છેલ્લા દિવસોમાં ડરેલો હતો સુશાંત, બહેન સાથે વાત કરીને કહ્યું હતું- રિયા સાથે વાત કરવી જરૂરી છે, નહીં તો…

બોલિવુડ

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુને લઈને દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થતા રહે છે. હાલમાં એનસીબી આ કેસમાં ડ્રગ્સ અંગે તપાસ કરી રહી છે. તેથી, કેટલાક માને છે કે આ કેસ ઢીલો થઈ ગયો છે. જોકે હવે સીબીઆઈએ તેની તપાસ વધુ તેજ કરી છે. આ દરમિયાન ખુલાસો થયો છે કે 8 જૂને જ્યારે રિયા ઘરેથી નીકળી ત્યારે સુશાંતે તેની બહેન મીતુ સિંહને એસઓએસ કોલ કર્યો હતો.

મૃત્યુના 5 દિવસ પહેલા બહેનને કર્યો હતો કોલ: જો સમાચારોની વાત માનવામાં આવે તો સુશાંતે આ એસઓએસ કોલ તેના મૃત્યુના પાંચ દિવસ પહેલા કર્યો હતો. આ દરમિયાન તેણે બહેન મીતુ સિંહને કહ્યું કે ‘મને ડર લાગે છે કે તે લોકો મને મારી નાખશે’. આ સાથે સુશાંતે તેના કોલમાં કહ્યું હતું કે મેં ઘણી વાર રિયાને ફોન કર્યો હતો પણ તે રિસીવ કરી રહી નથી. સુશાંતે એમ પણ કહ્યું હતું કે – રિયા સાથે વાત કરવી જરૂરી છે, નહીં તો તેઓ મને કોઈ ચીજમાં ફસાવી દેશે.

લેપટોપ, હાર્ડ ડ્રાઇવ અને કેમેરો લઈ ગઈ હતી રિયા: જણાવી દઈએ કે આ પહેલા સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની પણ આવી વાતો સીબીઆઈને કહી ચૂક્યા છે. સિદ્ધાર્થે સીબીઆઈને કહ્યું હતું કે દિશા સલિયનના મોતના સમાચાર સાંભળીને સુશાંત બેહોશ થઈ ગયો હતો. પછી જ્યારે તે હોંશમાં આવ્યો ત્યારે તે કહેવા લાગ્યો કે, ‘તે લોકો મને મારી નાખશે. તેણે પોતાની સુરક્ષા વધારવાની પણ વાત કરી હતી. આ સિવાય સુશાંત સતત રિયાને ફોન કરતો હતો. ખરેખર રિયા સુશાંતનું લેપટોપ, હાર્ડ ડ્રાઇવ અને કેમેરો પોતાની સાથે લઈ ગઈ હતી. રિયાને આ બધાના પાસવર્ડની પણ જાણ હતી.

નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂતની ડેડબોડી 14 જૂન 2020 ના રોજ બાંદ્રામાં તેના ફ્લેટમાં મળી હતી. અહેવાલો અનુસાર સુશાંતની લાશ પંખા સાથે લટકાયેલી હતી. મુંબઈ પોલીસે પ્રારંભિક તપાસમાં તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. જો કે પોલીસને તેના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી ન હતી. આવી સ્થિતિમાં, ઘણા લોકોને શંકા પણ થઈ કે આ કોઈ હત્યાનો કેસ તો નથી ને. સાથે જ કેટલાક એવું પણ માને છે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉક્સાવવામાં આવ્યો છે. સુશાંતના અવસાનને 3 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. સીબીઆઈ, એનસીબી અને ઇડી ત્રણેય એજન્સીઓ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, દરેક જાણવા માંગે છે કે સુશાંતના મૃત્યુ પાછળનું વાસ્તવિક કારણ શું હતું.

1 thought on “છેલ્લા દિવસોમાં ડરેલો હતો સુશાંત, બહેન સાથે વાત કરીને કહ્યું હતું- રિયા સાથે વાત કરવી જરૂરી છે, નહીં તો…

Leave a Reply

Your email address will not be published.