શક્કરિયા કેવી રીતે ખાવા જોઈએ, બાફીને કે પછી શેકીને? જાણો કઈ રીત તમારા માટે શ્રેષ્ઠ છે

હેલ્થ

શિયાળાની ઋતુમાં બીમારીઓ ઝડપથી પોતાનું સ્થાન બનાવી લે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાતો આ સિઝનમાં વધુમાં વધુ શાકભાજી અને ફળો ખાવાની સલાહ આપે છે. શિયાળાની ઋતુમાં શક્કરીયા આવવા લાગે છે. તેને ખાવાથી ઘણા લાભ મળે છે. મોટાભાગના લોકોને શક્કરિયા પસંદ હોય છે. પરંતુ લોકોની તેને ખાવાની રીત અલગ અલગ હોય છે. કેટલાક તેને બાફીને ખાવાનું પસંદ કરે છે. કેટલાક શેકીને ખાય છે. તો સાથે જ કેટલાક કાચું ખાય છે.

હવે સવાલ એ થાય છે કે શક્કરિયા ખાવાની કઈ રીતે સૌથી સારી છે? આ જાણતા પહેલા, ચાલો શક્કરિયામાં રહેલા પોષક તત્વો પર એક નજર કરીએ. શક્કરીયામાં વિટામિન એ, વિટામિન બી, ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન વગેરેનો ભંડાર હોય છે. તેના સેવનથી કબજિયાત, શ્વાસ સંબંધિત બીમારી, સંધિવા અને પેટના અલ્સર સહિત ઘણી બીમારીઓનું નિરાકરણ થાય છે.

બાફીને કે પછી શેકીને? કેવી રીતે ખાવા શક્કરિયા: જોકે કાચા શક્કરિયા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ તે સ્વાદમાં સારા નથી હોતા. તેથી આપણે તેને બાફીએ છીએ અથવા શેકીએ છીએ. તેની સાથે થોડું ઘી પણ નાખીએ છીએ. તેનાથી તેનો સ્વાદ વધી જાય છે અને આપણે તેનું વધુ માત્રામાં સેવન કરીએ છીએ. હવે તમે તેને બાફો કે શેકો, બંને ખૂબ સમય લાગે છે. આ બંને તમારા સ્વાસ્થ્ય માટે ઘણી હદ સુધી ફાયદાકારક છે. પરંતુ તેમાંથી એક રીત સૌથી શ્રેષ્ઠ છે.

શેકેલા શક્કરિયા અને બાફેલા શક્કરિયા માંથી કોઈ એકને પસંદ કરવા એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે તેને કઈ રીતે ખાઈ રહ્યા છો. તમે તેમાંથી કયો લાભ સૌથી વધુ લેવા ઈચ્છો છો. ઉદાહરણ તરીકે, જો તમે તમારા બ્લડ અને શુગર લેવલને જાળવી રાખવા માટે શક્કરિયાનું સેવન કરો છો, તો તેને બાફીને ખાવા જોઈએ. શેકવાની સરખામણીમાં બાફવામાં તેની ગ્લાઈસેમિક ઈંડેક્સ વધુ હોય છે. GI ઇન્ડેક્સ એ અમુક ખાદ્ય ચીજો માટે માપનનું એકમ છે. શક્કરીયાનો જીઆઈ 44 થી 94 સુધીનો છે.

જો તમે વિટામિન ડી માટે શક્કરિયાનું સેવન કરી રહ્યા છો તો પણ તેને ઉકાળીને ખાવું જોઈએ. બાફેલા શક્કરિયામાં શેકેલા શક્કરિયા કરતાં વધુ વિટામિન ડી હોય છે. બીજી તરફ, જે લોકો કેલ્શિયમ માટે શક્કરિયા ખાય છે, તે લોકોએ તેને શેકીને ખાવા જોઈએ. કારણ કે જ્યારે તેને બાફવામાં આવે છે ત્યારે કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે. આ ઉપરાંત વિટામિન Aની વાત કરીએ તો તે બાફેલા શક્કરિયામાં વધુ હોય છે. તેવી જ રીતે, અન્ય તમામ પોષક તત્વો પણ બાફેલા શક્કરિયામાં શ્રેષ્ઠ હોય છે.

તેથી જ આરોગ્ય નિષ્ણાતો મોટાભાગના લોકોને બાફેલા શક્કરિયા ખાવાની સલાહ આપે છે. બીજી એક વાત, તેને બાફતી વખતે તેની છાલ ન કાઢો. નહિ તો તેના મોટાભાગના પોષક તત્વો નાશ પામે છે.