હાથ વડે ખોરાક ખાવાના ફાયદાઓ જાણીને, તમે પણ કહેશો ચમચીને અલવિદા!

હેલ્થ

ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ ખૂબ જ ઝડપથી તેનો પગ ફેલાવી રહી છે. તેનું જ પરિણામ છે કે પહેલાના ભારત અને હાલના ભારત વચ્ચે ઘણો તફાવત છે. અહિં ખાવા-પીવા, પહેરવેશ અને જીવન જીવવાની સંસ્કૃતિઓમાં ઘણો ફેરફાર થયો છે. તેનું એક સૌથી મોટું ઉદાહરણ એ છે કે આજકાલ લોકો ચમચી વડે ખોરાક ખાય છે. આજના સમયમાં, જે લોકો હાથથી જમે છે તેને અસભ્ય માનવામાં આવે છે. જ્યારે તમે જાણતા હશો કે આપણા પૂર્વજો હાથથી જમતા હતા, અને રોગોથી દૂર રહીને ખૂબ જ સ્વસ્થ જીવન જીવતા હતા. આજના સમયમાં બધું બદલાઈ ગયું છે. જે લોકો ચમચી વડે ખોરાક ખાય છે તેને સભ્ય કહેવામાં આવે છે અને જે લોકો હાથથી ખોરાક ખાય છે તેને અસભ્ય કહેવામાં આવે છે. આજના સમયમાં ગામડાઓમાં પણ લોકો હાથથી ખાવવાનું ભૂલી રહ્યા છે, ત્યાં પણ, પશ્ચિમી સંસ્કૃતિ નિશ્ચિતપણે તેના મૂળિયા સ્થાપિત કરી ચૂકી છે. આજે પણ દક્ષિણ ભારતમાં લોકો હાથથી ખોરાક લે છે. આયુર્વેદમાં, હાથથી ખોરાક ખાવા અને તેનાથી થતા ફાયદાઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો આપણે જાણીએ કે હાથથી ખાવાના ફાયદા શું છે?

શરીરમાં પાંચ તત્વોનું સંતુલન બની રહે છે: દરેક માનવ શરીર પાંચ તત્વોથી બનેલું છે, આ પાંચ તત્વો અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વી છે. આ બધા તત્વો ‘જીવન ઉર્જા’ ના નામથી પણ ઓળખાય છે. આયુર્વેદ અનુસાર આ પાંચેય તત્વો માનવ હાથની આંગળીઓમાં હાજર છે. માનવ હાથની પાંચેય આંગળીઓ અલગ-અલગ તત્વોનું પ્રતીક છે. તેમાંથી, અંગૂઠો અગ્નિનું પ્રતીક છે, તર્જની આંગળી વાયુનું પ્રતીક છે, મધ્યમ આંગળી આકાશનું પ્રતીક છે, અનામિકા આંગળી એ પૃથ્વીનું પ્રતીક છે અને સૌથી નાની આંગળી જળનું પ્રતીક છે.
નિષ્ણાતોનું કહેવું છે કે જો શરીરમાં આ તત્વોનું અસંતુલન હોય તો લોકો બીમાર પડે છે, જ્યારે વ્યક્તિ હાથથી ખોરાક લે છે, તો શરીરમાં પાંચ તત્વોનું સંતુલન રહે છે. તેથી, હાથથી ખોરાક ખાવો ખૂબ ફાયદાકારક છે.

પાચન ક્રિયા યોગ્ય રહે છે: શરીરની ત્વચા એ પાંચ ઇન્દ્રિયોમાંની એક છે, જ્યારે પણ આપણે હાથ વડે કોઈ પણ ચીજને સ્પર્શ કરીએ છીએ, ત્યારે તેની જાણ તરત જ મગજને થાય છે. જ્યારે પણ આપણે હાથ વડે ખોરાક ખાઈએ છીએ ત્યારે હાથથી ખોરાકને સ્પર્શ કરતાની સાથે મગજને સૂચના મળે અને તે ખોરાકને પચાવવા માટે પેટને સૂચના આપે છે. પેટ ખોરાકને પચવા માટે તૈયાર થઈ જાય છે અને પાચક રસનો સ્ત્રાવ કરવા લાગે છે જેનાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે.

ઘણીવાર જે લોકો ચમચી વડે ખોરાક ખાય છે તેનું મોં બળી જાય છે, તેનું એક જ કારણ એ છે કે ચમચીથી ખોરાક ખાવાથી તે ખબર નથી પડતી કે ખોરાક કેટલો ગરમ છે. પરંતુ જ્યારે હાથથી ખોરાક ખાઈએ છીએ ત્યારે ખબર પડી જાય છે કે ખોરાક કેટલો ગરમ છે. અને આપણે તે પ્રમાણે ખોરાકને ખાઈએ છીએ જેના કારણે આપણું મોં પણ બળતું નથી.

5 thoughts on “હાથ વડે ખોરાક ખાવાના ફાયદાઓ જાણીને, તમે પણ કહેશો ચમચીને અલવિદા!

Leave a Reply

Your email address will not be published.