‘તારે જમીન પર’ નો નાનો ઈશાન હવે બની ચુક્યો છે ખૂબ જ સ્માર્ટ, જુવો તેના નવા લુકની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા આમિર ખાનની ફિલ્મો ખૂબ જ જબરદસ્ત હોય છે. આમિર ખાનની ફિલ્મોમાં સ્ટોરીથી લઈને કોન્સેપ્ટ અને એક્ટિંગ બધું જ જોવા મળે છે. તેમની ફિલ્મો દર્શકોને તેમની જગ્યાએથી હલવા પણ નથી દેતી. આમિરની તે જ ફિલ્મોમાંથી એક ફિલ્મ હતી ‘તારે જમીન પર’, આ ફિલ્મ એ માત્ર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી નથી પરંતુ લોકોની પ્રસંશા પણ મેળવી હતી. આમિરે આ ફિલ્મમાં બાળકોને થતી સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ફિલ્મમાં ઈશાનની ભૂમિકામાં દર્શિલ સફારી જોવા મળ્યો હતો.

2007ની ફિલ્મમાં ઈશાનની ભૂમિકામાં જોવા મળેલા દર્શિલ સફારીએ પોતાની એક્ટિંગથી ખૂબ પ્રશંસા મેળવી હતી. આમિર ખાનની હાજરીમાં દર્શિલ સફારીએ એક્ટિંગમાં તેને સખત ટક્કર આપી હતી. આ ફિલ્મ રિલીઝ થયાને આજે 14 વર્ષ થઈ ચુક્યા છે. તારે જમીન પર ફિલ્મમાં ઈશાનને ડિસલેક્સિયા બીમારી રહે છે, જેમાં તેને વાંચવા અને લખવામાં સમસ્યા થાય છે. સાથે જ આ ફિલ્મમાં જોવા મળેલા દરેક સ્ટાર્સ પણ ઘણા બદલાઈ ચુક્યા છે.

ફિલ્મમાં નિર્દોષ જોવા મળનાર દર્શિલ મોટો થઈ ગયો છે. 24 વર્ષના દર્શિલની નિર્દોષતા હવે તેની સુંદરતામાં બદલાઈ ચુકી છે. હવે તે પહેલાથી હેંડસમ થઈ ગયો છે. તેની એક તસવીર આ સમયે સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોયા પછી લોકો વિશ્વાસ કરી શકતા નથી કે આ તે જ નાનો ઈશાન છે, જેને ફિલ્મમાં વાંચવા-લેખવામાં સમસ્યા હતી.

દર્શિલ સફારીએ પોતાની એક્ટિંગના આધારે નાની ઉંમરમાં નેશનલ એવોર્ડ જીતીને દરેકને ચોંકાવી દીધા હતા. આ સમયે ઇન્ટરનેટ પર દર્શિલની જે તસવીર વાયરલ થઈ રહી છે, તેમાં તે બ્લેક કલરનાં ચશ્મા અને વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. તેની આ તસવીર જોયા પછી લોકોને વિશ્વાસ આવી રહ્યો નથી કે તે દર્શિલ જ છે.

જો કે કેટલાક એવા પણ છે જેમણે દર્શિલને ઓળખી લીધો છે. આ સમયે તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો તેની તસવીર પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

એક યુઝરે તેમની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું છે, ‘તમને જોઈને આજે પણ એ જ લાગે છે કે તમે પહેલા જેટલા જ જીનિયસ છો, જેટલા તારે જમીન પર હતા’. તો એક અન્ય યુઝરે લખ્યું છે, ‘ઈશાન બેટા તમે બાળપણમાં ખૂબ જ ક્યૂટ લાગતા હતા તારે જમીન પર માય ફેવરિટ મૂવી’, સાથે એક યુઝરે લખ્યું કે ‘તમને જોઈને ઓળખી ન શક્યો’. સાથે જ એક યુઝરે તેને મની હાઇસ્ટના પ્રોફેસર અને નિક જોનાસનું મિશ્રણ જણાવ્યો.

દર્શિલ સફારીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં ફિલ્મ ‘બમ બમ બોલે’, ‘જોકોમન’ અને ‘મિડનાઈટ ચિલ્ડ્રન’ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. આ ઉપરાંત તે ‘ઝલક દિખલા જા’ની સીઝન 5નો પણ ભાગ હતો. દર્શિલ સફારી ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી ચુક્યો છે. તે એક ટીવી શો ‘યે હૈ આશિકી- સુન યાર ટ્રાય માર’માં પણ જોવા મળી ચૂક્યો છે.

તેનો મ્યુઝિક વિડિયો તેરે નાલ પણ થોડા સમય પહેલા જ રિલીઝ થયો હતો. દર્શિલ સફારી સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ નથી રહેતો. ઈન્સ્ટાગ્રામ પર તેમણે અત્યાર સુધીમાં માત્ર 37 પોસ્ટ કરી છે. તેને 166K લોકો ફોલો કરે છે.