દેવી માતાના આ અનોખા મંદિરમાં ઈચ્છા પૂર્ણ થયા પછી ચળાવવામાં આવે છે પત્થર, જાણો કારણ

ધાર્મિક

છત્તીસગઢમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં માતાની પૂજા કરતી વખતે તેમને ફૂલોને બદલે પત્થરો ચળાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાને પત્થરો ચળાવવાથી તે દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. આ મંદિરનું નામ વનદેવી મંદિર છે. જે બિલાસપુર શહેર નજીક ખમતકાઇમાં આવેલું છે. આ મંદિરને ‘માઁ જગત જનની મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ અહીં માતાની પૂજા કરતી વખતે જો તેમને પત્થરનો ભોગ લગાવવામાં આવે તો માતા ભક્તો પર મહેરબાન રહે છે.

આ જ કારણ છે કે વનદેવી મંદિરમાં આવતા ભક્તો માતાને કાંકરા અને પથ્થરો ચળાવીને તેમની પૂજા કરે છે. આ મંદિરમાં માતાની જે મૂર્તિ રાખવામાં આવી છે તેને વનદેવી કહેવામાં આવે છે. અહીંના પુજારીનું કહેવું છે કે માતાને પત્થરો ચળાવવાની પરંપરા સદીઓથી અહીં ચાલી આવી રહી છે અને આ પરંપરા આજે પણ ચાલુ છે.

સ્થાનિક લોકો કહે છે કે નાળિયેર, ફૂલો, પૂજા સામગ્રીનો ચળાવો માતાને પસંદ નથી. અહીંના લોકો પોતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે માતાને પત્થરોનો ભોગ લગાવે છે. ખેતરોમાં મળતા ગોટા પત્થરો જ દેવી માતાને ચળાવવામાં આવે છે. કારણ કે માતાને આ પત્થરો ખૂબ પસંદ છે. આ પથ્થર ઉપરાંત કોઈ અન્ય પત્થર માતાને ચળાવવામાં આવતા નથી. ભક્તો અહીં 5 ગોટા પથ્થરો લઈને જાય છે અને માતાને ચળાવે છે. પત્થર ચળાવતી અખતે જે ઈચ્છા માતા પાસે માંગવામાં આવે છે માતા તેને પૂર્ણ કરે છે.

મંદિરના પૂજારી અશ્વની તિવારીએ કહ્યું કે છત્તીસગઢમાં આ પથ્થરને ચમરગોટા કહેવામાં આવે છે. બસ આ જ પત્થર ચળાવા તરીકે ચળાવવામાં આવે છે. ઈચ્છા પૂર્ણ કરવા માટે ભક્તો દૂર-દૂરથી અહીં આવે છે. અહીં તેમની ઈચ્છા પૂર્ણ પણ થાય છે. માતાનું આ મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અને મંદિરની આજુબાજુ ઘણા બધાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે અન્ય રાજ્યોના લોકો પણ આવે છે. સમયાંતરે આ મંદિરમાં વિશેષ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. અહીંના સ્થાનિકો લોકોની આ મંદિરમાં ખૂબ શ્રદ્ધા છે. ગામની ઘણી મહિલાઓ તો દરરોજ આ મંદિરમાં આવીને માતાની પૂજા કરે છે અને તેમને પત્થર ચળાવે છે.

કોણ છે વનદેવી: દેશના અન્ય રાજ્યોમાં પણ વન દેવીના મંદિરો આવેલા છે. એવું માનવામાં આવે છે કે વન દેવી જંગલોની રક્ષા કરે છે અને જો ખેડુતો તેમની પૂજા કરે તો તેમના પાક સારી રીતે ઉગે છે.