અક્ષયના પુત્રની ઉંમરની છે આ 8 અભિનેત્રીઓ ફિલ્મોમાં તેની સાથે કરે છે ખૂબ રોમાંસ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડમાં અક્ષય કુમારની ગણતરી સૌથી મોટા સ્ટાર્સમાં કરવામાં આવે છે. અક્ષય કુમારે આ ઈન્ડસ્ટ્રીને 30 વર્ષ આપ્યા છે. અક્ષય કુમારે 1991 માં આવેલી ફિલ્મ ‘સૌગંધ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમની પહેલી ફિલ્મમાં તેની અભિનેત્રી શાંતિપ્રિયા હતી. આ સાથે અક્ષયે તેની લાંબી કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. આ અભિનેત્રીઓમાં કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે કે જ્યારે અક્ષય ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેનો જન્મ પણ થયો ન હતો. આ લિસ્ટમાં કબીર સિંહની કિયારા અડવાણીથી લઈને સૈફ અલી ખાનની પુત્રી સારા અને અન્ય ઘણી અભિનેત્રીઓ શામેલ છે.

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ અતરંગી રેમાં જોવા મળશે. ફિલ્મ ‘અતરંગી રે’ માં 53 વર્ષના થઈ ચુકેલા અક્ષય 25 વર્ષની સારા સાથે રોમાંસ કરતા જોવા મળશે. જ્યારે અક્ષયે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, ત્યારે સારા અલી ખાનનો જન્મ પણ થયો ન હતો.

અક્ષર કુમારની સાથે ફિલ્મ સિંઘ ઇઝ બ્લિંગમાં એમી જેક્સન જોવા મળી હતી. આ પછી, બંનેએ 2.0 માં પણ સાથે કામ કર્યું. અક્ષય કુમારે ડેબ્યૂ કર્યુ હતું ત્યારે એમી જેક્સન પણ દુનિયામાં આવી ન હતી.

કિયારા અડવાણી પણ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘લક્ષ્મી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષયે કિયારાના પતિનું સુંદર પાત્ર નિભાવ્યું હતું. જણાવી દઈએ કે અક્ષયે પહેલી ફિલ્મ કરી હતી તે સમયે કિયારાનો જન્મ પણ થયો ન હતો. 1992 માં કિયારા અડવાણીનો જન્મ થયો હતો.

સાઉથની સુંદર અભિનેત્રી અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘એન્ટરટેઇનમેન્ટ’ માં જોવા મળી હતી. 1991 માં અક્ષયના ડેબ્યૂ સમયે તમન્ના માત્ર 1 વર્ષની હતી.

ભૂમિ પેડનેકરે પણ અક્ષય કુમાર સાથે કામ કર્યું છે. આ બંને ફિલ્મા ‘ટોઇલેટ એક પ્રેમકથા’ માં જોવા મળ્યા હતા. અક્ષયના ડેબ્યૂ સમયે ભૂમિ માત્ર 2 વર્ષની હતી.

કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન પણ અક્ષય કુમાર સાથે એક ફિલ્મ ગબ્બર ઇઝ બેકમાં જોવા મળી હતી. અક્ષયના ડેબ્યૂ સમયે એટલે કે 1991 માં શ્રુતિ હાસન માત્ર 5 વર્ષની હતી.

અક્ષય કુમાર સાથે જેકલીન ફર્નાન્ડીઝે ફિલ્મ હાઉસફુલ 3 અને બ્રધર્સમાં સાથે કામ કર્યું હતું. અક્ષયના ડેબ્યૂ સમયે જેકલીન માત્ર 5 વર્ષની હતી.

રાધિકા આપ્ટે પણ અભિનેતા અક્ષય કુમાર સાથે સુંદર ફિલ્મ પેડમેનમાં જોવા મળી ચુકી છે. અક્ષય કુમારના ડેબ્યૂ સમયે રાધિકા આપ્ટે માત્ર 6 વર્ષની હતી.

અક્ષય અને વાણી કપૂરની જોડી પણ જોવા જઈ રહ્યા છીએ. આ બંને પહેલીવાર ‘બેલ બોટમ’માં સાથે જોવા મળશે. આ બંનેની જોડીને જોવા માટે તેમના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વર્ષ 1991 માં વાનીની ઉંમર માત્ર 3 વર્ષની હતી.

ઇલિયાના ડિક્રુઝે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘રુસ્તમ’ માં કામ કર્યું છે. 30 વર્ષ પહેલા અક્ષયે જ્યારે ડેબ્યૂ કર્યું હતું, તે સમયે ઇલિયાના માત્ર 4 વર્ષની હતી.

અક્ષય કુમાર સાથે સોનાક્ષી સિંહા પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેણે અક્ષય સાથે રાઉડી રાઠોડ, મિશન મંગલ, હોલીડે, જોકર ઔર બોસ ફિલ્મમાં કામ કર્યું છે. અક્ષય કુમારની પહેલી ફિલ્મના સમયે સોનાક્ષી માત્ર 3 વર્ષની હતી.

હાઉસફુલ 4 માં અક્ષય કુમાર સાથે કૃતિ સનન જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય અભિનેત્રી કૃતિ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. કૃતિનો જન્મ વર્ષ 1990 માં થયો હતો. અક્ષયે જ્યારે ડેબ્યૂ કર્યું ત્યારે કૃતિ માત્ર 1 વર્ષની હતી.