સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર ફરીથી ચર્ચામાં છે. આ વખતે નાના નવાબ પોતાની ઘોડેસવારીને લઈને ચર્ચામાં છે. પોતાના દાદા નવાબ પટૌડી અને પિતા સૈફની જેમ તૈમુરને પણ ઘોડેસવારીનો શોખ બાળપણમાં દેખાઈ ગયો છે. પોતાના પરિવારના પગલે ચાલીને તૈમૂર પણ ઘોડા પર સવારી કરતા જોવા મળી રહ્યો છે.
કપૂર પરિવાર અને પટૌડી પરિવારના લાડલા તૈમુરના શોખ બાળપણથી જ શાહી રહ્યા છે અને તેનો એક નજારો ફરી એક વખત આપણને જોવા મળ્યો ફઈ સબા પટૌડીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં. તાજેતરમાં ફઈ સબા પટૌડીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તૈમૂરની ઘોડેસવારી કરતા એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તૈમુર અલી ખાનની ધાક જોવા લાયક છે.
નાના નવાબ પોતાના નાના હાથ વડે ઘોડાને પુચકારતા જોવા મળી રહ્યા છે. તસવીરને ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર શેર કરતા સબાએ કેપ્શનમાં લખ્યું- મારા ચેમ્પિયન, હું ક્યારેય પણ ઘોડા પર આટલી કોન્ફિડેંટલી બેસી શકતી નથી. માશા અલ્લાહ તમે ખૂબ જ ટેલેંટેડ છો. આ તસવીર મેં મારા કેમેરામાં કેપ્ચર કરી છે.
જ્યારથી સબા પટૌડીએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે ત્યારથી ચાહકો આ તસવીર પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે અને સતત આ તસવીર શેર કરી રહ્યા છે. આ તસવીર પર કમેન્ટ કરતાં કોઈએ લખ્યું- માશાઅલ્લાહ, તો કોઈ લખે છે- વાહ.. છોટે નવાબ તુસી છા ગયે.
સૈફે પોતાના લાડલાને પોતાના શાહી શોખ બાળપણમાં જ શીખવી દીધા છે. જ્યાં નાના-નાના બાળકો ઘોડાને જોઈને રડવા લાગે છે, તો તૈમૂર અલી ખાન ઘોડા પર કોંફિડંસ સાથે ઘોડેસવારી કરતા જોવા મળે છે. બાળપણથી જ લાઈમલાઈટનો ભાગ રહેલો તૈમૂરને શાહી જીવનની આદત થઈ ગઈ છે. જ્યારે પણ તે મીડિયાના કેમેરામાં કેદ થાય છે, ત્યારે તે તરત જ વાયરલ થઈ જાય છે.