કાજોલની બહેને પોતાના ગુપ્ત લગ્ન પર તોડી ચુપ્પી, ચાહકો સાથે શેર કર્યું સત્ય, જાણો તે સત્ય વિશે

બોલિવુડ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જી સતત ચર્ચામાં રહે છે. ખરેખર, છેલ્લા કેટલાક દિવસોમાં તનિષા મુખર્જીએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તનિષાએ પગમાં વીંટી પહેરી હતી, ત્યાર પછી ચર્ચા થવા લાગી હતી કે તનિષા મુખર્જીએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. આટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ સતત તનિષા મુખર્જીને તેના લગ્ન સાથે જોડાયેલા સવાલો પૂછવા લાગ્યા હતા.

ચાહકો જાણવા ઈચ્છતા હતા કે શું ખરેખર તનિષાએ લગ્ન કરી લીધા છે? કારણ કે ભારતીય પરંપરા અનુસાર, પગમાં વીંટી તે જ સ્ત્રી પહેરે છે જેના લગ્ન થઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં તનિષા મુખર્જીના લગ્નને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા હતા. આ વિશે હવે તનિષા મુખર્જીએ મૌન તોડ્યું છે અને તેણે ખુલાસો કર્યો છે કે છેવટે શા માટે તેણે પગમાં વીંટી પહેરી હતી?

તનિષાએ જણાવ્યું કે, “મને પગની આંગળીમાં વીંટી પહેરવી પસંદ છે અને મને લાગ્યું કે તે સારું લાગી રહ્યું છે. તેથી મેં એક તસવીર લીધી અને તેને પોસ્ટ કરી દીધી. આ સિવાય બીજું કંઈ નથી. શું મારે લોકોને મારી ફેશન સેન્સને યોગ્ય ઠેરવવાની જરૂર છે.”

લગ્ન વિશે તનિષાએ કહ્યું- “અલબત્ત, દરેક તેના વિશે વિચારે છે. મારા સપનાના લગ્ન ત્યાં સુધી બદલતા રહે છે જ્યાં સુધી મને લગ્ન કરવા માટે ડ્રીમ મેન ન મળી જાય. હું કોઈ દિલ તોડી રહી નથી. જ્યારે હું લગ્ન કરીશ ત્યારે દુનિયાને જણાવીશ. હું શાંત વ્યક્તિ નથી. લગ્ન ધૂમધામથી થશે. આખી દુનિયા જાણે છે કે હું સિંગલ છું. તેમાં કન્ફ્યૂઝ થવાની જરૂર નથી. હું સિંગલ રહીને ખુશ છું.”

જણાવી દઈએ કે, તનિષાએ ભલે લગ્ન નથી કર્યા પરંતુ તે માતા બનવા ઈચ્છે છે. આ વિશે તેણે જણાવ્યું હતું કે, “મારી પાસે બાળક ન હતું અને આ બધી ચીજો મારા મગજમાં ઘૂમી રહી હતી. છેવટે મને માર્ગદર્શન મળ્યું અને મેં 39 વર્ષની ઉંમરમાં મારા એગ્સ ફ્રીઝ કરાવી લીધા. પરંતુ આ આખી પ્રક્રિયાને કારણે મારું વજન ખૂબ વધી ગયું હતું. તે તમારી અંદર ઘણા પ્રોજેસ્ટ્રોન (હોર્મોન) નાખે છે અને તે તમારા શરીરને ખૂબ ફુલાવી દે છે. મને પ્રેગ્નેંટ સ્ત્રી સાથે પ્રેમ છે, તે પોતાના બેબી ગ્લો સાથે પોતાના સૌથી બ્યૂટીફુલ ફેજમાં હોય છે. હું તેને લઈને ખુશ છું.”

નોંધપાત્ર વાત એ છે કે કાજલ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી છે, તો તનિષા મુખર્જી ફિલ્મી પડદા પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. તેણે પોતાની કારકિર્દીમાં બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં જ કામ કર્યું છે. ત્યાર પછી તે એક્ટિંગની દુનિયાથી દૂર થઈ ગઈ. તેણે હિન્દીની સાથે તેલુગુ, તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તનિષાએ ફિલ્મ શ્શ્શ્શ…થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી તે ‘સરકાર’, ‘ટેંગો ચાર્લી’, ‘સરકાર રાજ’ અને ‘નીલ એન્ડ નિક્કી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

આ સિવાય તે છેલ્લી વખત ફિલ્મ ‘કોડ નેમ અબ્દુલ’માં જોવા મળી હતી. તનિષા મુખર્જી બિગ બોસનો પણ ભાગ બની ચૂકી છે જ્યાં અભિનેતા અરમાન કોહલી સાથે તેનું અફેર ચર્ચામાં રહ્યું હતું. જણાવી દઈએ કે, તનિષા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.