રમતના મેદાનમાં કરીનાના લાડલા એ પાડ્યો ખૂબ પરસેવો, તૈમુર અલી ખાનનો પ્લેયર લુક જીતી રહ્યો છે ચાહકોના દિલ, જુવો તૈમુરની આ સુંદર તસવીરો

બોલિવુડ

કરીના કપૂર અને સૈફ અલી ખાનની જોડી બોલિવૂડની પાવરફુલ જોડીમાંથી એક છે અને આ બંને પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનની જેમ, તેમના બંને પુત્રો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન પણ ખૂબ જ પ્રખ્યાત છે અને આ બંનેને કેમેરામાં કેદ કરવા માટે પૈપરાઝી ખૂબ જ ઉત્સુક રહે છે.

સાથે જ વાત કરિના કપૂર અને સૈફ અલી ખાનના મોટા પુત્ર તૈમૂર અલી ખાનની કરીએ તો તૈમુર અલી ખાન તેના જન્મથી જ લાઈમલાઈટમાં છે અને સાથે જ સોશિયલ મીડિયા પર પણ તૈમૂર અલી ખાન ખૂબ જ લોકપ્રિય થઈ ચુક્યો છે અને તેની એક ઝલક મેળવવા માટે તેના ચાહકો આતુર રહે છે. તૈમુર અલી ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંથી એક છે જેણે પોતાની ક્યૂટનેસથી દરેકના દિલ જીતી લીધા છે.

આ દરમિયાન, સોશિયલ મીડિયા પર કરીનાના લાડલા તૈમૂર અલી ખાનની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે અને આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તૈમૂર અલી ખાન ખેલાડીઓ સાથે રમતના મેદાનમાં પરસેવો પાડતા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તૈમૂરની તસવીરો સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે અને હવે આ તસવીરો પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને તૈમૂરની ક્યૂટનેસની દરેક પ્રસંશા કરી રહ્યા છે.

ખરેખર, મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પર તૈમૂર અલી ખાનની કેટલીક તસવીરો સામે આવી છે અને આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તૈમૂર અલી ખાન રમતના મેદાનમાં તેના મિત્રો સાથે રમતા જોવા મળી રહ્યો છે. સામે આવેલી તસવીરોમાં તૈમુર અલી ખાન રમતના મેદાનમાં ખૂબ પરસેવો પાડતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, તૈમૂર અલી ખાન સ્પોર્ટ્સ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે અને તેના ક્યૂટ એક્સપ્રેશન્સ ખરેખર દરેકનું દિલ જીતી રહ્યાં છે. આ તસવીરોમાં તૈમૂર અલી ખાન દોડતો અને ફૂટબોલ રમતા જોવા મળી રહ્યો છે.

તૈમુર અલી ખાનની આ તસવીરો જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેને ફૂટબોલ રમવું કેટલું પસંદ છે અને તે પોતાની રમત પ્રત્યે કેટલો ગંભીર રહે છે. મંગળવારે સાંજે તૈમૂર અલી ખાને રમતના મેદાનમાં જબરદસ્ત રમતની પ્રેક્ટિસ કરી અને આટલું જ નહીં જ્યારે રમતા રમતા તૈમૂર અલી ખાન થાકી ગયો ત્યારે તે મેદાનમાં સૂઈને આરામ કરતા જોવા મળ્યો.

આ દરમિયાન તૈમુર અલી ખાન સાથે તેના સાથી ખેલાડીઓ પણ જોવા મળ્યા અને સોશિયલ મીડિયા પર હવે તૈમૂર અલી ખાનની રમતના મેદાનમાંથી સામે આવેલી તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઈ રહી છે. તૈમુર અલી ખાનની આ તસવીરોને જોઈને એ કહેવું ખોટું નહીં હોય કે તે રમતમાં પોતાની આગળની સ્ટ્રેટેજી બનાવતા જોવા મળી રહ્યો છે અને આ દરમિયાન તૈમૂર અલી ખાનની ખૂબ જ ક્યૂટ સ્ટાઈલ જોવા મળી.

તૈમુર અલી ખાન પોતાના માતા-પિતા કરીના અને સૈફની જેમ ખૂબ જ લોકપ્રિય છે અને સાથે જ તેની લોકપ્રિયતા કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. તૈમુર અલી ખાન અવારનવાર તેના માતા-પિતા સાથે જાહેર સ્થળો પર જોવા મળે છે અને આ દરમિયાન ઘણી વખત તૈમૂર અલી ખાનનો ખૂબ જ ચંચળ સ્વભાવ જોવા મળે છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂરના મોટા પુત્ર તૈમુર અલી ખાનનો જન્મ વર્ષ 2016માં થયો હતો.હવે તૈમૂર અલી ખાન 6 વર્ષનો થઈ ચુક્યો છે, જો કે આટલી નાની ઉંમરમાં તૈમૂર અલી ખાને અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.