જન્મની સાથે જ આ ગંભીર બીમારીનો શિકાર થઈ ગઈ હતી તનુશ્રી દત્તા, ડોક્ટરો એ કહ્યું હતું અંતિમ સંસ્કારની તૈયારી કરી લો

બોલિવુડ

હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી તનુશ્રી દત્તા 38 વર્ષની થઈ ગઈ છે. 19 માર્ચ 1984ના રોજ તનુશ્રી દત્તાનો જન્મ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. તનુશ્રી લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે, જો કે કારકિર્દીની પહેલી જ ફિલ્મથી તે દર્શકોના દિલ પર છવાઈ ગઈ હતી. ચાલો આજે તમને તેના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાત જણાવીએ.

7 મહિનામાં થયો હતો તનુશ્રીનો જન્મ, ડૉક્ટરે હાથ કરી દીધા હતા ઊંચા: પોતાના એક ઈંટરવ્યૂમાં તનુશ્રી એ જણાવ્યું હતું કે, “હું પ્રીમેચ્યોર બેબી હતી.” મારો જન્મ સાત મહિનામાં થઈ ગયો હતો. મારા જન્મ પછી જ મને કમળો થઈ ગયો હતો. ડોક્ટરોએ હાથ ઉંચા કરી લીધા હતા. ડૉક્ટરોએ મારા માતા-પિતાને કહ્યું હતું કે અંતિમ સંસ્કારની તૈયારી કરી લો. જોકે મારા નસીબમાં કંઈક અન્ય જ લખાયેલું હતું. હું બચી ગઈ અને સ્વસ્થ થઈ ગઈ.”

મોડલિંગ થી કરી શરૂઆત: સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તનુશ્રીએ કોલેજ જવાનું શરૂ કર્યું અને આ દરમિયાન તે મોડલિંગની દુનિયામાં કારકિર્દી બનાવવા આવી.

2004માં જીત્યો મિસ ઈન્ડિયા યુનિવર્સનો એવોર્ડ: શરૂઆતથી જ તનુશ્રી ગ્લેમર ઈન્ડસ્ટ્રીની દુનિયા સાથે જોડાયેલી છે. હિન્દી સિનેમામાં પગ મુકતા પહેલા તે પોતાનું નામ દેશભરમાં ફેલાવી ચુકી હતી. જણાવી દઈએ કે તનુશ્રી મિસ ઈન્ડિયા યુનિવર્સનો એવોર્ડ પોતાના નામે કરી ચુકી છે. વર્ષ 2004માં તેણે આ મોટી સિદ્ધિ મેળવી હતી.

‘આશિક બનાયા આપને’ થી 2005 માં કર્યું બોલીવુડ ડેબ્યૂ: વર્ષ 2005માં તનુશ્રીએ હિન્દી સિનેમામાં પોતાનો પગ મુક્યો હતો. આ દરમિયાન તેની પહેલી ફિલ્મ ‘આશિક બનાયા આપને’ રીલિઝ થઈ હતી. તેની આ ફિલ્મ હિટ રહી હતી. તેમાં તેણે અભિનેતા ઈમરાન હાશ્મી સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા.

વર્ષ 2010માં આપી છેલ્લી ફિલ્મ: તનુશ્રી છેલ્લી વખત વર્ષ 2010માં ફિલ્મ ‘એપાર્ટમેન્ટ’માં જોવા મળી હતી. ત્યાર પછી તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં ‘વીરભદ્ર’, ‘ભાગમ ભાગ’, ‘ડોલ’, ’36 ચાઈના ટાઉન’, ‘સ્પીડ’, ‘ગુડ બોય બેડ બોય’, ‘ચોકલેટ’ અને ‘રકીબ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે..

બોલીવુડ છોડીને અપનાવ્યુ અધ્યાત્મ: તનુશ્રીએ બોલિવૂડ છોડીને આધ્યાત્મિકતાનો રસ્તો અપનાવ્યો. તે ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ હતી અને આશ્રમમાં રહેવા લાગી. આ સમય દરમિયાન તેણે લદ્દાખમાં બૌદ્ધ ધ્યાન સંબંધિત શ્વાસ લેવાની તકનીક પણ શીખી.