અપનાવો વાસ્તુ શાસ્ત્રની આ ટિપ્સ, જીવનમાં આવવા લાગશે પૈસા જ પૈસા

ધાર્મિક

લક્ઝરી જીવન જીવવા માટે લોકો દિવસ-રાત મહેનત કરે છે અને ઘણા પૈસા કમાવવામાં વ્યસ્ત રહે છે. જેથી તે પોતાને અને તેમના પરિવારના સભ્યોને લક્ઝરી જીવન આપી શકે. પરંતુ ઘણા લોકો એવા છે કે, જે સખત મહેનત કર્યા પછી પણ એટલા પૈસા કમાઈ શકતા નથી કે તે તેમના જીવનની દરેક ઈચ્છા પૂરી કરી શકે અને એક આરામદાયક જીવન જીવી શકે. લક્ષ્મી માતાની કૃપા દરેક પર નથી હોતી. પરંતુ ફેંગશુઈ મુજબ જો ઘરમાં રાખેલી ચીજોને જો યોગ્ય દિશામાં રાખવામાં આવે તો લક્ષ્મી માતા પ્રસન્ન થઈ જાઈ છે અને તમારા પર માતાના આશીર્વાદ બની રહે છે. માતાના આશીર્વાદ મળવાથી તમને ક્યારેય પણ પૈસાની અછત નથી થતી અને તમે એક લક્ઝરી જીવન જીવી શકો છો.

તિજોરીની દિશા યોગ્ય હોય: દરેક વ્યક્તિ પોતાના પૈસા અને ઘરેણાં જેવી ચીજો પોતાના ઘરની તિજોરીમાં રાખે છે. તિજોરીમાં લક્ષ્મી માતાનો વાસ માનવામાં આવે છે. પરંતુ જો આ તિજોરી ઘરમાં ખોટી દિશામાં મુકવામાં આવે તો લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને તિજોરીમાં રાખેલ ધન અને દાગીનામાં કોઈ પણ પ્રકારનો વધારો નથી થઈ શકતો. તેથી આ જરૂરી છે કે તમે તમારા ઘરમાં તિજોરીને માત્ર બેડરૂમમાં જ રાખો.

તિજોરીમાં હોવી જોઈએ લક્ષ્મી માતાની મૂર્તિ: તિજોરીમાં પૈસાની સાથે તમે લક્ષ્મી માતાની નાની મૂર્તિ અથવા તસવીર રાખી લો. જો કે આ વાતનું ધ્યાન રાખો કે માતાની મૂર્તિ અથવા તસવીરમાં બે હાથી પણ શામેલ હોય અને આ હાથીઓની સૂંઢ ઉપરની તરફ હોવી જોઈએ. ખરેખર ઘરમાં હાથીની મૂર્તિ કે તસવીર રાખવી પણ શુભ માનવામાં આવે છે અને તેના ઘરમાં હોવાથી પૈસાની તંગી ક્યારેય જીવનમાં નથી આવતી.

તિજોરીનો રૂમ હોવો જોઈએ ખૂબ સ્વચ્છ: જે રૂમમાં તમે તિજોરી રાખો છો તે રૂમ ખૂબ જ સ્વચ્છ હોવો જોઈએ અને તે રૂમનો રંગ ખૂબ જ સરળ હોવો જોઈએ. જેથી તે રૂમમાં આવતા વ્યક્તિને સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે. આ ઉપરાંત તમારા રૂમની બારીઓના પડદા પણ હળવા રંગના જ હોવા જોઈએ.

તિજોરીમાં હોવું જોઈએ લાલ કાપડ: લાલ કપડાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને પૈસા ઘરની તિજોરીમાં રાખતા પહેલા તે તિજોરીની અંદર એક સ્વચ્છ રંગનું કપડું ફેલાવો અને પછી તેના પર પૈસા, કાગળ અને અન્ય ચીજો રાખો. આ કપડાને સમયાંતરે સાફ પણ જરૂર કરતા રહો.

લવિંગ રાખો: તિજોરીની અંદર લવિંગ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે લવિંગ રાખવાથી પૈસામાં બરકત થવા લાગે છે. તેથી, તમે તમારી તિજોરીની અંદર લવિંગ જરૂર રાખો. તમે લવિંગના બે દાણા તમારી તિજોરીમાં રાખી શકો છો.