ઈંડિયન આઈડોલ એવોર્ડ જીત્યા પછી ગુમનામ જિંદગી જીવી રહ્યા છે આ 9 વિનર, કંઈક આવી રીતે કરી રહ્યા છે ગુજારો

Uncategorized

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ દરેક ઘરમાં જોવામાં આવે છે અને આ શોને લોકો ખૂબ પસંદ કરે છે. આજ સુધી આ શોની ઘણી સીઝન આવી ચુકી છે. જે ખૂબ જ સફળ રહી છે. આ શોમાં ઘણા સ્પર્ધકો ભાગ લઈ ચુક્યા છે. જેના અંતમાં માત્ર એક જ સંગીતકાર ઈન્ડિયન આઇડોલનો એવોર્ડ પોતાના નામે કરી શકે છે. આ ટીવી રિયાલિટી શોની ઘણી સીઝન આવી ચુકી છે અને તેના વિજેતાઓ ખૂબ પ્રખ્યાત રહ્યા છે. તેમણે એવોર્ડ જીતવાની સાથે સાથે લોકોનું દિલ પણ જીત્યું છે. જોકે તેમાં ઘણા એવા વિજેતા છે જે આજે ગુમનામ જિંદગી જીવી રહ્યા છે. તો ચાલો જાણીએ. આ વિજેતાઓ વિશે.

અભિજિત સાવંત: સીઝન 1 ના વિજેતા અભિજિત સાવંત હતા. આ શો જીત્યા પછી, તે ખૂબ જ સફળ થયા. પરંતુ તે હવે ગુમનાનીની જિંદગી જીવી રહ્યા છે. આ શોને પોતાના નામે કર્યા પછી તેમણે ઘણા ગીત ગાયા હતા. પરંતુ તેમને સફળતા ન મળી.

સંદિપ આચાર્ય: સીઝન 2 નો એવોર્ડ સિંગર સંદીપ આચાર્યએ જીત્યો હતો. આ શો જીતવાની સાથે તેને સોની બીએમજી તરફથી કરોડ રૂપિયા, મ્યુઝિક આલ્બમ કરાર અને એક કાર પણ મળી. આ શોમાં નેહા કક્કરે પણ ભાગ લીધો હતો. પરંતુ તે ત્રીજા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. જ્યારે સંદીપ હવે આ દુનિયામાં નથી. 15 ડિસેમ્બર 2013 ના રોજ તેમનું નિધન થયું હતું.

પ્રશાંત તમાંગ: ઈન્ડિયન આઇડોલ સીઝન 3 પ્રશાંત તમાંગે જીતી હતી. 2007 ની સાલમાં આવેલી આ સીઝન ઘણી સફળ રહી હતી. જોકે પ્રશાંત શો જીત્યા પછી પણ તે ગુમનામ થઈ ગયા છે.

સૌરભી દેબબર્મા: ઈન્ડિયન આઇડોલની ચોથી સીઝન સૌરભીએ જીતી હતી. જેની સાથે સૌરભી આ શો જીતનાર પહેલી છોકરી બની હતી. આ સીઝન દરમિયાન સૌરભીએ સૌરભ થાપાને હરાવ્યા હતા અને પછી આ બંનેએ લગ્ન કરી લીધા હતા.

શ્રીરામચંદ્ર: સિઝન 5 શ્રીરામે જીતી હતી. આ શો જીત્યા પછી તે ખૂબ જ સફળ બન્યો અને તેણે ‘યે જવાની હૈ દીવાની’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે.

વિપુલ મેહતા: ઇન્ડિયન આઇડોલ 6 ટ્રોફી વિપુલ મેહતાએ જીતી હતી. સિઝન જીત્યા પછી તેણે પોતાનું પહેલું સોંગ ‘વંદે માતરમ’ રિલીઝ કર્યું હતું જે હિટ રહ્યું હતું. હવે તે શો કરે છે.

અંજના પદ્મનાભન: વર્ષ 2013 માં, ઇન્ડિયન આઇડોલ સિઝન 7 બાળકો માટે આવી હતી. આ વખતે બાળકોએ આ શોમાં પોતાનું ટેલેંટ બતાવ્યું હતું. આ શો અંજનાએ જીત્યો હતો અને 25 લાખ રૂપિયા, એક કાર, 5 લાખ રૂપિયાની એફડી અને 2 લાખ રૂપિયા પોતાના નામે કર્યા હતા.

અનન્યા શ્રીતમ નંદા: ઇન્ડિયન આઇડોલ સિઝન 8 પણ બાળકો માટે હતી અને આ શોને 13 વર્ષની અનન્યા શ્રીતમે પોતાના નામે કર્યો હતો.

 

એલવી રેવંત: ઈન્ડિયન આઇડોલની ત્રીજી સીઝન જોરદાર હિટ રહી હતી. આ સીઝનને વિશાખાપટ્ટનમના એલવી રેવંતે જીતી હતી. જો કે તે ફિલ્મ ‘બાહુબલી’ અને ;અર્જુન રેડ્ડી’ જેવિ ફિલ્મોમાં ગીત ગાઈ ચુક્યા છે.

સલમાન અલી: ‘ઇન્ડિયન આઇડોલ સીઝન 10’ ની ટ્રોફી સલમાન અલીના નામે રહી હતી. આ શો જીતવાની સાથે સાથે સલમાનને ગિફ્ટ તરીકે 25 લાખ રૂપિયા અને એક કાર મળી.

સની હિન્દુસ્તાની: સિઝન 11 પંજાબના બઠિંડાની રહેવાસી સનીએ જીતી હતી અને આ શો જીત્યા પછી તેનું નસીબ બદલાઈ ગયું હતું અને તેણે ઘણા પંજાબી ગીતો ગાયા છે.