1500 કિલો સોનાથી બનેલું છે માતા લક્ષ્મીનું આ મંદિર, અહિં સ્થાપિત છે માતા લક્ષ્મીની સોનાની મૂર્તિ

ધાર્મિક

શ્રીપુરમ મંદિર માતા લક્ષ્મીને સમર્પિત છે અને આ મંદિર સો એકરમાં ફેલાયેલું છે. આ મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને માતાની પૂજા કરે છે. આ મંદિર તમિલનાડુ રાજ્યમાં છે અને કાંચીપુરમથી લગભગ 70 કિલોમીટર દૂર વેલ્લોર શહેરમાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતા લક્ષ્મીનો અભિષેક કરવામાં આવે છે. સાથે જ દર વર્ષે દિવાળી દરમિયાન આ મંદિરમાં 32 હજાર દીવા પ્રગટાવવામાં આવે છે.

ખૂબ જ વિશેષ છે આ શ્રીપુરમ મંદિર: શ્રીપુરમ મંદિર ખૂબ જ વિશેષ મંદિર છે કારણ કે તે ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જે સોનાથી બનેલું છે અને આ મંદિરમાં 1500 કિલો સોનું છે, જે એકદમ શુદ્ધ સોનું છે. આ મંદિરમાં માતા લક્ષ્મીની બે મૂર્તિઓ રાખવામાં આવી છે. જેમાંથી એક મૂર્તિ 72 કિલો સોનાની બનેલી છે અને આ મૂર્તિ જે સિંહાસન પર બિરાજમાન છે તે સિંહાસન ચાંદીનું બનેલું છે. જ્યારે માતા લક્ષ્મીની બીજી મૂર્તિ કાળા પથ્થરથી બનેલી છે અને આ મૂર્તિ પાંચ ફૂટ ઉંચી હોવાનું કહેવાય છે.

કરવામાં આવે છે જલાભિષેક: આ મંદિરમાં દરરોજ માતા લક્ષ્મીનો જલાભિષેક કરવામાં આવે છે અને જલાભિષેકનું જળ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ ઉપરાંત દિવાળીના દિવસે આ મંદિરમાં વિશેષ યજ્ઞ કરવામાં આવે છે, જે 11 કલાક સુધી ચાલે છે અને યજ્ઞ પૂર્ણ થયા પછી માતાની મહા આરતી કરવામાં આવે છે અને આ આરતીનો ભાગ બનવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે.

દરરોજ આવે છે હજારોની સંખ્યામાં ભક્તો: મંદિરના પુજારી અનુસાર, આ મંદિરમાં દરરોજ 20 હજારથી વધુ લોકો આવે છે અને આ સંખ્યા દીવાળી દરમિયાન વધી જાય છે. દિવાળી દરમિયાન આ મંદિરમાં અનેક વિશેષ પ્રકારની પૂજાઓનું આયોજન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દિવાળીના દિવસે ભક્તો આ મંદિરમાં આવે છે અને ઘીનો દીવો પ્રગટાવે છે. એવું માનવામાં આવે છે કે ઘીનો દીવો પ્રગટાવવાથી માતા ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. શ્રીપુરમ મંદિરમાં શ્રીસૂક્ત પાઠ જે માતા લક્ષ્મીના પાઠ છે તે સતત થતા રહે છે.

એકદમ વચ્ચે આવેલું છે શ્રીપુરમ મંદિર: સો એકરમાં ફેલાયેલું શ્રીપુરમ મંદિર, મંદિર પરિસરની એકદમ વચ્ચે આવેલું છે અને આ મંદિરની આજુબાજુ બગીચા બનાવવામાં આવ્યા છે. રાતના સમયે આ મંદિર ખૂબ જ સુંદર લાગે છે અને આ મંદિરનું સોનુ તેજસ્વી રીતે ચમકતું હોય છે. આ મંદિરમાં આવતા ભક્તોએ ડ્રેસ કોડનું પાલન કરવું પડે છે. આ મંદિરમાં આવતા ભક્તોને સંપૂર્ણ ઢંકાયેલા કપડા પહેરીને આવવું પડે છે. લુંગી, શોર્ટ્સ, નાઈટી પહેરીને આવતા લોકોને લોકોને મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી નથી.

4 વાગ્યે ખુલે છે શ્રીપુરમ મંદિર: શ્રીપુરમ મંદિર સવારે 4 વાગ્યે ખુલે છે અને દરરોજ સવારના 4 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી માતાનો અભિષેક કરવામાં આવે છે. આ મંદિર રાત્રે આઠ વાગ્યા પછી બંધ કરવામાં આવે છે.