તબ્બૂ થી વધારે સુંદર છે તેની મોટી બહેન ફરાહ, જુવો તેની સુંદર તસવીરો

Uncategorized

હિન્દી સિનેમામાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ પોતાના કામથી થોડા સમય સુધી જ દર્શકોને આકર્ષી શકે છે અને પછી તેમને ભૂલી જવામાં આવે છે. તેનું એક કારણ તેમનું સતત ફિલ્મી દુનિયામાં એક્ટિવ ન રહેવું પણ છે. જો કે આ ઉપરાંત કેટલાક સ્ટાર્સ એક ફિલ્મમાં કામ કરીને ખાસ ઓળખ બનાવી લે છે પરંતુ છતાં પણ તેમના ભાગમાં કંઈ આવતું નથી. આવું જ એક નામ ફરાહ નાઝનું છે.

એક તરફ જ્યાં તબ્બુનું નામ હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં શામેલ છે. તેણે ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે અને તે આજે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. અત્યારે પણ તેની અવારનવાર ચર્ચા થતી રહે છે. તો બીજી તરફ તેની મોટી બહેન અને અભિનેત્રી ફરાહ નાઝ એક ગુમનામીનું જીવન જીવી રહી છે.

ફરાહ નાઝે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જોકે તે પોતાની નાની બહેન તબ્બુની જેમ સફળતા ન મેળવી શકી. પરંતુ તે પોતાના જમાનાની સુંદર અભિનેત્રી રહી છે. હિન્દી સિનેમામાં થોડા વર્ષો સુધી કામ કર્યા પછી તેણે ફિલ્મી દુનિયાથી અંતર બનાવી લીધું હતું.

ફરાહે 80 અને 90ના દાયકામાં હિન્દી સિનેમામાં કામ કર્યું હતું. 80ના દાયકામાં તે ખૂબ ચર્ચામાં રહી હતી અને પછી તેની કારકિર્દી ઢળવા લાગી હતી. તે પોતાની સુંદરતા અને એક્ટિંગની સાથે જ પોતાના ગુસ્સાવાળા વલણને કારણે પણ ચર્ચામાં રહી હતી. એકવાર તેણે પ્રખ્યાત અભિનેતા ચંકી પાંડેની ગુસ્સામાં પિટાઈ કરી હતી.

વાત છે 1989ની. ફિલ્મ ‘કસમ વર્દી કી’ના સેટ પર અભિનેત્રીએ ચંકી પાંડેને માર માર્યો હતો. ખરેખર ચંકી પાંડે હંમેશા કહેતા હતા ‘આઈ એમ ધ મેન’ અને આ વાતથી ચિડાઈને એક દિવસ ફરાહે ચંકીની પિટાઈ કરી હતી. તેનું કહેવું હતું કે ચંકી ‘આઈ એમ ધ મેન’ કહીને અશ્લીલ ઈશારા પણ કરતા હતા અને આવી સ્થિતિમાં મેં ચંકીને વુમન પાવરનો અહેસાસ કરાવ્યો હતો.

ફરાહ અને ચંકી વચ્ચેનો આ વિવાદ ફિલ્મ કોરિડોરમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. વિવાદ અહીં સમાપ્ત થયો ન હતો. તેના થોડા સમય પછી જ્યારે ફરાહે એક ઈન્ટરવ્યુમાં ભાગ લીધો હતો ત્યારે તેને એક મેગેઝીન એ ચંકી પાંડે સાથે જોડાયેલો સવાલ કર્યો હતો, જેના પર ભડકતા અભિનેત્રી એ ચંકીને મારવાની ધમકી પણ આપી હતી. તેનાથી બાબત વધુ બગડી ગઈ હતી.

પાર્ટીમાં પ્રોડ્યૂસરને પણ મારી હતી થપ્પડ: ચંકી ઉપરાંત ફરાહે એક પ્રોડ્યુસરને પણ થપ્પડ મારી હતી. ફરાહ જેપી દત્તાની પાર્ટીમાં શામેલ થઈ હતી અને તેમાં ફિલ્મમેકર ફારૂખ નડિયાદવાલા પણ શામેલ થયા હતા. ફારૂખ એ પાર્ટીમાં ફરાહને બીયર ઓફર કરી હતી. આ વાતથી અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે પાર્ટીમાં જ ફારૂખને થપ્પડ મારી દીધી હતી.

વર્ષ 1985માં ફિલ્મ ‘ફાસલે’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર ફરાહે બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન અભિનેતા વિંદુ દારા સિંહ સાથે વર્ષ 1996માં થયા હતા અને વર્ષ 2002માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી ફરાહે વર્ષ 2003માં બીજા લગ્ન સુમિત સહગલ સાથે કર્યા હતા.