આ મંદિરમાં લક્ષ્મી માતાની મૂર્તિ દિવસમાં ત્રણ વાર બદલે છે પોતાનો રંગ, જાણો શા માટે થાય છે આવું

ધાર્મિક

ભારતમાં ઘણા મંદિરો હોવાને કારણે ભારત એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે. અહીં તમને ઘણા પ્રાચીન મંદિરો જોવા મળશે. દરેક પ્રાચીન મંદિરમાં કોઈને કોઈ રહસ્ય જરૂર છિપયેલું છે. જેના કારણે આપણે વિચારવા પર મજબૂર બનીએ છીએ કે આ ચમત્કાર કેવી રીતે થાય છે. છેવટે, આ મંદિર વિશે શું ખાસ છે, જેના કારણે આ ચમત્કારો થાય છે.

દિવસમાં ત્રણ વખત બદલે છે પોતાનો રંગ: આ ચમત્કારિક મંદિર માંના એક વિશેષ મંદિર વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિરની વિશેષ વાત એ છે કે અહીં સ્થાપિત માતા લક્ષ્મીની મૂર્તિ દિવસમાં ત્રણ વાર પોતાની રીતે તેનો રંગ બદલે છે.

મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં આ ચમત્કારિક મંદિર સ્થિત છે. આ ચમત્કારિક મંદિરનું નામ પચમાઠા મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દેશભરના તાંત્રિકો પોતાના તંત્ર સાબિત કરવા આવે છે. આ મંદિરની ચારેય બાજુએ શ્રીયંત્રની રેખાઓ દોરવામાં આવી છે, અને આ સિવાય એક વિશેષ વાત આ મંદિરની એ છે કે આ મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ ઘણા વર્ષોથી દિવસમાં ત્રણ વખત તેનો રંગ બદલે છે.

11 સૌ વર્ષ જૂનું મંદિર: આ ચમત્કારિક પ્રાચીન મંદિર 11 સૌ વર્ષ જૂનું છે. આ બધી વિશેષ બાબતો ઉપરાંત અહીં એક અન્ય વિશેષ બાબત એ છે કે અહીં સૂર્યનું સૌથી પહેલું કિરણ મહાલક્ષ્મીનાં ચરણોમાં પડે છે. અહીં માતા લક્ષ્મીના જે ત્રણ રંગ બદલાઈ છે તે કંઈક આ રીતે છે – સવારે મૂર્તિનો રંગ સફેદ હોય છે, બપોરે પીળો હોય છે અને સાંજે આ મૂર્તિનો રંગ આપમેળે વાદળી થઈ જાય છે.

શુક્રવારે આ મંદિરની મુલાકાત માટે ભક્તોની ખૂબ લાંબી લાઈન હોય છે. અહીંના લોકોનું માનવું છે કે જે લોકો 7 શુક્રવાર સુધી માતા લક્ષ્મીના દર્શન કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ચમત્કારિક મંદિરની પાસે એક આધારતાલ નામનું તળાવ છે. જેનું નિર્માણ રાણી દુર્ગાવતીના વિશેષ સેવાપતિ પ્રધાન દિવાન આધારસિંહે કર્યું હતું.

આપણે બધા જાણીએ છીએ કે દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી, આ પચમાઠા મંદિરમાં દિવાળીના દિવસે દેશભરમાંથી લોકો મહાલક્ષ્મીની પૂજા કરવા માટે આવે છે. દિવાળીની રાત્રે આ ચમત્કારિક મંદિરના દરવાજા સંપૂર્ણપણે ખોલવામાં આવે છે અને આખું મંદિર દીવાઓથી સજાવવામાં આવે છે. આ દ્રશ્ય એટલું મનમોહક અને આકર્ષક છે કે તે તમારી આંખોમાં કાયમ માટે સ્થિર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.