ધ કશ્મીર ફાઈલ્સ ની સુનામી માં ધરાસ્ત થયા બધા રેકોર્ડ, 10 માં દિવસે પણ કરી આટલી અધધધ કમાણી

બોલિવુડ

એક ફિલ્મ છેલ્લા 10 દિવસથી બોક્સ ઓફિસ પર સતત ધૂમ મચાવી રહી છે. ફિલ્મનું નામ છે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’. આ ફિલ્મ એ દરેકના હોશ ઉડાવી દીધા છે. ફિલ્મને ચારેય બાજુથી જબરદસ્ત રિસ્પોંસ મળી રહ્યો છે. આ ફિલ્મ એ પહેલા દિવસે માત્ર સાડા ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ ત્યાર પછી ફિલ્મની કમાણી દરરોજ રેકોર્ડ તોડી રહી છે.

ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી છે. આ ફિલ્મ એ કમાણીની બાબતમાં મોટી-મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અમાન ઈકબાલ અને દર્શન કુમાર જેવા સ્ટાર્સથી સજેલી આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે વિવેક રંજન અગ્નિહોત્રીએ. ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ દરરોજ કમાણીની બાબતમાં નવા રેકોર્ડ બનાવી રહી છે અને જૂના રેકોર્ડને તોડી રહી છે. ફિલ્મના 10મા દિવસે એટલે કે 20 માર્ચે ફિલ્મનું કલેક્શન પણ રેકોર્ડ બ્રેક રહ્યું હતું.

ફિલ્મ એ પોતાના 10માં દિવસે એટલે કે રવિવાર 20 માર્ચના દિવસે, પહેલાના તમામ 9 દિવસ કરતા વધુ કમાણી કરી છે અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ધ કશ્મીર ફાઇલ્સનું 10મા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન 26.20 કરોડ રૂપિયા રહ્યું.

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની કમાણીના લેટેસ્ટ આંકડા ટ્વિટર પર શેર કર્યા છે. તેમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં આ ફિલ્મ એ 20 માર્ચ, રવિવારના રોજ 26 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને કુલ કમાણીને 167 કરોડ રૂપિયાની પાર પહોંચાડી દીધી છે.

ખાસ વાત એ છે કે અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની આ ફિલ્મ એ રિલીઝ થયાના બીજા અઠવાડિયામાં 73 કરોડનું કલેક્શન કર્યું છે. આ પોતાનામાં એક મોટો અને અવિશ્વાસનીય રેકોર્ડ છે. એક નાના બજેટની ફિલ્મને દર્શકોનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. જણાવી દઈએ કે આ ફિલ્મનું બજેટ માત્ર 14 કરોડ છે અને ફિલ્મ અત્યાર સુધીમાં પોતાના ખર્ચથી 12 ગણી કમાણી કરી ચુકી છે.

સાથે જ ફિલ્મની દુનિયાભરમાં પણ સારી કમાણી થઈ રહી છે. ફિલ્મ ભારતમાં તો છપ્પડફાડ કમાણી કરી રહી છે તો સાથે જ વિદેશોમાં પણ ફિલ્મના જલવા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે બાહુબલી ફિલ્મ પછી હવે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ એક એવી ફિલ્મ સાબિત થઈ છે જેણે રિલીઝના બીજા અઠવાડિયામાં 73 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બોક્સ ઓફિસ પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફર આંકડામાં: દિવસ 1 [પહેલો શુક્રવાર] – 3.55 કરોડ રૂપિયા, દિવસ 2 [પહેલો શનિવાર] – 8.5 કરોડ રૂપિયા, ત્રીજો દિવસ [પહેલો રવિવાર] – 15.1 કરોડ રૂપિયા, દિવસ 4 [પહેલો સોમવાર] – 15.05 કરોડ રૂપિયા, દિવસ 5 [પહેલો મંગળવાર] -17.80 કરોડ રૂપિયા, દિવસ 6 [પહેલો બુધવાર] – 19.30 કરોડ રૂપિયા, દિવસ 7 [પહેલો ગુરુવાર] – 19.05 કરોડ રૂપિયા, દિવસ 8 [બીજો શુક્રવાર] – 22.00 કરોડ રૂપિયા, દિવસ 9 [બીજો શનિવાર] – 24 કરોડ રૂપિયા, દિવસ 10 [બીજો રવિવાર] – 26 કરોડ રૂપિયા.

જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 1990માં કશ્મીરી હિંદુઓ સાથે થયેલા અત્યાચાર, નરસંહાર અને તેમના હિજરત પર આધારિત છે. 32 વર્ષ જૂનો તે ભયાનક સીન હવે જ્યારે સ્ક્રીન પર આવ્યો ત્યારે લોકો તેને ખૂબ જોઈ રહ્યા છે અને ભાવુક પણ થઈ રહ્યા છે. દરેક લોકો ફિલ્મ અને કશ્મીરી પંડીઓના સમર્થનમાં આવ્યા છે.

આ રાજ્યોમાં ‘ટેક્સ ફ્રી’ બની ફિલ્મ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, અક્ષય કુમાર, આમિર ખાન, કંગના રનૌત, સુનીલ શેટ્ટી, રિતેશ દેશમુખ, સની દેઓલ જેવી હસ્તીઓએ પણ ફિલ્મની પ્રશંસા કરી છે. સાથે જ મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત ઘણા રાજ્યોની સરકારોએ ફિલ્મને ‘ટેક્સ ફ્રી’ કરી છે.