શું લગ્નના બંધનમાં બંધાઈ ગઈ તેજસ્વી પ્રકાશ? લાલ આઉટફિટમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર, જાણો શું છે સત્ય

બોલિવુડ

ટીવીની દુનિયાના સૌથી પ્રખ્યાત શો ‘બિગ બોસ-15’ની ટ્રોફી પોતાના નામે કરનાર પ્રખ્યાત અભિનેત્રી તેજસ્વી પ્રકાશ અવારનવાર ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન તેજસ્વી પ્રકાશની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તે દુલ્હન ના લુકમાં જોવા મળી રહી છે.

લાલ આઉટફિટમાં તેજસ્વી પ્રકાશ ખૂબ જ સુંદર લાગી રહી છે, સાથે જ ચાહકો પણ તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. જોકે તેને દુલ્હનના આઉટફિટમાં જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું તેજસ્વી પ્રકાશ લગ્ન કરવા જઈ રહી છે. તો ચાલો જાણીએ આ સમાચારનું સત્ય?

ખરેખર, તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં પોતાના આગામી શો ‘નાગિન-6’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં સીરિયલમાં તે લગ્ન કરતા જોવા મળશે. આ જ કારણ છે કે તેણે દુલ્હનનો લૂક અપનાવ્યો છે. આ સીરિયલમાં તે નાગીનના પાત્રમાં જોવા મળશે. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં તમે જોઈ શકો છો કે તે લાલ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. લાઇટ મેકઅપ, માંગ ટીકા અને ડાર્ક લિપસ્ટિક તેના લુકને કંપ્લીટ કરી રહી છે.

સાથે જ વાત કરીએ તેની હેરસ્ટાઈલ વિશે તો તેણે પોતાના વાળનું બન બનાવીને ગજરો લગાવ્યો છે જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર તેજસ્વી પ્રકાશની આ તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને ચાહકો કમેન્ટ કરીને પોતાના રિએક્શન વ્યક્ત કરી રહ્યા છે.

વાત કરીએ તેજસ્વી પ્રકાશના અંગત જીવન વિશે તો આ દિવસોમાં તે બિગ બોસના સ્પર્ધક રહેલા કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે આ શોમાં જ આ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને ધીમે ધીમે તેમનો પ્રેમ ખીલ્યો. શો ની અંદર પણ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશનું અફેર ખૂબ ચર્ચામાં રહ્યું હતું અને દરેક આ જોડીને લગ્નના બંધનમાં જોવા ઈચ્છે છે. અવારનવાર આ કપલ એકબીજા સાથે જોવા મળે છે, સાથે જ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પણ ખૂબ વાયરલ થાય છે.

જણાવી દઈએ કે તાજેતરમાં જ કરણ કુન્દ્રાના પિતાએ બંનેના લગ્નને લઈને નિવેદન આપ્યું હતું. કરણ કુન્દ્રાના માતા-પિતાને પૂછવામાં આવ્યું કે તમે કરણ અને તેજસ્વીના સંબંધોને મંજૂરી આપી દીધી છે, હવે તેઓ ક્યારે લગ્ન કરી રહ્યા છે? તેના જવાબમાં કરણ કુન્દ્રાના માતા-પિતાએ કહ્યું કે, “જો થઈ ગયું તો જલ્દી લગ્ન કરી લેશે.”

જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ ટીવીની દુનિયાની પ્રખ્યાત અભિનેત્રી છે જેમણે ઘણી પ્રખ્યાત સીરિયલ્સમાં કામ કર્યું છે જેમાં ‘સ્વરાગિની’, ‘પહેરેદાર પિયા કી’, ‘રિશ્તા લિખેંગે હમ નયા’, ‘સિલસિલા બદલતે રિશ્તો કા’, ‘કર્ણ સંગિની’, ‘થપકી પ્યાર કી’, ‘મધુબાલા’, ‘એક ઇશ્ક હૈ’ જેવી ઘણી સુપરહિટ સિરિયલ શામેલ છે.