કરીના એ શેર કરી તૈમુરના નાના ભાઈ તસવીર, જુવો અહીં તૈમુરના નાના ભાઈ પહેલી ઝલક

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને થોડા દિવસો પહેલા જ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. બીજા પુત્રના જન્મ પછીથી, દરેક આ વાતની આતુરતાથી રાહ જોતા હતા કે તેમને ક્યારે તેની ઝલક મળશે. હવે અભિનેત્રીએ તેના ચાહકોને પહેલીવાર તેના બીજા પુત્ર સાથે રૂબરૂ કરાવ્યા છે. વુમન્સ ડે પર બેબોએ તસવીર દ્વારા ચાહકોને બાળક સાથે મળાવ્યા છે.

આ સાથે આ ખાસ તસવીર પોસ્ટ કરતી વખતે કરીનાએ એક વિશેષ કેપ્શન પણ આપ્યું છે. તેમનું આ કેપ્શન બધાનું દિલ જીતી રહ્યું છે. અભિનેત્રી કરીના કપૂર ખાને પોતાના પુત્ર સાથે એક ક્યૂટ સેલ્ફી શેર કરતી વખતે લખ્યું છે કે, અહીં એવું કંઈ નથી જે એક સ્ત્રી કરી શકતી નથી. હેપ્પી વુમન્સ ડે, મારા પ્રિય સાથીઓ. ” આ સાથે કરીના કપૂરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

કરીના કપૂર દ્વારા આ તસવીર શેર કરતાની સાથે જ તે મિનિટોમાં વાયરલ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે આ તસવીરમાં કરીનાએ તેના બાળકનો ચહેરો બતાવ્યો નથી. પરંતુ તેમના ચાહકો તેમની આ તસવીર ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ યુઝર્સ કમેંટ બોક્સમાં પણ કરીના અને બાળક પર પ્રેમ લૂટાવી રહ્યા છે. બાળકની આ તસવીર પર બધા સેલેબ્સ કમેંટ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કરીના કપૂર ખાનની નનંદ સબા ખાને બાળક માટે એક ખાસ મેસેજ લખ્યો છે.

સૈફ અલી ખાનની બહેને આ તસવીર પર કમેંટ કરતાં લખ્યું છે કે, “તમે ખૂબ જ સુંદર સ્ત્રી છો… લવ યુ”. આ સાથે જ બંનેના ચાહકો આ નવા બાળકના નામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમાચાર મુજબ દેશમાં ફેલાયેલા કોરોના રોગચાળાને કારણે સૈફ-કરીના બાળકની સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. આ પછી પરિસ્થિતિ જ્યારે સામાન્ય થશે ત્યારે તેઓ પોતાના બીજા બાળક સાથે બધાને જરૂર મળાવશે.

જો આ સમયે અભિનેત્રીના પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો કરીના એક પુસ્તક કરીના કાપૂર ખાન પ્રેગ્નેંસી બાઈબલ પર કામ કરી રહી છે. સાથે જ કરીના આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં પણ કામ કરી રહી છે. જણાવી દઈએ કે કરીનાને પહેલા પણ એક બેબી બોય થયો હતો. જેનું નામ તૈમૂર છે. તૈમૂર તેની શરારતને કારણે મીડિયામાં રહે છે. તેની પોતાની પણ ફેન ફોલોવિંગ છે.

Leave a Reply

Your email address will not be published.