બોલીવુડની આ 5 અભિનેત્રીઓની ઉંમર છે 50 વર્ષ કરતા વધુ, પરંતુ આજે પણ સુંદરતા અને ફિટનેસમાં છે સૌથી આગળ

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની ઉંમર 50 વર્ષથી વધુ થઈ ચુકી છે, પરંતુ આજે પણ આ અભિનેત્રીઓ નવી-નવી અભિનેત્રીને ટક્કર આપે છે. આ અભિનેત્રીઓ કોઈ પણ કંડીશનમાં પોતાની ફિટનેસ માટે જરૂરી યોગને બિલકુલ છોડતી થઈ. તેમને જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવી શકાતો નથી. આ અભિનેત્રી પાસે ખૂબ પૈસા હોવા છતા પણ બહારનું ખાવાથી દૂર રહે છે. દરરોજ પોતાના ડાયટનું પણ ખૂબ ધ્યાન રાખે છે.

માધુરી દિક્ષીત: બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે તાજેતરમાં જ તેનો 53 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તે આ ઉંમરમાં પણ તે ખૂબ યંગ લાગે છે. આજે પણ માધુરીની આ સુંદરતા પાછળ તેમનો ફિટનેસ પ્લાન છુપાયેલો છે. માધુરી પોતાની ફિટનેસનો ક્રેડિટ યોગ અને તેના ખાસ ડાયટને આપે છે.

રેખા: બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી તરીકે જાણીતી અભિનેત્રી રેખા તેની સુંદરતા માટે જાણીતી છે. આજે પણ જો તે કોઈ એવોર્ડ ફંક્શનનો ભાગ બને છે, તો તેની સુંદરતાની ચર્ચા થાય છે. રેખા પોતાને ફીટ રાખવા માટે રોજ યોગ કરે છે. આ અભિનેત્રીનું માનવું છે કે રોજ યોગ કરવાથી માનસિક અને શારીરિક શક્તિ મળે છે. તે 66 વર્ષની છે. તેના ચહેરાની ચમક આજની બોલિવૂડ અભિનેત્રીઓને માત આપી રહી છે. રેખા ભલે ગમે તેટલી વ્યસ્ત કેમ ન હોય, તે યોગ કરવાનું ભૂલતી નથી.

સંગીતા બિજલાની: સંગીતા બિજલાની એક સમયે ભાઈજાન સલમાન ખાનની ગર્લફ્રેન્ડ હતી. સંગીતા બિજલાની તેની સુંદરતાની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. આ સુંદરતાનું રાજ દરરોજ યોગ અને એક્સરસાઈઝ છે. સંગીતા બિજલાની પણ 60 વર્ષની છે. સંગીતા ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો સાથે વર્કઆઉટ્સ અને યોગની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

તબ્બુ: તબ્બુ હજી બોલિવૂડમાં આજે પણ એક્ટિવ છે, તેના સમયની ઘણી અભિનેત્રીઓ ઘર વસાવીને ખૂબ દૂર થઈ ગઈ છે. તબ્બુને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તે પણ 50 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રી દરરોજ યોગ કરે છે. તે આજે પણ ખૂબ જ સેક્સી લાગે છે. ઘણીવાર ઈન્ટરનેટ પર પોતાના યોગની તસવીરો શેર કરતી રહે છે.

ભાગ્યશ્રી: ભાગ્યશ્રી સલમાન ખાન સાથે જોવા મળી હતી. ભાગ્યશ્રી 52 વર્ષની થઈ ગઈ છે. પરંતુ તેનો ચહેરો જોઈને આ વાતનો અંદાજ લગાવી શકાતો નથી. તેની આ સુંદરતાનું રાજ બીજું કંઈ નહિં પરંતુ ડેયલી એક્સરસાઈઝ છે. ભાગ્યશ્રી યોગ અને ડેડિકેટેડ જિમની સાથે રૈટ સ્ટૈમિના બિલ્ડિંગ એક્સરસાઈઝ પણ ફોલો કરે છે.