18 અંકના રહસ્ય સાથે જોડાયેલું હતું મહાભરતનું યુદ્ધ, યુદ્ધ આ દરમિયાન આ અંકનું હતું વિશેષ મહત્વ, જાણો શું છે આ રહસ્ય

ધાર્મિક

મહાભારત યુદ્ધ ભારતમાં લડવામાં આવેલા સૌથી મોટા યુદ્ધોમાંનું એક છે. આ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું અને આ યુદ્ધમાં પાંડવોને જીત મળી હતી. જ્યારે આ યુદ્ધ શરૂ થયું, ત્યારે કૌરવો ભારે લાગી રહ્યા હતા. કારણ કે કૌરવો પાસે મોટી સેના હતી અને તેઓ દિગ્ગઝ યોદ્ધા હતા. બીજી બાજુ પાંડવોની 7 અક્ષોહિની સેના હતી અને શ્રી કૃષ્ણજી તેમની સાથે હતા. જો કે, જ્યારે આ યુદ્ધ થયું ત્યારે પાંડવોએ સરળતાથી કૌરવોને હરાવી દીધા.

રહસ્યોથી ભરેલું છે મહાભારત યુદ્ધ: મહાભારત સાથે ઘણા રહસ્યો જોડાયેલા છે અને આ રહસ્યોમાંથી એક રહસ્ય અંક 18 નું છે. આ યુદ્ધમાં અંક 8 અને 18 ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે અને આ બંને અંકોનું રહસ્ય આજે પણ અકબંધ છે.

કૃષ્ણ અને 8 રહસ્ય: ભગવાન શ્રીકૃષ્ણજી સાથે 8 અંક ઘણી રીતે જોડાયેલો છે. ભગવાન કૃષ્ણનો જન્મ વિષ્ણુજીના 8 માં અવતાર તરીકે થયો છે અને 28 માં દ્વાપર મા થયો હતો. શ્રી કૃષ્ણ દેવકીના આઠમા સંતાન હતા અને તેમનો જન્મ કૃષ્ણ પક્ષની રાત્રે સાત મુહૂર્ત કાઢ્યા પછી આઠમા મુહૂર્તમાં થયો છે. તેનો જન્મ કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઇ.સ. પૂર્વે 3112 માં થયો હતો. શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં કુલ આઠ લગ્ન કર્યા હતા અને તેમની પત્નીઓની સંખ્યા આઠ હતી. આટલું જ નહિં ઈતિહાસ મુજબ શ્રી કૃષ્ણજીની સખીઓની સંખ્યા પણ આઠ હતી અને તેમના સખા પણ 8 જ રહ્યા હતા. એટલે કે 8 અંક સાથે ભગવાન કૃષ્ણજીનો ઉંડો સંબંધ છે.

મહાભારત અને 18 અંકનું રહસ્ય: મહાભારત સાથે 18 અંક વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે મહાભારત દરમિયાન બનેલી ઘટનાઓમાં આ અંક જરૂર આવે છે. મહાભારત દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. જે 18 દિવસ સુધી ચાલ્યું હતું. ગીતાના પુસ્તકમાં અધ્યાયોની કુલ સંખ્યા 18 જ છે. મહાભારતનું યુદ્ધ 22 નવેમ્બર 3067 ઈ.સ. પૂર્વે પર થયું હતું અને આ યુદ્ધ કુલ 18 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં, કૌરવો અને પાંડવોની સેનામાં કુલ 18 અક્ષોહિની સેના હતી. જેમાંથી કૌરવોની 11 અને પાંડવોની 7 અક્ષોહિની સેના હતી. આ યુદ્ધના પ્રમુખ સૂત્રધાર પણ 18 હતા. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી, આ યુદ્ધમાં માત્ર 18 યોદ્ધાઓ જ જીવિત બચ્યા હતા. મહાભારત ઋષિ વેદ વ્યાસે લખ્યું છે અને તેમણે કુલ 18 પુરાણોની રચના કરી છે.

મહાભારત યુદ્ધ સાથે જોડાયેલી અન્ય માહિતી: એવું માનવામાં આવે છે કે આ યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ 55-56 વર્ષનાં હતાં. આર્યભટ્ટ અનુસાર આ યુદ્ધ 3137 ઈ.સ. પૂર્વેમાં થયું હતું. કળિયુગની શરૂઆત કૃષ્ણના મૃત્યુના 35 વર્ષ પછી થઈ. મહાભારત યુદ્ધ જીત્યા પછી પાંડવોનું શાસન તેમને પરત મળ્યું હતું. આ બધા સ્વર્ગની મુસાફરી પર નિકળી ગયા હતા. પરંતુ સ્વર્ગ સુધિ માત્ર યુધિષ્ઠિર જ પહોંચી શક્યા હતા. ભગવાન કૃષ્ણજીની નિતિઓને કારણે જ પાંદવ આ યુદ્ધ જીતી શક્યા હતા.