બચ્ચન પરિવારની દિવાળી આ વખતે રહેશે ફિક્કી, જાણો શું છે તેની પાછળનું કારણ

બોલિવુડ

વર્ષ 2020 માં લોકોએ ઘણું બધું સહન કર્યું છે. આ વર્ષ લગભગ દરેક માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે. આ વર્ષે કોરોના રોગચાળાને પકારણે પૈસા અને જીવન બંનેનું નુકસાન થયું છે. ઘણા લોકો એવા છે કે જેમણે આ વર્ષે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ તેનાથી દૂર રહી નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના પરિવારમાં પણ અનેક મોત થયા છે. આવી સ્થિતિમાં બચ્ચન પરિવારે પણ તેમના પરિવારનો એક ખાસ સભ્ય ગુમાવ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે દિવાળીનો તહેવાર 14 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. બચ્ચન પરિવાર દર વર્ષે આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે. ઘરમાં દિવાળીની એક શાનદાર પાર્ટી પણ રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે બચ્ચન પરિવારની દિવાળી ફિક્કી રહેવાની છે. તેના ઘરે કોઈ સેલિબ્રેશન નહીં થાય. આ વાતનો ખુલાસો ખુદ બચ્ચન પરિવારના સભ્ય અભિષેક બચ્ચને કર્યો છે.

ખરેખર અભિષેક બચ્ચને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યું છે. તેમાં તેણે જણાવ્યું હતું કે આ વર્ષે તેમના ઘરે દિવાળીનું સેલિબ્રેશન નહિં થાય. તેના ઘરે એક મોત નીપજ્યું છે, જેના કારણે ઘરે પાર્ટી કેવી રીતે રાખી શકાય. ખરેખર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદા બચ્ચનની સાસુ રિતુ નંદાનું અવસાન થયું છે. તે હવે આ દુનિયામાં રહ્યા નથી.

અભિષેકે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે – આ વર્ષે અમારા પરિવારમાં મોત નીપજ્યું છે. મારી બહેન શ્વેતાની સાસુ હવે આ દુનિયામાં રહ્યા નથી. હવે આવા સમયે પાર્ટીનું આયોજન કોણ કરે? આખી દુનિયા આ સમયે મોટી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહી છે. આપણે વધુને વધુ સાવચેત રહેવાની જરૂર છે. વધુમાં વધુ સોશિયલ ડિસ્ટંસ રાખવું એ જ એક માત્ર વિકલ્પ છે. જોકે તેમાં પણ કોઇ ગેરેંટી નથી કે તમે ચેપથી બચી શકો. તેથી, દિવાળી પાર્ટી અને અન્ય સામાજિક પ્રસંગો ન રાખવા જોઈએ.

કામની વાત કરીએ તો અભિષેક ટૂંક સમયમાં નેટફ્લિક્સની લુડો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 12 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં અભિષેક ઉપરાંત રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં હશે.

Leave a Reply

Your email address will not be published.