દેવાનો બોજ સમાપ્ત કરવા માટે અપનાવો લાલ કિતાબના આ ઉપાય, દેવું થશે દૂર અને ઘરમાં આવશે પૈસા જ પૈસા

ધાર્મિક

દરેકના જીવનમાં કોઈને કોઈ સમસ્યા જરૂર હોય છે. તેનો સામનો કરવા માટે લાલ કિતાબમાં ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અસરકાર સાબિત થઈ શકે છે. લાલ કિતાબનો આ ઉપાય તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે.

આ લાલ કિતાબમાં પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાનનો પણ ઉલ્લેખ જણાવવામાં આવ્યા છે. પૈસા મેળવવા માટે આ ઉપાય કરવાથી તમારી પૈસાની અછત દૂર થશે. ધન લાભ ઉપરાંત આ ઉપાય તમને ધંધામાં લાભ અને દેવાથી પણ છુટકારો અપાવે છે. તો ચાલો જાણીએ આ ઉપાય વિશે.

પહેલો ઉપાય: દેવું એક એવી ચીજ છે જેને ચુકવવાનો બોજ ખૂબ મોટો હોય છે. ઘણી વાર સ્થિતિ એવી ઉત્પન્ન થાય છે કે આપણે ઈચ્છીને પણ પોતાનું દેવું ચુકવી શકતા નથી. ઉપરથી દેવું પણ વધે છે. આવી સ્થિતિમાં તમે દરરોજ કાગડાને રોટલી ખવડાવો અથવા તેને દાણા નાખવાથી દેવાથી છૂટકારો મેળવી શકો છો. આ માટે તમે રાત્રે સૂતા પહેલા તમારા પલંગ નીચે એક વાસણમાં જવ ભરીને મૂકો. હવે બીજા દેવસે સવારે આ જવ પ્રાણીઓને ખવડાવો અથવા જરૂરિયાતમંદોને દાન કરો. આ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમને દેવાથી છુટકારો મળશે.

બીજો ઉપાય: જો ઘરમાં કોઈ વ્યક્તિની આવક ઓછી અથવા બંધ થઈ ગઈ છે, તો લાલ કિતાબનો આ ઉપાય તમારી મદદ કરી શકે છે. આ ઉપાય હેઠળ તમારે શુક્રવારે માતા લક્ષ્મીની સામે બેસીને કનકધારા સ્તોત્રના પાઠ કરવા જોઈએ. આ ઉપરાંત તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે તમારા કપાળ પર કેસરનું તિલક લગાવો. તેનાથી તમારું નસીબ ચમકશે અને તમને પૈસા મેળવવાની ઘણી નવી તક મળશે. આ રીતે તમારા ઘરની આવક વધવા લાગશે.

ત્રીજો ઉપાય: જો તમને તમારા બિઝનેસ અથવા ધંધામાં ફાયદો મળી રહ્યો નથી તો પણ લાલ પુષ્તક તમારી મદદ કરી શકે છે. આ માટે તમે શનિવારે વહેતા પાણીમાં અખરોટ અથવા નાળિયેર પ્રવાહિત કરો. આ ઉપરાંત ઘરના બધા સભ્યો જમીન પર બેસીને સાથે ભોજન કરો. આ કરવાથી પરિવારના બધા સભ્યો પ્રગતિ કરશે. અને દરેક ક્ષેત્રમાં ફાયદો મળશે.