‘તારક મેહતા…’ ફેમ ‘બાઘા’ એક સમયે બેંકમાં 4 હજાર રૂપિયા માટે કરતો હતો નિકરી, આજે છે આટલા અધધ કરોડની સંપત્તિનો માલિક

મનોરંજન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનું દરેક પાત્ર છેલ્લા 13 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરે છે. આ ટીવી શો માત્ર મનોરંજન જ નથી કરતો, પરંતુ આ ટીવી શો દ્વારા સમાજ સુધારનો સંદેશ પણ આપવામાં આવે છે. થોડા સમય પહેલા તારક મેહતાના આ કાર્યક્રમમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ “સ્વચ્છ ભારત અભિયાન” ને પ્રોત્સાહન આપવા સ્વચ્છતા માટે કામ કરી રહેલા વ્યક્તિત્વને સન્માનિત કરવા એક પહેલ શરૂ કરવામાં આવી હતી. આવી જ રીતે અન્ય સામાજિક મુદ્દઓને જોરશોરથી ઉઠાવવાનું કાર્ય આ શો સતત કરતો રહે છે, પરંતુ આજે અમે તારક મેહતા ટીવી શો સાથે જોડાયેલા એક પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે દર્શકોને મનોરંજન જ નથી આપ્યું, પરંતુ તેની સખત સાથે એક નવો તબ્બકો મેળવ્યો છે. જો કે સામાન્ય રીતે તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. આવું જ કરી બતાવ્યું છે. તારક મેહતા ના શોમાં ઘણીવાર જેઠાલાલને મુશ્કેલીમાં નાખનાર બાઘા એ. બાઘા સાથે જોડાયેલી ઘણી સ્ટોરી છે. તેને આપણે વિગતવાર જાણીશું, પરંતુ તે પહેલાં જાણી લઈને બાઘાનું સાચું નામ.

જણાવી દઈએ કે તારક મેહતા ટીવી શોમાં જેઠાલાલની દુકાનમાં કામ કરનાર બાઘાનું અસલી નામ તન્મય વેકરીયા છે. જે વર્ષો સુધી ગુજરાતી થિયેટર સાથે જોડાયેલો રહ્યો. જણાવી દઈએ કે પોતાની નિર્દોષતા અને ચાલવાની સ્ટાઈલથી દર્શકોનું મનોરંજન કરતો બાઘા એટલે કે તન્મયનું જીબન સંઘર્ષોથી ભરેલું છે. એવું કહેવામાં આબે છે કે તન્મય એક સમયે 4 હજાર રૂપિયાની નોકરી કરતો હતો. કહેવાય છે કે તન્મય ચાર હજાર રૂપિયાની નોકરી કરતો હતો. તન્મય વેકરીયાએ પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. તન્મયને એક્ટિંગ વારસામાં મળી હતી. તેના પિતા પોતે એક અભિનેતા હતા અને ગુજરાતી નાટકોમાં કામ કરતા કરતા.

જણાવી દઈએ કે જે સમય દરમિયાન તન્મય એક્ટિંગમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. તે દરમિયાન તેમણે બેંકમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું હતું. અહીં તેને ચાર હજાર રૂપિયા પગાર મળતો હતો. તેનાથી તે ઘર ખર્ચ ચલાવતો હતો. તો બાઘા એ આજે તે સ્થિતિ બનાવી લીધી છે કે તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવા માટે એક એપિસોડ માટે 22 થી 24 હજાર રૂપિયાની ફી લે છે. આજના સમયમાં તન્મય 3 કરોડથી વધુ સંપત્તિનો માલિક છે.

