BCCIએ ભારતીય ટીમના હોળી સેલિબ્રેશનનો પૂરો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પહેલા ખેલાડીઓએ સેલિબ્રેશનના અમુક ભાગનો વીડિયો શેર કર્યો હતો, જેમાં વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. બીસીસીઆઈએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં હોળીનું સેલિબ્રેશન હોટલથી શરૂ થાય છે. કેપ્ટન રોહિત શર્મા સપોર્ટ સ્ટાફના સભ્યોને રંગો લગાવીને હોળી રમવાની શરૂઆત કરે છે. ત્યાર પછી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત ટીમના તમામ ખેલાડીઓને રંગ લગાવે છે.
Colours, smiles & more! 🥳 ☺️
Do not miss #TeamIndia’s Holi celebration in Ahmedabad 🎨 pic.twitter.com/jOAKsxayBA
— BCCI (@BCCI) March 8, 2023
ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો પણ રોહિતને રંગ લગાવે છે. ટીમનું હોટલથી શરૂ થયેલું સેલિબ્રેશન બસ સુધી પહોંચે છે. અહીં તમામ ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરે છે. જો કે, રંગો લાગાવતી વખતે, ખેલાડીઓ એકબીજાની આંખ અને કાનનું પણ ધ્યાન રાખે છે. વીડિયોમાં એક સપોર્ટ સ્ટાફ રોહિત શર્માને આંખ બંધ કરવાનું કહેતા સાંભળી શકાય છે. રોહિત આંખ બંધ કરે છે પછી તેના પર ગુલાલ ફેંકવામાં આવે છે.
ખેલાડીઓએ શેર કર્યો હતો વીડિયો: બીસીસીઆઈ પહેલા શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલીએ હોળી સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં પણ તમામ ખેલાડીઓ ખૂબ હોળી રમતા જોવા મળી રહ્યા હતા. ભારતની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ પણ પોતપોતાની ફ્રેન્ચાઈઝીના વિદેશી ખેલાડીઓ સાથે હોળીનો તહેવાર ઉજવ્યો હતો. તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ભારતીય ટીમ ગુરુવારથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમશે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝની આ છેલ્લી મેચ હશે. ભારત સીરીઝમાં 2-1થી આગળ છે અને ચોથી મેચ જીતીને ભારતીય ટીમ સીરીઝ પોતાના નામે કરવાની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા ઈચ્છશે.