‘તારક મેહતા’ માટે ખરાબ સમાચાર, સૌથી દમદાર પાત્ર નિભાવનાર શૈલેષ લોઢાએ કહ્યું શોને અલવિદા, જાણો શું છે તેનું કારણ

મનોરંજન

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જો તમે જોરદાર ફેન છો, તો આ સમાચાર તમને દુઃખી અને આશ્ચર્યચકિત કરી શકે છે. ટીવીની દુનિયામાં સૌથી લાંબા સમયથી ચાલતા શો સાથે જોડાયેલા આ સમાચાર ખૂબ જ ચોંકાવનારા છે. ચર્ચા છે કે ‘તારક મેહતા’ના મુખ્ય અભિનેતા શૈલેષ લોઢા લગભગ 14 વર્ષ પછી આ શો છોડી રહ્યા છે અને સમાચાર છે કે તેમણે શોનું શૂટિંગ બંધ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણી એટલે કે દયા બેન, નેહા મેહતા, ગુરચરણ સિંહ પછી હવે શોની કરોડરજ્જુ ગણાતા તારક મેહતાનું પાત્ર નિભાવનાર શૈલેષ લોઢાના એક્ઝિટના સમાચાર ચાહકોને પરેશાન કરવા જઈ રહ્યા છે. આ શોમાં શૈલેષ લોઢા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના સારા મિત્રની ભુમિકામાં છે. આ બંનેની મિત્રતા દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

રિપોર્ટ્સ મુજબ, શૈલેશે શોનું શૂટિંગ બંધ કરી દીધું છે અને શો છોડવાનું મન બનાવી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તારક છેલ્લા એક મહિનાથી શો પર પરત ફર્યા નથી. ETimes મુજબ શૈલેષ લોઢા શોને કારણે પોતાના માટે અન્ય તકો શોધી શકતા નથી અને શો તેમની તારીખોનો સારી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે કેટલીક સારી ઓફર પણ રિજેક્ટ કરી હતી.

પરંતુ હવે અભિનેતા સારી તકો હાથમાંથી જવા દેવા ઈચ્છતા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે તે શોના મેકર્સથી આ વાતથી પણ નારાજ છે કે તે તેમનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા નથી.

એવું કહેવામાં આવ્યું છે કે તારક મહેતા પ્રોડક્શન હાઉસ તેમને મનાવવામાં વ્યસ્ત છે. આ ચાહકોના દિલને ઠેસ પહોંચાડનાર સમાચાર જરુર છે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ પોતાનું મન બનાવી લીધું છે. ચાહકોની એ આશા છે કે, શૈલેષે શો ન છોડે, હવે જોઈએ કે અભિનેતાનો અંતિમ નિર્ણય શું છે?