આ ફિલ્મની યાદ અપાવી રહી છે ‘ધ કશ્મીર ફાઇલ્સ’, ફરીથી પુનરાવર્તિત થઈ રહ્યો છે 47 વર્ષ જૂનો ઈતિહાસ

બોલિવુડ

મોટા પડદા પર મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, અમન ઈકબાલ, પલ્લવી જોશી અને દર્શન કુમારની શ્રેષ્ઠ એક્ટિંગથી સજેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક એવું કામ કરી રહી છે જેની કોઈને પણ કદાચ આશા ન હતી. માત્ર 14 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ એ રિલીઝ થયાના 10 દિવસમાં તેના ખર્ચ કરતા 12 ગણી વધુ કમાણી કરી લીધી છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની કમાણી અને તેની સફળતા બધાને આશ્ચર્યચકિત કરી રહી છે. કશ્મીરી હિંદુઓ પર થયેલા અત્યાચાર પર બનેલી આ ફિલ્મ દરેકના દિલ જીતી રહી છે અને દરેકને ભાવુક કરી રહી છે. વિવેક રંજન અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દરરોજ ઈતિહાસ રચી રહી છે.

10માં દિવસે કરી આટલા કરોડની કમાણી: ફિલ્મની કમાણીના આંકડા દરેકના હોશ ઉડાવી રહ્યા છે. કારણ કે આ ફિલ્મ માત્ર 14 કરોડ રૂપિયામાં બની છે અને દરરોજ તેની છપ્પડફાડ કમાણી થઈ રહી છે. ફિલ્મના 10મા દિવસે એટલે કે 20 માર્ચના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ એ ધમાકો કર્યો છે. રવિવારે ફિલ્મ એ 26 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી લીધી છે.

આવું કરનાર બાહુબલી પછી બની બીજી ફિલ્મ: ફિલ્મ એ પહેલા અઠવાડિયે સુંદર પ્રદર્શન કર્યું અને બીજા અઠવાડિયે પણ આ ફિલ્મ ધગધગતી જોવા મળી. ફિલ્મ એ બીજા અઠવાડિયામાં એટલે કે શુક્રવાર એ હોળીના દિવસે 18 માર્ચે 22 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, શનિવાર 19 માર્ચે 24 કરોડ રૂપિયાથી વધુ અને રવિવારે એટલે કે ગઈ કાલે 26.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ એ બીજા અઠવાડિયામાં 73 કરોડની કમાણી કરી અને આ ફિલ્મ બાહુબલી પછી આ સિદ્ધિ મેળવનાર હવે બીજી ફિલ્મ બની ચુકી છે.

‘ધ કશ્મીર ફાઇલ્સ’ મઅપાવી રહી છે 47 વર્ષ જૂની ફિલ્મ ‘જય સંતોષી મા’ની યાદ: ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની સફળતા અને તેની લોકપ્રિયતા પર દર્શકોને 47 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘જય સંતોષી મા’ ની યાદ આવી રહી છે. આ ફિલ્મ એ પણ તેના સમયમાં ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની જેમ સફળતાના ઝંડા લગાવ્યા હતા. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની સરખામણી ‘જય સંતોષી મા’ સાથે થઈ રહી છે.

તાજેતરમાં જ ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું છે, જે ખૂબ જ ચર્ચામાં છે. તરણે ટ્વિટમાં લખ્યું છે કે, “મેં 1975માં જય સંતોષી માં ને લઈને પબ્લિકમાં જબરદસ્ત ક્રેઝીનેસ જોઈ જેવી પહેલા ક્યારેય કોઈ ફિલ્મને લઈને નથી જોઈ. તેણે શોલે જેવી મજબૂત ફિલ્મનો સામનો કરીને ઈતિહાસ રચ્યો. 47 વર્ષ પછી ફરી એક વાર એ જ વસ્તુ થઈ રહી છે. TheKashmirFiles પણ ઈતિહાસ રચી રહી છે… રેકોર્ડ તોડી રહી છે, નવા બેન્ચમાર્ક સેટ કરી રહી છે.”

ક્યા કારણે થઈ રહી છે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘જય સંતોષી માં’ વચ્ચે સરખામણી: હવે તમે પણ એ વિચારી રહ્યા હશો કે છેવટે શું કારણ છે કે બંને ફિલ્મોની સરખામણી કરવામાં આવી રહી છે. તો તમને જણાવી દઈએ કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પણ ખૂબ જ ઓછા બજેટમાં બનેલી છે અને તે રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. તો ‘જય સંતોષી મા’ ફિલ્મમાં પણ આવું જ થયું હતું.

‘જય સંતોષી માં’ માં કોઈ મોટી સ્ટાર કાસ્ટ પણ ન હતી. ફિલ્મનું પ્રમોશન પણ વધારે કરવામાં આવ્યું ન હતું. આ બધી ચીજો પણ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ સાથે બની છે. આવી સ્થિતિમાં બંનેની સરખામણી થવી સ્વાભાવિક છે. સીધી વાત છે, બંને ફિલ્મો પોતાની સ્ટોરીના આધારે દર્શકોના દિલમાં ઉતરી ગઈ.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ કરી 10 દિવસમાં 167 કરોડની કમાણી: ‘ધ કશ્મીર ફાઇલ્સ’એ પહેલા દિવસે 3.55 કરોડ રૂપિયા, બીજા દિવસે 8.5 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 15.1 કરોડ રૂપિયા, ચોથા દિવસે 15.05 કરોડ રૂપિયા, પાંચમાં દિવસે 17.80 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 19.30 કરોડ રૂપિયા, સાતમા દિવસે 19.05 કરોડ રૂપિયા, આઠમા દિવસે 22.00 કરોડ રૂપિયા, નવમા દિવસે 24 કરોડ રૂપિયા અને દસમા દિવસે 26.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કુલ કમાણી 167 કરોડ માત્ર 10 દિવસમાં થઈ ગઈ છે.