જણાવી દઈએ કે એક સમય એવો હતો. જ્યારે બાઘાને શોમાં મજબૂરીથી લાવવામાં આવ્યો હતો. પરંતુ તન્મય વેકરીયા પોતાની સુંદર એક્ટિંગ ક્ષમતા અને મહેનતને કારણે આજે દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તન્મયની એન્ટ્રી ખૂબ રસપ્રદ છે. ખરેખર, એકવાર નટ્ટુ કાકા એટલે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની દુકાન સંભાળનારા ઘનશ્યામ નાયક બીમાર પડ્યા. તેની સર્જરી કરવામાં આવી. ત્યાર પછી તે લાંબા સમય સુધી શો થી દૂર રહ્યા. આવી સ્થિતિમાં જ્યારે નિર્માતાઓને નટ્ટુ કાકાની કમી જોવા મળી ત્યારે બાઘાનું પાત્ર અસ્થાયી રૂપે બનાવવામાં આવ્યું હતું અને તેમના રૂપમાં તન્મયને લાવવામાં આવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે નટ્ટુ કાકા સ્વસ્થ થઈને આવી જશે ત્યારે બાઘાને દૂર કરવામાં આવશે, પરંતુ બાઘાની લોકપ્રિયતા જોઈને નિર્માતા-દિગ્દર્શક આ કરી શક્યા નહીં અને બાઘા કાર્યક્રમનો કાયમી સભ્ય બની ગયો.

શું બાઘાની કમરમાં કોઈ સમસ્યા છે: નોંધપાત્ર વાત એ છે કે બાઘા તેની સુંદર એક્ટિંગના કારણે શોમાં નથી પરંતુ બાઘા તેની ચાલવાની અનોખી સ્ટાઈલના કારણે પણ દર્શકો દ્વારા પસબ્દ કરવામાં આવે છે. જેઠાલાલની દુકાનમાં મોબાઈલ-લેપટોપ રિપેરિંગનું કામ કરતો બાઘા શો દરમિયાન વિચિત્ર ચાલમાં ચાલે છે. આવી સ્થિતિમાં દર્શકોના મનમાં આ સવાલ પણ ઉભો થાય છે કે બાઘાની પીઠમાં કોઈ સમસ્યા છે?

તેનું પેટ આગળ નીકળે છે અને શરીરનો ઉપરનો ભાગ પાછળ ઈકળે છે. ખરેખર આ રીતે ઉભા રહેવા માતે તન્મયને તેની કમર પર દબાણ આપવું પડે છે. એકવાર જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શોમાં આટલો સમય આ રીતે ઉભા રહેવાથી તેની કમરમાં દર્દ નથી થતું, ત્યારે તેણે જવાબ આપ્યો, “તે બધું વિચારધારા પર આધારિત છે. જો તમે વિચારવા લાગશો તો દર્દ થશે. તેથી હું માત્ર મારા કામ પર ધ્યાન આપું છું.” તન્મય માને છે કે આ મુશ્કેલ કાર્ય છે. કોઈ પણ બે મિનિટથી વધુ સમય માટે આ રીતે ઉભા રહી શકતા નથી, પરંતુ ભગવાનનો આભાર કે તેમની સાથે આજ સુધી બધું સારું થઈ રહ્યું છે.

આવી સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે તન્મયની કમરમાં કોઈ સમસ્યા નથી, પરંતુ તે આ શોની માંગ પ્રમાણે કરે છે. બીજી બાજુ, જો આપણે તન્મયના ફેમિલી બેકગ્રાઉંડ પર નજર કરીએ તો તે ગુજરાતનો છે અને તેના પિતાનું નામ અરવિંદ વેકરીયા છે. તન્મયના પિતા પોતે એક અભિનેતા રહી ચુક્યા છે અને અનેક ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. તેના પિતા અભિનેતા હોવા છતાં તન્મયની ‘બાઘા’ બનવાની યાત્રા ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે.

છેલ્લે વાત કરીએ તાર મેહતા શોની. તે વર્ષ 2008 માં સોની સબ પર શરૂ થયેલો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો’ માત્ર આપણા દેશના લોકોનો જ પ્રિય શો નથી, પરંતુ આ કોમેડી શો એ વિદેશમાં પણ પોતાની વિશેષ જગ્યા બનાવી છે. શો ના 13 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે અને આ શો એ આજ સુધીમાં 3000 થી વધુ એપિસોડ પૂર્ણ કર્યા છે, પરંતુ આજે પણ આ શો દરેકનો ફેવરિટ શો છે.