ખેડૂતે તેના ખેતરમાં ઉગાડ્યું તરબૂચ જેવડું લીંબૂ, તેની એક શિકંજી પીવાથી દૂર થા છે પથરી

Uncategorized

લીંબુ એક ઉપયોગી ચીજ છે. જો તેનું દરરોજ સેવન કરવામાં આવે તો ઘણી બિમારીઓથી છુટકારો મળી શકે છે. તમે બધાએ ઘણા પ્રકારના લીંબુ જોયા અને ખરીદ્યા હશે. પરંતુ આજે અમે તમને એક એવું અનોખું લીંબૂ બતાવવા જઈ રહ્યા છીએ, જેનો આકાર તડબૂચ જેટલો મોટો છે. આ લીંબુ હરિયાણાના કિશનગઢના ખેડૂત વિજેન્દ્ર થોરીએ તેના ખેતરમાં ઉગાડ્યું છે.

વિજેન્દ્ર થોરી એવો દાવો કરી રહ્યા છે કે તેના લીંબુનું વજન અઢીથી સાડા ત્રણ કિલો જેટલું છે. એટલું જ નહીં, હવે તેઓ જલ્દીથી ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું નામ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે. હિસારના આદમપુર મંડીના ગામ કિશનગઢમાં રહેતા વિજેન્દ્રએ તેના ખેતરમાં કિન્નુ, માલ્ટા, મોસમી અને લીંબુના છોડ રોપ્યા છે. તેની પાસે 7 એકર જમીન છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના ખેતરોમાં ઝાડ પર આવી રહેલા લીંબુ કદમાં ખૂબ મોટા છે. તેમના આકારની તુલના તરબૂચ સાથે પણ કરી શકાય છે. આ અનોખા અને મોટા લીંબુને જોવા માટે દૂર-દૂરથી લોકો વિજેન્દ્રના ખેતરમાં આવી રહ્યા છે.

જ્યારે તેણે ગામલોકોની સામે એક લીંબુ તોડીને વજન કાંટા પર મૂક્યું ત્યારે તેનું વજન 2 કિલો 464 ગ્રામ નીકળ્યું. આ પછી જ્યારે આટલા મોટા લીંબૂના સમાચાર આસપાસના વિસ્તારમાં ફેલાવા લાગ્યા ત્યારે લોકો અહીં આવીને તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા. ખેડૂત વિજેન્દ્ર કહે છે કે આવા લીંબુની જાત પહેલાં ક્યારેય જોઈ નથી. તે જાણતા નથી કે તે કઈ પ્રકારની જાત છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આવા લીંબુ ઇઝરાઇલમાં જોવા મળે છે.

જ્યારે લોકોને આ મોટા લીંબૂની જાણ થઈ ત્યારે તેને ખરીદવા માટે માત્ર ગામડાના લોકો જ નહિં પરંતુ શહેરના લોકો પણ આવવા લાગ્યા. ખેડૂત વિજેન્દ્રના કહેવા પ્રમાણે, જો તમે પહેલી વારમાં જ આ લીંબુનું શિંકજી પી લો છો તો પથ્થરીની બિમારીમાં રાહત મળે છે. તેમનો દાવો છે કે હવે તેમના ગામમાં એક પણ વ્યક્તિ પથ્થરીનો દર્દી નથી.

તેમાં કોઈ શંકા નથી કે આ લીંબુ ખરેખર સામાન્ય લીંબુ કરતા ઘણું મોટું છે. જો આવા લીંબુ દરેક જગ્યાએ મળવા લાગે તો મજા આવી જાય. આશા છે કે ભવિષ્યમાં આ લીંબુ સામાન્ય બની જાય અને દરેક જગ્યાએ મળવા લાગે. હાલમાં આ લીંબુના ભાવ વિશે કોઈ માહિતી નથી. શું તમે તેને ખરીદવા ઇચ્છો છો?

Leave a Reply

Your email address will not be published.