રાંચીમાં 27 જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 મેચ ને લઈને ઉત્સાહ ચરમ પર છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ 25 જાન્યુઆરીની સાંજે રાંચી પહોંચી ચુકી છે. બંને ટીમો માટે ફાઈવ સ્ટાર હોટેલ રેડિસન બ્લુમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 25 જાન્યુઆરીએ ટીમ ઈન્ડિયાને મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ઘરે ડિનર પાર્ટી આપી હતી. આ ડિનર પાર્ટીમાં કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આખી ટીમ ધોનીના ઘરે પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રે 9 વાગ્યે આખી ટીમ ઈન્ડિયા ધોનીના ઘરે પહોંચી હતી. જ્યાં ધોની અને તેના પરિવારે ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીની પસંદ મુજબ માહીએ ડિનરની વ્યવસ્થા કરી હતી. આ તક પર ધોનીના રાંચીના કેટલાક નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ડિનર પાર્ટી દરમિયાન ધોનીએ 27 જાન્યુઆરીએ યોજાનારી મેચને લઈને ટીમ ઈન્ડિયાને ઘણી ટિપ્સ આપી છે. તમને જણાવી દઈએ કે માહી જેએસસીએની પિચને સારી રીતે જાણે છે અને ઓળખે છે.
છેલ્લી વખત પણ ઓક્ટોબરમાં જ્યારે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સાથે વનડે મેચ રમવા માટે રાંચી પહોંચી હતી. ત્યારે પણ ધોનીએ ટીમ ઈન્ડિયાને પાર્ટી આપી હતી. તમને જણાવી દઈએ કે નિવૃત્તિ પછી પણ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે ખૂબ સારો બોન્ડિંગ છે અને કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે તેમની મિત્રતા જગ જાહેર છે.
26 જાન્યુઆરીએ ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમ JSCA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે. આ ઉપરાંત બંને ટીમો દ્વારા પ્રેસ ટોકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બંને ટીમો તરફથી કોઈપણ ખેલાડી કે પછી કોચ અથવા સ્ટાફ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. સૌથી પહેલા ન્યુઝીલેન્ડની ટીમ બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરશે. ત્યાર પછી ટીમ ઈન્ડિયા સાંજે 5 વાગ્યા પછી પ્રેક્ટિસ કરવા JSCA સ્ટેડિયમ પહોંચશે.
T20 સીરીઝની પહેલી મેચ 27 જાન્યુઆરી એ રાંચીમાં આવેલા JSCA સ્ટેડિયમ કોમ્પ્લેસમાં રમવામાં આવશે. આ મેચમાં ટોસ માટે બંને ટીમના કેપ્ટન સાંજે 7 વાગ્યે મેદાનમાં આવશે. સાથે જ મેચનો ઉત્સાહ અદધા કલાક પછી એટલે કે 7:30 વાગ્યે શરૂ થશે.