ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે શ્રાવણ મહિના દરમિયાન કરો આ કામ, શિવજીના આશીર્વાદથી મળશે સારો જીવનસાથી

ધાર્મિક

શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દરમિયાન ભોલેનાથની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. એવું માનવમાં આવે છે કે શ્રાવણ મહિના દરમિયાન શિવલિંગ પર જળ ચળાવવાથી અપરણિત લોકોના લગ્ન જલ્દી થઈ જાય છે અને સરળતાથી સાચો જીવનસાથી મળે છે. તેથી જે લોકો સાચો જીવનસાથી શોધી રહ્યા છે, તે શ્રાવણ મહિના દરમિયાન શિવજીની પૂજા જરૂર કરો. સાથે જ નીચે જણાવેલા ઉપાય જરૂર કરો. આ ઉપાય કરવાથી ઈચ્છિત જીવનસાથી જરૂર મળે છે.

પીળા વસ્ત્ર પહેરો: શ્રાવણ મહિનામાં તમે પીળા વસ્ત્રો પહેરો. આ રંગનાં વસ્ત્રો પહેરવાથી શિવ જલ્દી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત દરરોજ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો અને તેમને ગલગોટાના ફૂલની માળા ચળાવો.

કરો મંત્રના જાપ: શિવજી અને માતા ગૌરીની સાથે પૂજા કરો. પૂજા કરતી વખતે તમે ૐ ગૌરી શંકરાય નમઃ મંત્રના જાપ પણ જરૂર કરો. આ મંત્રના ઓછામાં ઓછા 108 વખત જાપ કરો. આ ઉપાય કરવાથી ઈચ્છિત જીવનસાથી તમને મળી જશે.

બિલિપત્ર ચળાવો: શિવજીને બિલિ પત્ર ખૂબ જ પ્રિય છે. તેથી તેમની પૂજા કરતી વખતે, તેમને બિલિ પત્ર જરૂર ચળાવો. આ ઉપાય હેઠળ 108 બિલિપત્ર લો અને દરેક બિલિપત્ર પર ચંદનથી રામ લખી દો. ત્યાર પછી એકે એક બિલિપત્ર લઈને શિવજીને ચળાવો. આ ઉપાય દર સોમવારે કરો. સાચા મનથી કરવાથી ટૂંક સમયમાં જ જીવનસાથી મળશે.

નાગકેસર ચળાવો: શિવની પૂજા કરતી વખતે તેમને નાગકેસર ચળાવો. સૌથી પહેલા શિવલિંગ પર જળ ચળાવો. ત્યાર પછી ઓછામાં ઓછા 11 નાગકેસર તેમના પર ચળાવો. પછી પાસે એક ઘીનો દીવો પ્રગટાવો અને શિવની આરતી કરો. આ ઉપાય કરતાની સાથે જ ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જશે.

શિવ ગૌરીની કથા વાંચો: જે કન્યાઓના લગ્ન થવામાં સમય લાગી રહ્યો છે. તે સોમવારે શિવજીની પૂજા કરતી વખતે શિવ-ગૌરી ની કથા જરૂર વાંચો. આ કથા વાંચ્યા પછી ગરીબ લોકોને મીઠાઈ પણ જરૂર ખવડાવો.

શણગારની ચીજો ચળાવો: ગૌરી માતાની પૂજા કરતી વખતે તેમને શણગારની ચીજો ચળાવો. સૌથી પહેલા શિવ અને ગૌરીની એક સાથે પૂજા કરો. ત્યાર પછી માતા ગૌરીને લાલ રંગના વસ્ત્રો ચળાવો. પછી શણગારની ચીજો ચળાવો અને સાચા મનથી સાચા જીવનસાથીની પૂજા કરો. આ ઉપાય કરવાથી એક વર્ષની અંદર જ જીવનસાથી મળી જશે.

રાખો સોમવારનું વ્રત: શ્રાવણ મહિના દરમિયાન દરેક સોમવારનું વ્રત રાખો અને ભોલેનાથની પૂજ કરો. માત્ર રાતના સમયે જ ફળ અને દૂધનું સેવન કરો. આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં લગ્ન થઈ જશે.