આ અભિનેત્રીઓની હાઈટ છે ઓછી પરંતુ એક્ટિંગમાં છે ઘણો દમ, જાણો કેટલી છે તેમની હાઈટ

બોલિવુડ

હંમેશાં જોવા મળે છે કે જે લોકોની હાઈટ ઓછી હોય છે તે લોકોની વચ્ચે મજાકનું પાત્ર બની જાય છે. જો નોકરી માટે અરજી કરવામાં આવે છે તો, તેમાં પણ સારી હાઈટ હોવી જરૂરી છે. ઓછી હાઈટ વાળા નોકરી માટે અરજી કરી શકતા નથી. જો આપણે મોડેલિંગ અને એક્ટિંગની દુનિયા વિશે વાત કરીએ, તો આ ઇન્ડસ્ટ્રીમાં સુંદરતા અને ફિગરની સાથે સારી હાઈટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને અભિનેત્રીઓ માટે આ મહત્વપૂર્ણ છે. ઘણી છોકરીઓ એવી છે કે જેમને ઓછી હાઈટને કારણે મોડેલિંગ અને ફિલ્મોની ઓફર મળતી નથી. ઓછી હાઈટ હોવાને કારણે તેમેને રિજેક્ટ કારવામાં આવે છે. પરંતુ આજે અમે તમને બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમણે સાબિત કરી દીધું છે કે સફળતા મેળવવા માટે હાઈટનો કોઈ અર્થ નથી. ભલે આ અભિનેત્રીઓની હાઈટ ઓછી છે, પરંતુ તેમની એક્ટિંગ ખૂબ જ સારી છે. તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.

આલિયા ભટ્ટ

બોલિવૂડની સૌથી ક્યૂટ અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટનું નામ પણ શામેલ છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોનું દિલ જીત્યું છે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટની હાઈટ 5 ફુટ 3 ઇંચ છે. તેણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ સાથે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. આ પછી, તેણે પાછળ વળીને જોયું નથી.

રાની મુખર્જી

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી રાણી મુખર્જી ટોપ એક્ટ્રેસમાં શામેલ છે. તે જેટલી સુંદર છે, તેટલી જ એક મહાન અભિનેત્રી પણ છે. રાની મુખર્જીની હાઈટ 5 ફૂટ 2 ઇંચ છે, પરંતુ એક્ટિંગની દુનિયામાં તેણે નોંધપાત્ર સફળતા મેળવી છે. તેને તેની ઓછી હાઈટ માટે ટીકા પણ મળી હતી પરંતુ તે નિરાશ ન થઈ અને તેમણે પોતાનું ધ્યાન કારકિર્દી પર કેન્દ્રિત કર્યું. એક્ટિંગથી તેણે બધાનું મોં બંધ કરી દીધું.

વિદ્યા બાલન

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક વિદ્યા બાલન પણ તેની એક્ટિંગ માટે ખૂબ પ્રખ્યાત છે. વિદ્યા બાલનને ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે. જણાવી દઈએ કે વિદ્યા બાલનની હાઈટ 5 ફૂટ 3 ઇંચ છે, તેમ જ તેમનું વજન પણ ઘણું વધારે છે, પરંતુ સફળતાની વચ્ચે, તેની ઓછી હાઈટ અને વધારે વજનની કોઈ અસર થઈ નહીં.વિદ્યા બાલનની ફિલ્મ સફર ઘણી સફળ રહી છે. તેમને એક નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

કાજોલ

કાજોલે તેની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે અને તેની સુંદર એક્ટિંગની લોકો પ્રશંસા પણ કરે છે. જણાવી દઈએ કે કાજોલની હાઈટ 5 ફુટ 4 ઇંચ છે.

શ્રદ્ધા કપૂર

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછા સમયમાં સારી ઓળખ બનાવનાર શ્રદ્ધા કપૂરને તો તમે ખૂબ જ સારી રીતે જાણો છો. તેણે આશિકી 2 માં કામ કર્યું છે અને તેની આ ફિલ્મને મોટી સફળતા મળી. શ્રદ્ધા કપૂરની હાઈટ 5 ફુટ 3 ઇંચ છે. ઓછી હાઈટ હોવા છતાં, પણ આજે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.