વર્ષનો હતો. બંનેના 13 વર્ષ પછી 2004 માં છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી અમૃતાએ બીજા લગ્ન કર્યા નથી. અમૃતા સિંહ અને સૈફ અલી ખાન બે સંતાનો, પુત્રી સારા અલી ખાન અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાનના માતા-પિતા છે.

કરિશ્મા કપૂર: 90 ના દાયકાની ટોપ અભિનેત્રીમાં શામેલ કરિશ્મા કપૂરે વર્ષ 2003 માં સંજય કપૂર સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી, કરિશ્મા અને સંજય વચ્ચે લડાઈ થવા લાગી અને છેવટે 13 વર્ષ પછી 2016 માં છૂટાછેડા સાથે સંબંધ સમાપ્ત થયો. કરિશ્માને એક પુત્ર અને એક પુત્રી છે. છૂટાછેડા પછી કરિશ્માએ બીજા લગ્ન કર્યા નથી.

મનીષા કોરાલા: અભિનેત્રી મનીષા કોઈરાલાના લગ્ન ટૂંક સમયમાં જ તૂટી ગયા હતા. મનીષાએ વર્ષ 2010 માં નેપાળી બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહીં અને વર્ષ 2012 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. મનીષાએ આ પછી બીજા લગ્ન કર્યા નથી.

સંગીતા બીજલાની: સંગીતા બિજલાની 80 અને 90 ના દાયકામાં બોલિવૂડમાં એક્ટિવ રહી હતી. સંગીતા એક સમયે અભિનેતા સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. સંગીતાનું દિલ પછી પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન પર આવ્યું હતું. મોહમ્મદ પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો હતો, છતાં પણ બંનેએ 1996 માં લગ્ન કર્યાં હતાં. આ સંબંધ વર્ષ 2010 માં સમાપ્ત થયો હતો. 60 વર્ષીય સંગીતા બિજલાનીએ પણ છૂટાછેડા પછી બીજા લગ્ન કર્યા નથી.

મહિમા ચૌધરી: આ લિસ્ટમાં મહિમા ચૌધરીનું નામ પણ શામેલ છે. ‘પરદેસ ગર્લ’ તરીકે ઓળખાતી મહિમા ચૌધરીએ છૂટાછેડા પછી બીજા લગ્ન કર્યા નથી. તેમને એક પુત્રી છે અને તે તેમની પુત્રી સાથે રહે છે. જણાવી દઈએ કે, મહિમાએ વર્ષ 2006 માં બિઝનેસમેન બોબી મુખર્જી સાથે સાત ફેરા લીધા હતા. વર્ષ 2013 માં બોબી અને મહિમાનો સંબંધ છૂટાછેડા સાથે સમાપ્ત થયો હતો.

પૂજા ભટ્ટ: પ્રખ્યાત ડિરેક્ટર મહેશ ભટ્ટની મોટી પુત્રી અભિનેત્રી પૂજા ભટ્ટે પણ છૂટાછેડાનું દુઃખ સહન કર્યું છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પૂજા ભટ્ટે વર્ષ 2003 માં મનીષ મખીઝા સાથે સાત ફેરા લીધા હતા. પૂજા ભટ્ટ અને મનીષનો સંબંધ 11 વર્ષ સુધી ચાલ્યો હતો. 2014 માં પૂજાએ મનીષ માખીઝા સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી આજ સુધી પૂજા પણ સિંગલ છે. નોંધપાત્ર વાત એ છે કે તે બોલિવૂડની ફિલ્મોનું નિર્દેશન પણ કરે છે.

કોંકણા સેન શર્મા: પ્રખ્યાત અભિનેત્રી કોંકણા સેન શર્માએ વર્ષ 2010 માં અભિનેતા રણવીર શોરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી તેમની વચ્ચે મતભેદ થવા લાગ્યો અને ટૂંક સમયમાં જ બંને અલગ રહેવા લાગ્યા. કોંકણા સેન શર્મા અને રણવીર શોરીના વર્ષ 2020 માં છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી 41 વર્ષિય કોંકણા હાલમાં સિંગલ છે. કોંકણા અને રણવીરને એક પુત્ર છે, જેનું નામ હારૂન શૌરી છે.

ચિત્રાંગદા સિંહ: હિન્દી સિનેમામાં પગ મુકતા પહેલા જ અભિનેત્રી ચિત્રાંગદા સિંહે લગ્ન કરી લીધાં હતાં. વર્ષ 2001 માં ચિત્રાંગદાના લગ્ન ગોલ્ફર જ્યોતિ રંઘાવા સાથે થયા હતા અને વર્ષ 2014 મં બંનેના છુટાછેડા થઈ ગયા હતા. ચિત્રાંગદાએ પણ છુટાછેડા પછી બીજા લગ્ન કર્યા નથી.