રિયલ લાઈફમાં ખૂબ સ્ટાઈલિશ છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નો ટપ્પૂ, જુવો તેની સુંદર તસવીરો

મનોરંજન

એક દાયકાથી પણ વધુ સમયથી “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” માં ટપ્પુ સેના લોકોનું મનોરંજન કરી રહી છે. ટપ્પુ સેનાના ટપ્પુ, ગોલી, ગોગી, સોનુ, પિન્કુ, આ તમામ લોકોએ લોકોના મનમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધું છે. સબ ટીવી પર પ્રસારિત થનારી સીરીયલ “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” માં ગોકુલધામ સોસાયટીમાં રહેતા જેઠાલાલ ગડાના પુત્ર ટપૂ એટેલે કે તિપેન્દ્ર જેઠાલાલ ગડા દરેકને ખૂબ પરેશાન કરે છે. જે સમયે આ સિરિયલની શરૂઆત થઈ ત્યારે ભવ્ય ગાંધી ટપ્પુનું પાત્ર નિભાવતા જોવા મળ્યા હતા. ભવ્ય ગાંધીને લોકોએ બાળપણથી ટીનએજ સુધી જોયા. વર્ષ 2017 સુધી લોકોએ ભવ્ય ગાંધીને ટપ્પુની ભૂમિકા નિભાવતા જોયા. ત્યાર પછી ટપ્પુની ભૂમિકા નિભાવવા માટે રાજ અનડકટને કાસ્ટ કરવામાં આવ્યા. વર્ષ 2017 થી રાજ ટપ્પુની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે.

દર્શકોએ ભવ્ય ગાંધી દ્વારા શો છોડ્યા પછી ખૂબ જ સરળતાથી રાજને અપનાવી લીધો. સૌથી ખાસ વાત એ છે કે રાજ અનાડકટે ટપ્પુની ભૂમિકા નિભાવતા લોકોને જરા પણ ખ્યાલ ન આવવા દીધો કે તે વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા ભવ્ય ગાંધીને બદલવા આવ્યા છે. શોમાં ભલે રાજ પોતાનું બાળપણ બતાવી રહ્યો હોય, પરંતુ પોતાની પર્સનલ લાઈફમાં તે ખૂબ જ સ્ટાઈલિશ છે.

રાજના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તમે ટેની ઘણી સ્ટાઈલિશ તસવીરો જોઈ શકો છો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા રાજ ‘એક રિશ્તા ભાગીદારી કા’માં નિશાંત સેઠિયાની ભૂમિકા નિભાવતા જોવા મળી ચૂયા છે. રાજનો જન્મ 4 માર્ચ 1997 ના રોજ થયો હતો. આજના સમયમાં રાજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા નિભાવીને ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂક્યા છે.

ટેલિવિઝન સીરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરતા લોકો શોમાં જેટલા એકબીજાની નજીક જોવા મળે છે, તે બધા તેની રિયલ લાઈફમાં પણ એકબીજાની ખૂબ નજીક છે. સીરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરતા તમામ કલાકારો એકબીજા સાથે ખૂબ ગાઢ સંબંધ શેર કરે છે અને એક લાંબા સમયથી આ પ્રખ્યાત શોનો ભાગ છે. આ સિરિયલમાં જેઠાલાલના પુત્ર ટપુનું પાત્ર નિભાવનાર રાજ પણ આજના સમયમાં લોકોની પસંદ બની ચૂક્યા છે.

સબ ટીવી પર પ્રસારિત થતા આ શોમાં બબીતા ​​અય્યરની ભૂમિકા નિભાવનાર મુનમુન દત્તા દર્શકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. થોડા દિવસો પહેલા એક ઈંટરવ્યુ દરમિયાન મુનમુને એક દાયકાથી આ શોની અભૂતપૂર્વ સફળતા વિશે વાત કરતા કહ્યું, “અમારામાંથી કોઈને પણ આ શોની અભૂતપૂર્વ સફળતાની આશા ન હતી, જેને અમે પ્રાપ્ત કરી છે. મેં મારા જીવનના 10 વર્ષ આ શોને સમર્પિત કરી દીધા છે, પરંતુ મને આ શોથી ઘણું બધું મળ્યું છે. આ શોમાં કામ કરતા તમામ કલાકારોને આ શોને કારણે પ્રેમ, સ્નેહ, ખ્યાતિ, પ્રતિષ્ઠા, ઘર અને કાર… બધું જ મળ્યું છે.”