તારક મહેતા શોનો આ કલાકાર કર્ઝ માં ડૂબીને બની ગયો ચોર, પોલિસે જપ્ત કર્યો લાખોનો સામાન

Uncategorized

ટીવી ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી એક શો પોતાની ચમક બતાવતો આવી રહ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ સૌથી પ્રખ્યાત કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વિશે. તાજેતરમાં જ આ શોને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ શોના એક કલાકારની જરાત પોલીસે ચોરીના કેસમાં ધરપકડ કરી છે. આ અભિનેતા પર ચેન સ્નેચિંગનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ આરોપીનું નામ મીરાજ છે. અને તેને જુગાર રમવાની આદત છે. આ કારણે તેના પર લાખોનું દેવું પણ છે.

એક પર્સનલ ન્યુઝ પોર્ટલ અનુસાર, આ અભિનેતાનું પૂરું નામ મીરાજ વલ્લભદાસ કાપડી છે. પોલીસે તેને તેમની કસ્ટડીમાં લીધો છે. આ અભિનેતા પાસેથી પોલીસે 3 સોનાની ચેન, 2 મોબાઈલ ફોન અને ચોરી કરેલી મોટરસાયકલ મેળવી છે. આ બબતામાં ખુલાસો થયો છે કે મિરાજ વિરુદ્ધ આ કોઈ પહેલો કેસ નથી. તે એક આદતી આપરાધી છે.

આ સાથે પોલીસે મીરાજની સાથે અભિનેતાના સાથી વૈભવ બાબુ જાધવની પણ કબજો લીધો છે. આ બાબતમાં જાણવા મળ્યું છે કે આ કેસની માહિતી મળ્યા પછી પોલીસે એક ટીમ બનાવીને તેને પકડ્યા હતા. પોલીસે આ બંનેને રાંદેર ચોક પાસેથી પકડ્યા હતા. આ બંને પાસેથી પોલીસને કુલ 2 લાખ 54 હજાર રૂપિયા મળી આવ્યા છે. આ બંને ચોર ગુજરાતના જૂનાગઢના છે.

આ સાથે, આ કેસમાં માહિતી બહાર આવી છે કે મિરાજ પર 25-30 લાખ રૂપિયાનું દેવું છે. તેને જુગાર રમવાની આદત છે. ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવી ચૂકેલા મિરાજ પર લાખોનું દેવું છે. આ દેવાના કારણે મીરાજ અને તેના સાથીઓ મહિલાઓને પોતાનો શિકાર બનાવતા હતા. આ સાથે બંનેએ પોતાનો ગુનો પણ કબૂલ કર્યો છે. આરોપીઓએ જણાવ્યું હતું કે તેમની પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓ ઘણી વાર વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતા હતા. ચેન સ્નેચિંગ માટે તે ચોરી કરેલી બાઇકનો ઉપયોગ કરતા હતા.

નોંધપાત્ર વાત એ છે કે મીરાજ એક્ટિંગમાં પણ ખૂબ એક્ટિવ છે. તે ઘણી સિરિયલોમાં નાના રોલમાં જોવા મળ્યો છે. તેણે ‘સંયુક્તા’, ‘થપકી’, ‘મેરે અંગને મેં’ જેવા ઘણા શોમાં કામ કર્યું છે. આ સાથે તેમણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પણ કામ કર્યું છે. તે શિક્ષિત છે અને બી-કોમની ડિગ્રી ધરાવે છે. આટલું જ નહીં, મિરાજ મુંબઇના અંધેરી સ્થિત મહાડામાં રહીને એક ફિટનેસ ટ્રેનર તરીકે પણ કામ કરે છે. હાલમાં અભિનેતા પોલીસની કસ્ટડીમાં છે અને પોલીસ આગળની તપાસ કરી રહી છે. આ સમાચાર આવતાની સાથે જ શોના ચાહકો ચોંકી ઉઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published.