‘ધ કશ્મીર ફાઈલ્સ’ એ અમેરિકામાં પણ મચાવી ધૂમ, આટલી અધધધ કમાણી કરીને ત્યાંની મોટી-મોટી અંગ્રેજી ફિલ્મોને પણ છોડી પાછળ

બોલિવુડ

કશ્મીરી પંડિતોની સમસ્યા પર બનેલી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ એ સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મ ભારતમાં ધૂમ મચાવી રહી છે. આટલા ઓછા બજેટની ફિલ્મ આટલો સારો બિઝનેસ કરી જશે, તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામેલ થઈ ચુકી છે.

સાથે જ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. અમેરિકામાં ધ કશ્મીર ફાઇલ્સ જોવા લોકો ઉમટી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે કમાણીની બાબતમાં આ ફિલ્મ એ ત્યાંની મોટી અંગ્રેજી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. આ કારણોસર ત્યાં ફિલ્મ માટે થિયેટરોમાં વધારો કરવો પડ્યો છે.

ટોપ 10 ટ્રેડિંગમાં શામેલ: અમેરિકામાં આ ફિલ્મ એ જબરદસ્ત ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ વીકેન્ડ પર ત્યાં ટોપ 10 ટ્રેડિંગમાં શામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ એ કમાણીમાં ત્યાં બતાવવામાં આવી રહેલી અન્ય અંગ્રેજી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. પરિણામ એ છે કે ફિલ્મ બતાવવા માટે અમેરિકાના સિનેમાઘરોમાં વધારો કરવો પડી રહ્યો છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.

અત્યાર સુધીમાં આ ફિલ્મ માટે ચાર ગણા સિનેમાઘર વધારવામાં આવી ચુક્યા છે. પહેલા અમેરિકામાં આ ફિલ્મને 63 સિનેમાઘરમાં રીલિઝ કરવામાં આવી હતી. જો કે ત્યાર પછી અમેરિકન દર્શકોએ આ ફિલ્મ જોવા માટે એટલો રસ બતાવ્યો કે સિનેમાઘરની સંખ્યામાં વધારો કરવો મજબૂરી બની ગઈ. રવિવારથી આ ફિલ્મને ચાર ગણા એટલે કે 230 સિનેમાઘરોમાં બતાવવામાં આવી રહી છે.

પહેલા વીકેંડ ની કમાણી એ ચોંકાવ્યા: અમેરિકામાં આ ફિલ્મ એ પોતાની કમાણીથી દરેકને ચોંકાવી દીધા છે. ફિલ્મે પહેલા વીકએન્ડ પર જ 4 લાખ ડોલરની કમાણી કરી હતી, જે આશ્ચર્યજનક છે. સાથે જ ફિલ્મનું પ્રદર્શન સતત ચાલુ છે. આખા અઠવાડિયાની વાત કરીએ તો ફિલ્મે લગભગ 10 લાખ ડોલરની કમાણી કરી છે. અમેરિકામાં રહેતા ભારતીયોમાં ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ છે.

વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મમાં કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનું સત્ય બતાવવામાં આવ્યું છે. આ સત્યને જોવા માટે અમેરિકાની ઓફિસોમાં ગ્રુપ બુકિંગ ચાલી રહ્યું છે. રિલીઝ થયાના દિવસ શુક્રવાર અને ત્યાર પછી આવેલા બીજા શુક્રવારની સરખામણી કરીએ તો ત્યાં ફિલ્મના કલેક્શમાં ચાર ગણો વધારો થયો છે.

અન્ય દેશોમાં પણ સારું પ્રદર્શન: અમેરિકામાં આ ફિલ્મને 11 માર્ચે રિલીઝ કરવામાં આવી હતી. એક આંકડા મુજબ ફિલ્મના એડવાન્સ બુકિંગ મુજબ તેની કુલ કમાણી 15 લાખ ડોલરને પાર કરી જશે. સાથે જ અમેરિકાની સાથે અન્ય દેશોમાં પણ આ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે. ફિલ્મનો બીજા અઠવાડિયાના અંત સુધીનો વિદેશી બિઝનેસ લગભગ 25 કરોડ રૂપિયા સુધી પહોંચી જવાની સંભાવના જોવા મળી રહી છે.

સાથે જ ભારતની વાત કરીએ તો અહીં ફિલ્મ ખૂબ જ હિટ સાબિત થઈ રહી છે. અત્યાર સુધી ફિલ્મ એ 170 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને દિવસો પસાર થવાની સાથે ફિલ્મની કમાણી પણ વધી રહી છે. આ ફિલ્મનો ક્રેઝ વર્ષો પહેલા આવેલી ફિલ્મ જય સંતોષી મા જેવો જોવા મળી રહ્યો છે. તે ફિલ્મ જોવા માટે જે રીતે લોકો ઉમટી રહ્યા હતા, તેવી જ રીતે આ ફિલ્મમાં પણ લોકોનો રસ જોવા મળી રહ્યો છે.