બોલિવૂડના આ 6 સ્ટાર્સ પાસે છે સૌથી મોંઘા બોડીગાર્ડ, જાણો કેટલી છે તેમની સેલેરી

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ પાસે પૈસા અને ખ્યાતિ બંને હોય છે પરંતુ એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ફરવાની સ્વતંત્રતા નથી હોતી. તેઓ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે તેમને જોવા માટે લોકોની ભીડ રહે છે. આ સમય દરમિયાન, તેના જીવને જોખમ પણ રહે છે. આવી સ્થિતિમાં તેમને બોડીગાર્ડ્સની જરૂર હોય છે. ફિલ્મી સ્ટાર્સ તેમના બોડીગાર્ડ્સને સારી સેલેરી પણ આપે છે. જ્યારે તમે તેમની વાર્ષિક સેલેરી સાંભળશો તો ત્યારે તમે દંગ રહી જશો. તો ચાલો જાણીએ બોલિવૂડ સ્ટાર્સના બોડીગાર્ડ્સની સેલેરી.

શાહરૂખ ખાન: બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનના બોડીગાર્ડનું નામ રવિ સિંહ છે. તેઓ શાહરૂખને દરેક ક્ષણે સુરક્ષા પૂરી પાડે છે. આ કામ માટે શાહરૂખ તેને વર્ષે 2.5 કરોડ રૂપિયા સેલેરી તરીકે આપે છે.

સલમાન ખાન: સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું નામ તો બધા એ સાંભળ્યું છે. તે બોલિવૂડનો સૌથી પ્રખ્યાત બોડીગાર્ડ છે. વર્ષ 1995 થી તે સલમાનની સુરક્ષા કરી રહ્યો છે. સલમાન તેને તેના પરિવારના સભ્યોની જેમ માને છે. તેમનો પગાર વાર્ષિક આશરે બે કરોડ રૂપિયા છે.

આમિર ખાન: આમિર ખાનના બોડીગાર્ડનું નામ યુવરાજ ઘોરપડે છે. તે આમિર ખાનને સુરક્ષા આપવા બદલે વર્ષે લગભગ 2 કરોડ રૂપિયા લે છે. તે છેલ્લા ઘણા સમયથી આમિરનો બોડીગાર્ડ છે.

અમિતાભ બચ્ચન: જિતેન્દ્રસિંહ બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ગાર્ડ તરીકે કામ કરે છે. તે અમિતાભ સાથે હંમેશા બંદૂક રાખીને ચાલે છે. જીતેન્દ્રની પોતાની એક સિક્યોરિટી એજન્સી પણ છે, પરંતુ અમિતાભની સુરક્ષા તે પોતે જ કરે છે. આ માટે બિગ બી તેમને 1.5 કરોડ રૂપિયા વાર્ષિક સેલેરી તરીકે આપે છે.

અક્ષય કુમાર: અક્ષય કુમારના બોડીગાર્ડનું નામ શ્રેયસ ઠેલે છે. તે અક્ષયની દરેક ક્ષણની સુરક્ષાનું ધ્યાન રાખે છે. અક્ષય સાથે તેઓ ફેવિકોલની જેમ ચિપકી રહે છે. આ કામ માટે અક્ષય તેમને વાર્ષિક 1.2 કરોડ રૂપિયા આપે છે.

દીપિકા પાદુકોણ: જલાલ નામનો વ્યક્તિ બોલિવૂડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણની સુરક્ષા કરવાનું કામ કરે છે. દીપિકા જલાલને તેના ભાઈ જેવો માને છે. થોડા સમય પહેલા દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પણ શેર કરી હતી જેમાં તે જલાલને રાખડી બાંધતી જોવા મળી હતી. જો સૂત્રોની વાત માનીએ તો જલાલ દર વર્ષે દીપિકાને પ્રોટેક્ટ કરવા માટે વાર્ષિક એક કરોડ રૂપિયા સેલેરી તરીકે લે છે.

Leave a Reply

Your email address will not be published.