આ છે બોલીવુડની સૌથી વધુ હાઈટ વાળી અભિનેત્રીઓ, નંબર 9 ની હાઈટ તો છે સૌથી વધુ

બોલિવુડ

આ દુનિયામાં દરેક પ્રકારના લોકો છે, જેમાંથી કેટલાક લોકોની હાઈટ ઓછી હોય છે, તો કેટલાક લોકોની હાઈટ વધારે હોય છે અને એક સારી પર્સનાલિટી બનાવવા માટે સુંદર હોવાની સાથે સારી હાઈટ હોવી પણ જરૂરી છે. જો કોઈની હાઈટ ખુબ જ વધારે છે તો તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તે જ રીતે જો કોઈની હાઈટ ખૂબ જ ઓછી હોય છે તો તેમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવું એટલા માટે કારણ કે કોઈ પણ ચીજનું હદથી વધારે હોવું અથવા ઓછું હોવું નુક્સાનકારક સાબિત થાય છે. આજે અમે તમને બોલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની હાઈટ ઘણી વધારે છે અને જેના કારણે તેમને કેટલીક વાર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો આપણે જાણીએ કે આ લિસ્ટમાં કોનું નામ શામેલ છે. છે

સુષ્મિતા સેન: બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનનું નામ આ લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેન મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે અને બોલિવૂડમાં પણ સુષ્મિતા સેને ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને સુષ્મિતા સેનની હાઈટ વિશે વાત કરીએ તો તેમની લંબાઈ 5 ફુટ 9.5 ઇંચ છે અને આ કારણે સુષ્મિતા સાથે ફિલ્મોમાં તેમના કો-એક્ટરને પણ તેમની હાઈટ પ્રમાણે પસંદ કરવા પડે છે.

દીપિકા પાદુકોણ: બોલિવૂડની નંબર વન અભિનેત્રી તરીકે જાણીતી દીપિકા પાદુકોણનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. જણાવી દઇએ કે દીપિકાએ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી બધાને પોતાના દિવાના બનાવ્યા છે. અને જો આપણે વાત કરીએ દીપિકાની હાઈટની તો દીપિકાની હાઈટ 5 ફુટ 9 ઇંચ છે.

કૃતિ સનન: કૃતી સનનનું નામ પણ લાંબી અભિનેત્રીના લિસ્ટમાં શામેલ છે. જણાવી દઈએ કે કૃતિએ બોલીવુડમાં ફિલ્મ હિરોપંતી થી પ્રવેશ કર્યો હતો. અને કૃતિએ ખૂબ જ ટૂંકા સમયમાં બોલીવુડમાં પોતાનું નામ બનાવી લીધું છે. જણાવી દઈએ કે કૃતિ સેનની હાઈટ 5 ફુટ 9 ઇંચ છે.

લારા દત્તા: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી લારા દત્તાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને તેની હાઈટ 5 ફુટ 9 ઇંચ છે.

અનુષ્કા શર્મા: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. જણાવી દઈએ કે અનુષ્કાએ તેની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અને આ દિવસોમાં અનુષ્કા તેની પ્રેગ્નેંસીને લઈને હેડલાઇન્સમાં રહે છે. જો અનુષ્કાની હાઈટ વિશે વાત કરવામાં આવે તો તેમની હાઈટ 5 ફુટ 9 ઇંચ છે.

નરગીસ ફાખરી: બોલિવૂડ અભિનેત્રી નરગિસ ફાખરીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને જણાવી દઈએ કે નરગિસની હાઈટ 5 ફૂટ 8.8 ઇંચ છે.

કેટરિના કૈફ: બોલિવૂડની ટોપ અભિનેત્રીના લિસ્ટમાં શામેલ કેટરિના કૈફની હાઈટ પણ 5 ફૂટ 8.5 ઇંચ છે.

બિપાશા બાસુ: બોલિવૂડની બંગાળી બ્યૂટી કહેવાતી અભિનેત્રી બિપાસા બાસુનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને તેની હાઈટ 5 ફુટ 8.5 ઇંચ છે.

યુક્તા મુખી: મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરનારી અભિનેત્રી યુક્તા મુખી તમામ અભિનેત્રીઓને હાઈટની બાબતે ટક્કર આપે છે અને તેની હાઈટ 6 ફૂટ 1 ઇંચ છે જે અન્ય તમામ અભિનેત્રીઓ કરતા વધારે છે.

પ્રિયંકા ચોપડા: ઇંટરનેશનલી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકાએ બોલીવુડથી હોલીવુડ સુધી પોતાનું નામ બનાવ્યું છે અને તેનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. જણાવી દઈએ કે તેની હાઈટ 5 ફુટ 8 ઇંચ છે.

સોનમ કપૂર: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર પણ હાઈટની બાબતમા કોઇથી ઓછી નથી. જણાવી દઈએ કે સોનમ કપૂરની હાઈટ 5 ફુટ 8 ઇંચની નજીક છે.

4 thoughts on “આ છે બોલીવુડની સૌથી વધુ હાઈટ વાળી અભિનેત્રીઓ, નંબર 9 ની હાઈટ તો છે સૌથી વધુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *