અડદની દાળ દૂર કરશે શનિ દોષ અને જીવનની સમસ્યાઓ, બસ શનિવારે કરવું પડશે આ કામ

ધાર્મિક

એવું કહેવામાં આવે છે કે વ્યક્તિને કર્મના આધારે જ દરેક ચીજ મળતી નથી. આ સાથે તેમનું નસીબ પણ મજબૂત હોવું જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર પણ આ વાત માને છે. પરંતુ કેટલીકવાર ગ્રહોની ખરાબ સ્થિતિને કારણે પણ દુર્ભાગ્ય આપણી કુંડળીમાં ફેવિકોલની જેમ ચીપકી રહે છે. આ બધી ચીજો જીવનમાં મુશ્કેલીઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં અડદની દાળ તમને આ બધાથી બચાવી શકે છે.

સામાન્ય રીતે અડદની દાળનો ઉપયોગ ભોજન તરીકે કરવામાં આવે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં અડદની દાળના કેટલાક વિશેષ ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયોનો ઉપયોગ કરીને, તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકો છો. તો ચાલો આ ઉપાય વિશે જાણીએ.

પહેલો ઉપાય: અડદની દાળના બે આખા દાણા લો. હવે તેના પર થોડું દહીં અને સિંદૂર નાંખો. ત્યાર પછી તેને પીપળાના ઝાડની નીચે મૂકો. આ ઉપાય તમારે શનિવારે જ કરવાનો છે. તમે આ ઉપાય જે શનિવારથી શરૂ કરો ત્યારથી સતત 21 દિવસ સુધી આ ઉપાય કરો. આ ઉપાયથી કરવાથી તમારું સૌભાગ્ય દૂર થશે અને સૌભાગ્ય મળશે.

બીજો ઉપાય: શનિવારે સવારે સ્નાન અને પૂજા કરી ફ્રી થઈ જાઓ. હવે અડદની ડાળ પસીને તેનાથી 2 મોટા વડા બનાવો. આ વડાને શનિવારે સાંજે સૂર્યાસ્થ થતાની સાથે જ પીપળાના ઝાડ નીચે રાખી દો. આ વડાની ઉપર દહીં અને સિંદૂર લગાવવાનું ન ભુલો. તેને રાખ્યા પછી ત્યાંથી હાથ જોડીને પ્રણામ કરો અને તમારી સમસ્યા જણાવો. ત્યાર પછી ત્યાંથી સીધા ધરે આવો. આ રાખો કે આ દરમિયાન તમારે પાછળ વળીને જોવાનું નથી. આ ઉપાય તમે સતત 11 શનિવાર સુધી કરો. આ ઉપાયથી પૈસા સાથે જોડાયેલી સમસ્યા સમાપ્ત થઈ જશે અને પૈસા કમાવવામાં કોઈ અવરોધ નહિં આવે.

ત્રીજો ઉપાય: જો તમારું દુર્ભાગ્ય અને મુશ્કેલીઓનું કારણ શનિની ખરાબ સ્થિતિ છે તો આ ઉપાય અપનાવો. આખા અડદના 4 દાણા લો અને તેને તમારા માથા ઉપરથી ત્રણ વખત વિરુદ્ધ દિશામાં ફેરવો. હવે આ દાણા કાગડાને ખવડાવો. આ ઉપાય તમારે સતત 7 શનિવાર સુધી કરવો પડશે. તેનાથી તમને શનિ દોષથી છુટકારો મળશે.