ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ માં સલમાન ખાન સાથે જોવા મળેલી ચુલબુલી બાળ કલાકાર આજે દેખાઈ છે કંઈક આવી, જુવો તસવીર.

બોલિવુડ

વર્ષ 1999 માં આવેલી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ માં, ઘણા પ્રખ્યાત અભિનેતા અને અભિનેત્રીઓ સાથે જોવા મળ્યા હતા. જેમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, કરિશ્મા કપૂર અને સોનાલી બેન્દ્રે જેવા નામ શામેલ છે. જો તમે પણ આ ફિલ્મ જોઇ છે, તો તમને આ ફિલ્મમાં જોવા મળેલી એક નાની છોકરી જરૂર યાદ હશે. જી હા, તે જ સુંદર નાની છોકરી જે સલમાનને મામા કહેતી હતી. તમને જણાવી દઈએ કે આ સુંદર બાળ કલાકારનું નામ ઝોયા અફરોઝ હતું, જે આજે 26 વર્ષની થઈ ગઈ છે. અને આજે ઝોયાની તસવીરો જોઈને તમે પણ કદાચ આશ્ચર્યચકિત થઈ જશો.

10 જાન્યુઆરી, 1994 ના રોજ જન્મેલી ઝોયા અફરોઝ વિશે વાત કરીએ તો તેનો જન્મ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો. ઘણી સિરિયલો, ફિલ્મો અને એડવર્ટાઇઝમેન્ટમાં દેખાઈ ચૂકેલી મોડેલ અને અભિનેત્રી ઝોયાએ તેની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. જે આજે ખૂબ આગળ વધી ગઈ છે. સાથે જ જણાવી દઈએ કે તેની ફિલ્મી કારકિર્દીમાં તેને તેના માતા-પિતાનો પૂરો સાથ મળ્યો.

બાળપણની વાત કરીએ તો, ઝોયા અરીસાની સામે એક્ટિંગ કરતી હતી. આટલું જ નહીં, ઘણી વખત તેના પિતા તેને મઝાકમાં નૌટંકી કહેતા હતા, જેના પર તે ક્યારેય શરમાતી ન હતી, પરંતુ તેની સામે એક્ટિંગ કરતી હતી. ત્યાર પછી તેને ઝોયાનો જુસ્સો સમજાયો અને તેમણે તેની ફિલ્મી કારકિર્દી પસંદ કરી.

અભિનેત્રીની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેણે સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, સલમાન ખાન અને અભિષેક બચ્ચન જેવા સ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે. અને તેમના આઈડલ્સ વિશે વાત કરવામાં આવે તો તે પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણના નામનો ઉલ્લેખ કરે છે. માત્ર 3 વર્ષની ઉંમરમાં ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર ઝોયાએ તાજેતરમા જ આવેલી હિમેશ રેશમિયાની ફિલ્મ એક્સપોઝ માં પણ કામ કર્યું હતું.

ઝોયાએ શરૂઆતના સમય વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે તે તેની માતા સાથે ઓડિશન આપવા જતી હતી. તેણે કહ્યું કે કેવી રીતે તેની માતાએ તેને ખૂબ સાથ આપ્યો. આ દરમિયાન ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ના ઓડિશન માટે પણ ઝોયા તેની માતા સાથે ગઈ હતી. બાળ કલાકાર તરીકે તે ‘હમ સાથ સાથ હૈ’, ‘જય માતા દી’, અને ‘સોનપરી’ જેવી સિરિયલોમાં જોવા મળી હતી.

બાળપણની સ્ટોરી કહેતા ઝોયાએ જણાવ્યું કે તે સમયે તેને તેના અભ્યાસની ચિંતા રહેતી હતી. પરંતુ તે પછી તેણે જણાવ્યું કે તે કેવી રીતે તેના અભ્યાસ અને કારકિર્દી વચ્ચે સંતુલન જાળવીને ચાલતી હતી. તે સવારે સ્કૂલ જતી હતી અને પછી ઘરે આવીને થોડો આરામ કરતી હતી અને પછી શૂટિંગ માટે જતી હતી.

ઝોયા આજે એક્ટિંગની દુનિયામાં ખૂબ જ જાણીતું નામ બનાવી ચુકી છે. અને આજે તેમના લાખો ચાહકો છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ તમે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પરના ચાહકોને જોઈને લગાવી શકો છો. અહીં ઝોયા તેના ચાહકોની ખૂબ નજીક છે અને તે તેની સુંદર તસવીરો શેર કરતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.