પાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

પ્રેમમાં વ્યક્તિ બધું જ ભૂલી જાય છે. પછી તે છોકરો હોય કે છોકરી, સામાન્ય માણસ હોય કે કોઈ ખાસ. પ્રેમ દરેકને થાય છે અને દરેક વ્યક્તિ પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે કંઈકને કંઈક કરે છે. પોતાના પાર્ટનરને એક અલગ અહેસાસ આપવા માટે, ઘણા કલાકારોએ ટેટૂની મદદ લીધી. ઘણા સ્ટાર્સે પોતાના પ્રેમની નિશાની માટે પોતાના શરીર પર ટેટૂ કરાવ્યા.

જો કે, હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેમનો સંબંધ તૂટી ગયો અને ટેટૂ ત્યાં જ રહી ગયું. પાર્ટનર છોડીને ચાલ્યા ગયા અને તેમની નિશાની રહી ગઈ. પરંતુ પછી તેમણે ટેટૂ દૂર કરાવ્યું. તો ચાલો આજે તમને નાના અને મોટા પડદાના કેટલાક એવા જ સ્ટાર્સ વિશે જણાવીએ.

એમી જેક્સન: બોલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી એમી જેક્સનનું અફેર એક સમયે અભિનેતા પ્રતિક બબ્બર સાથે રહ્યું છે. એમીએ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે પોતાના હાથ પર પ્રતીકના નામનું ટેટૂ કરાવ્યું હતું અને તેમાં લખ્યું હતું કે, “મારો પ્રેમ મારું પ્રતીક”. જોકે પ્રેમની આ નિશાનીને એમીએ બ્રેકઅપ પછી પોતાના હાથ પરથી દૂર કરી હતી.

પ્રતિક બબ્બર: જે રીતે એમી જેક્સને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો તે જ રીતે પ્રતિક બબ્બરે પણ કર્યો હતો. એમીના નામનું ટેટૂ પ્રતીકે પણ પોતાના હાથ પર કરાવ્યું હતું. તેમણે લખાવ્યું હતું કે, ‘મારો પ્રેમ મારી એમી’. જો કે જે રીતે બ્રેકઅપ પછી એમીએ ટેટૂ હટાવ્યું હતું તે જ રીતે પ્રતીકે પણ એમીના નામનું ટેટૂ હટાવી દીધું હતું.

પારસ છાબરા: પારસ છાબરા એક ટીવી અભિનેતા છે અને તે ટીવી રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવા મળી ચુક્યા છે. તે એક સમયે આકાંક્ષા પુરી સાથે રિલેશનશિપમાં હતા અને તેમણે પોતાની ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરીના નામનું ટેટૂ તેના કાંડા પર બનાવ્યું હતું પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને પછી તેણે ટેટૂ હટાવી દીધું હતું.

સૌમ્યા સેઠ: સૌમ્યા સેઠ સુપરસ્ટાર ગોવિંદાની ભાણેજ છે. તેમણે વર્ષ 2017માં યુકે બેસ્ડ ફિલ્મ મેકર અરુણ કપૂર સાથે લગ્ન કર્યા હતા. સૌમ્યાએ પણ તેના પતિ અરુણ કપૂરના નામનું ટેટૂ કરાવ્યું હતું, પરંતુ વર્ષ 2019માં જ્યારે અરુણ અને સૌમ્યાના છૂટાછેડા થયા ત્યારે તેણે આ ટેટૂ હટાવી દીધું હતું.

સુઝૈન ખાન અને રિતિક રોશન: સુઝૈન ખાન હિન્દી સિનેમાના સુપરસ્ટાર રિતિક રોશનની પૂર્વ પત્ની છે. સુઝૈન ખાન અને રિતિક બંનેએ એકસાથે તેમના કાંડા પર ‘સ્ટાર’ સિમ્બોલનું ટેટૂ બનાવ્યું હતું. જણાવી દઈએ કે બંનેના લગ્ન વર્ષ 2000માં થયા હતા અને વર્ષ 2014માં બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી સુઝૈને આ ટેટૂ મોટું કરાવ્યું અને સાથે જ પોતાના હાથ પર ‘ફોલો યોર સનશાઈન’ લખાવ્યું હતું.

દીપિકા પાદુકોણ: હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણનો સંબંધ એક સમયે અભિનેતા રણબીર કપૂર સાથે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. બંને ખૂબ જ ગંભીર સંબંધમાં હતા અને રણબીર માટે, દીપિકાએ તેની ગરદનની પાછળની તરફ ‘RK’ નામનું ટેટૂ કરાવ્યું હતું. જોકે બંનેનો સંબંધ તૂટી ગયો હતો અને હવે દીપિકા તે ટેટૂ હટાવી ચુકી છે.

ચાહત ખન્ના: ચાહત ખન્ના એક ખૂબ જ સુંદર ટીવી અભિનેત્રી છે. તેના પહેલા લગ્ન ભરત નરસિંઘાણી સાથે થયા હતા અને એક વર્ષમાં જ બંને અલગ થઈ ગયા હતા. પછી ચાહતે બીજા લગ્ન ફરહાન મિર્ઝા સાથે કર્યા હતા અને પતિના નામનું ટેટૂ બનાવ્યું હતું. પરંતુ વર્ષ 2018માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી અભિનેત્રીએ ફરહાનના નામનું ટેટૂ કમળનું ફૂલ બનાવીને છુપાવ્યું હતું.