જાણો એક એવા અદ્ભુત મંદિર વિશે જેન સ્તંભમાંથી નીકળે છે સંગીતની ધુન, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધાર્મિક

આપણો દેશ પ્રાચીન સમયથી જ ધર્મ અને સંસ્કૃતિ માટે વિશ્વ વિખ્યાત છે. અહીં દરેક સ્થળ કોઈને કોઈ કહાની અને અદ્ભુત મહાનતા પોતાનામાં સમાવે છે અને તેના જ ભાગરૂપે છે ‘વિરૂપાક્ષ મંદિર’. આ મંદિર પોતાનામાં એક અનોખું મંદિર છે. જે પોતાની અંદર અનેક તથ્યો સમાવે છે, આવી સ્થિતિમાં આજે અમે તમને આ મંદિર વિશે જણાવીશું. જણાવી દઈએ કે આ મંદિર ભારતના પ્રખ્યાત ઐતિહાસિક મંદિરોમાં શામેલ એક રહસ્યમય મંદિર છે.

જે કર્ણાટકના હમ્પીમાં આવેલું છે. માનવામાં આવે છે કે હમ્પી રામાયણ કાળનો ‘કિષ્કિંધા’ છે અને આ મંદિરમાં ભગવાન શિવના વિરૂપાક્ષ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ પ્રાચીન મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ શામેલ છે. આ મંદિરની ઘણી વિશેષતાઓ છે અને તેની સાથે રહસ્ય પણ જોડાયેલા છે. આ મંદિરના રહસ્યને જાણવા અંગ્રેજોએ પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેમને સફળતા ન મળી.

નોંધપાત્ર વાત એ છે કે ભગવાન વિરૂપાક્ષ અને તેમની પત્ની દેવી પંપાને સમર્પિત આ મંદિરની વિશેષતા એ છે કે અહીંનું શિવલિંગ દક્ષિણ તરફ વળેલું છે. ધાર્મિક માન્યતા છે કે રાવણે ભગવાન રામ સાથે યુદ્ધમાં વિજય માટે શિવજીની પૂજા કરી હતી. ત્યાર પછી ભગવાન શંકર જ્યારે પ્રગટ થયા, તો રાવણે તેમને લંકામાં શિવલિંગની સ્થાપના કરવાનું કહ્યું.

રાવણની વારંવારની વિનંતીઓ કરવા પર ભગવાન શિવ રાજી થઈ ગયા, પરંતુ તેમણે તેમની સામે એક શરત રાખી દીધી. શરત એ હતી કે શિવલિંગને લંકા લઈ જતી વખતે જમીન પર ન રાખવાનો. રાવણ શિવલિંગને લઈ લંકા જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં એક વ્યક્તિને
શિવલિંગને પકડી રાખવા માટે આપી દીધું, પરંતુ વજન વધારે હોવાને કારણે તેણે શિવલિંગને જમીન પર રાખી દીધું. ત્યારથી આ શિવલિંગ અહીં જ રહી ગયું અને હજારો પ્રયત્નો પછી પણ તેને હલાવી શકાયું નહીં.

જણાવી દઈએ કે વિરૂપાક્ષ મંદિરની દિવાલો પર તે ઘટનાની તસવીરો બનાવવામાં આવી છે અને બતાવવામાં આવ્યું છે કે રાવણ શંકરને ફરીથી શિવલિંગ ઉપાડવા માટે પ્રાર્થના કરી રહ્યો છે, પરંતુ ભગવાન શિવ ના પાડી દે છે. માનવામાં આવે છે કે આ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન હતું, પરંતુ તેમણે આ સ્થાને રહેવા માટે ખૂબ જ વિશાળ માન્યું અને ક્ષીરસાગર પરત ચાલ્યા ગયા.

તે જ સ્થાનિક માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં બનેલા આ મંદિરનું ગોપુરમ 500 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, જે 50 મીટર ઉંચું છે. ભગવાન શિવ અને દેવી પંપા સિવાય અહીં ઘણા નાના નાના મંદિરો છે. વિક્રમાદિત્ય દ્રીતીયની રાણી લોકમાહા દેવીએ વિરૂપાક્ષ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરને ‘પંપાવતી’ મંદિર તરીકે પણ ઓળખાય છે.

જણાવી દઈએ કે આ મંદિરની એક વિશેષતા એ છે કે તેના કેટલાક સ્તંભોથી સંગીતનો અવાજ આવે છે. તેથી જ તેમને ‘મ્યૂઝિકલ પિલર્સ’ પણ કહેવામાં આવે છે. આ વિષય વિશે પ્રચલિત કથા એ છે કે અંગ્રેજોએ સ્તંભોમાંથી સંગીત કેવી રીતે નીકળે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેના માટે તેણે આ મંદિરના સ્તંભોને તોડીને જોયું. તો તે હેરાન રહી ગયા, કારણ કે સ્તંભો અંદરથી પોલાણ હતા અને ત્યાં કંઈ પણ ન હતું. આ રહસ્ય આજ સુધી નથી જાણી શકાયું અને આ વાત આ મંદિરને ‘રહસ્યમય મંદિર’ ની શ્રેણીમાં શામેલ કરે છે.

તે જ એક ખાસ બાબત તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે હેમ કૂટ ટેકરીની તળેટીમાં બનેલા આ મંદિરનું ગોપુરમ 50 મીટર ઉંચું છે. ભગવાન શિવજી સિવાય આ મંદિરમાં ભુવનેશ્વરી અને પંપાની મૂર્તિઓ પણ બનેલી છે. આ મંદિરની નજીક નાના નાના મંદિરો છે જે અન્ય દેવી-દેવતાઓને સમર્પિત છે. વિરૂપાક્ષ મંદિરનું નિર્માણ વિક્રમાદિત્ય દ્રીતીયની રાણી લોકમાહા દેવી દ્વારા બનાવવામાં આવ્યું હતું. દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં આ મંદિર ઈંટ અને ચૂનાથી બનેલું છે. તેને યુનેસ્કોની ઘોષિત રાષ્ટ્રીય ધરોહરમાં પણ શામેલ કરવામાં આવ્યું છે.