એક સમયે આટલી ક્યૂટ દેખાતી આ છોકરી આજે બોલીવુડમાં મચાવી રહી છે ધૂમ, જાણો કોણ છે આ અભિનેત્રી

બોલિવુડ

બાળપણની તસવીરો જોઈને શું તમે બોલીવુડના સ્ટારને ઓળખી શકો છો? જો તમારો જવાબ હા છે તો આ ચેલેંજ તમારા માટે છે. જોકે સ્ટારને ઓળખવા એ કોઈ મોટી વાત નથી. છતાં પણ જો તેના બાળપણની તસવીર બતાવીને ઓળખવાનું કહેવામાં આવે, તો તેને ઓળખવા એટલું સરળ નથી.

બોલિવૂડમાં આ દિવસોમાં એક અભિનેત્રી ધૂમ મચાવી રહી છે. તે પોતાની એક્ટિંગ અને એક્શન બંને દ્વારા દર્શકોના દિલ જીતી ચુકી છે. તે અભિનેત્રીના બાળપણની તસવીર અમે તમારા માટે લઈને આવ્યા છીએ. તમે પણ ધ્યાનથી જુવો અને જણાવો શું તમે ઓળખી શક્યા કે છેવટે કઈ અભિનેત્રીની ચર્ચા અહીં થઈ રહી છે.

જાણો કઈ અભિનેત્રી બની ગઈ છે આ છોકરી: જો તમે આ છોકરીને જોઈને અભિનેત્રીનું નામ ઓળખી શકો તો સારી વાત છે. જો તમે તેને શોધી શકતા નથી તો અમે તમારી મદદ કરીએ. આ કોઈ અન્ય નહીં પરંતુ પ્રખ્યાત અભિનેત્રી તાપસી પન્નુ છે. હા આ તેના બાળપણની તસવીર છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

તાપસીએ પોતાની એક્ટિંગના દમ પર ફિલ્મી દુનિયામાં અલગ નામ કમાવ્યું છે. તે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે. તેણે મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તે લવ ડ્રામાથી લઈને એક્શન ફિલ્મો કરવામાં માહિર છે. તેથી જ દર્શકો તેને ખૂબ પસંદ કરે છે.

દિલ્લીમાં જન્મી હતી તાપસી પન્નૂ: તાપસી પન્નુ આ સમયે 34 વર્ષની થઈ ચુકી છે. તે મૂળ રીતે પંજાબના લુધિયાણા શહેરની છે પરંતુ તેનો જન્મ 1 ઓગસ્ટ 1987ના રોજ દિલ્હીમાં થયો હતો. તાપસી પહેલા ફિલ્મોમાં આવવા ઈચ્છતી ન હતી. તેણે ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી નવી દિલ્હીમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તે એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી.

ત્યાર પછી તાપસીએ મોડલિંગ શરૂ કર્યું. ધીમે ધીમે તેને જાહેરાતો પણ મળવા લાગી. અભિનેત્રીની હિંમત ત્યારે વધી જ્યારે તેને ફેમિના મિસ ફ્રેશ ફેસનો એવોર્ડ વર્ષ 2008માં મળ્યો. આ સાથે તેને સાફી ફેમિના મિસ બ્યુટીફુલ સ્કિનનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર પછી તાપસીએ ફિલ્મોમાં પગ મુકવાનું નક્કી કર્યું.

ચશ્મે બદ્દૂરથી શરૂ કરી ફિલ્મી કારકિર્દી: તાપસીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ચશ્મે બદ્દૂર ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2010માં આવી હતી. ત્યાર પછી તેણે અક્ષય કુમાર સાથે બેબી ફિલ્મ કરી જે ખૂબ સફળ રહી. સાથે જ તેની પિંક ફિલ્મની પણ ખૂબ પ્રશંસા થઈ હતી.

આ ઉપરાંત તાપસીએ ગાઝી એટેક, નામ શબાના, જુડવા 2, સૂરમા જેવી ફિલ્મો પણ કરી છે. આ ફિલ્મોના કારણે તેની કારકિર્દી નવી ઉંચાઈએ પહોંચી છે. હાલમાં તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકમાં લીડ રોલ કરી રહી છે. આ ફિલ્મનું નામ છે શાબાસ મિટ્ઠૂ. તે ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં જોવા મળશે.