સ્વિની ખારાએ 2007માં આવેલી અમિતાભ બચ્ચન અને તબુની ફિલ્મ ‘ચીની કમ’ માં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી સ્વિની ખારાને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ત્યાર પછી 2016માં આ અભિનેત્રી ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં જોવા મળી હતી.
સ્વિની ખારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સ્વિની કોઈ પરીથી ઓછી લાગી રહી નથી.
સ્વિની ખારાએ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ઉર્વિશ દેસાઈ સાથે સગાઈ કરી છે. આ તસવીરોમાં આ કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ અભિનેત્રીની સગાઈનું ફંક્શન ખૂબ જ ભવ્ય હતું. સ્વિની ખારા ડાર્ક પિંક કલરનું ગાઉન પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ અભિનેત્રીના મંગેતર એ તેને ઘૂંટણ પર બેસીને એકદમ ફિલ્મી સ્ટાઈલમાં વીંટી પહેરાવી.
સ્વિનીનો મંગેતર ઉર્વિશ બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો હતો. તે ઈંડિયન આઉટફિટમાં ખૂબ જ હેંડસમ લાગી રહ્યો છે. આ બંને એકબીજાની આંખોમાં આંખ નાખીને રોમાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.
સ્વિની અને ઉર્વિશ તેમની સગાઈમાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ કપલે એકબીજાનો હાથ પકડીને રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો.
આ તસવીરો શેર કરતાં આ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે,”હું તો કાગળની વીંટી બનાવીને પણ તમારી સાથે લગ્ન કરી શકું છું.” ઘણા સેલેબ્સે આ તસવીર પર કમેન્ટ કરીને આ કપલને અભિનંદન પાઠવ્યા છે.
‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગોરે પણ સ્વિની ખારાને અભિનંદન આપતાં આ અભિનેત્રીની તસવીર પર પ્રેમ લુટાવ્યો છે. થોડા જ સમયમાં આ તસવીર પર ઘણા બધા વ્યુ અને લાઈક્સ આવી ચુકી છે.