યુપીના આ ગામમાંથી આવે છે અંબાણી પરિવાર માટે મીઠાઈ, હેલિકોપ્ટરથી થાય છે ડિલિવરી

વિશેષ

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની લક્ઝરી લાઈફ માટે જાણીતા છે. કરોડોની સંપત્તિના માલિક મુકેશ અંબાણી પોતાના સહજ સ્વભાવ માટે પણ પ્રખ્યાત છે. તે પોતાની સાદગીથી દરેકનું દિલ જીતી લે છે. આ ઉપરાંત મુકેશ અંબાણી પરંપરાગત અને રીતરિવાજો સાથે રહેવું પસંદ કરે છે અને તેમની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવે છે.

જો વાત કરીએ મુકેશ અંબાણીની ખાણી-પીણી વિશે તો તે ખૂબ જ સાદું ભોજન પસંદ કરે છે. આ દરમિયાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મુકેશ અંબાણીના પરિવાર વિશે, જે ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામની મીઠાઈ ખાવાનું પસંદ કરે છે. આટલું જ નહીં પરંતુ સ્પેશિયલ ઓર્ડર પર હેલિકોપ્ટર દ્વારા અંબાણીના ઘરે આ મીઠાઈને પહોંચાડવામાં આવે છે.

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના નાના ગામ તિલહરમાં આ મીઠાઈ તૈયાર કરવામાં આવે છે. આ મીઠાઈનું નામ લોચા છે. કહેવાય છે કે આ મીઠાઈ દૂધને ઉકાળીને તૈયાર કરવામાં આવે છે, જેને અંબાણી પરિવાર હેલિકોપ્ટર દ્વારા મંગાવે છે. રિપોર્ટનું મનીએ તો એકવાર ટીના અંબાણીએ આ મીઠાઈને ચાખી હતી, ત્યાર પછી અંબાણી પરિવાર દર વર્ષે આ ગામમાં મીઠાઈનો ઓર્ડર આપે છે. આટલું જ નહીં પરંતુ લોકડાઉન દરમિયાન પણ અંબાણી પરિવારે આ મીઠાઈ મંગાવી હતી.

ખરેખર ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના એક ગામ પાસે અનિલ અંબાણીનો થર્મલ પાવર પ્લાન્ટ છે. જ્યાં અંબાણી પરિવાર ઘણી વખત મુલાકાત લે છે. આ દરમિયાન એક મીટિંગ દરમિયાન લોચા મીઠાઈનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જેનો સ્વાદ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીએ ચાખ્યો હતો. આ દરમિયાન તે આ મીઠાઈની ખૂબ મોટી ફેન બની ગઈ હતી. ત્યાર પછી અંબાણી પરિવાર દર વર્ષે અહીં મીઠાઈનો ઓર્ડર આપે છે અને આ પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી રહી છે.

મીઠાઈને તૈયાર કરનાર માલિક સત્યપ્રકાશનું કહેવું છે કે, “મીઠાઈ માટે જરૂરી ડ્રાયફ્રૂટ્સ અંબાણી પરિવાર મોકલતો હતો. પછી અમારા કારીગર તેને તૈયાર કરીને તેમને મોકલતા. તેમના ઘરે યોજાતા કેટલાક કાર્યક્રમોમાં પણ અમે 400 થી 500 કિલો લૌચા મીઠાઈ મોકલી છે. સાથે જ જ્યારે પણ તેમના પરિવારનો કોઈ સભ્ય પૉવર પ્લાંટ આવે છે તો ત્યારે પણ ખાસ મીઠાઈ મંગાવવામં આવે છે.”

સાથે જ સત્યપ્રકાશના પુત્ર જણાવે છે કે, “આ મીઠાઈ તિલહરની ઓળખ બની ચુકી છે. મારા પિતા વર્ષ 1960માં તેને કોન્ટ્રાક્ટ પર વેચતા હતા. હવે અમે યુપીના ઘણા મોટા શહેરોમાં તેને મોકલીએ છીએ. ઘણા નેતાઓ, અધિકારીઓ તેને પસંદ કરે છે. લોચાને તૈયાર કરવા માટે ભેંસના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધમાં ખાંડ સહિત જરૂરી ચીજો ઉમેરીને તૈયાર કરવામાં આવે છે.

જણાવી દઈએ કે મુકેશ અંબાણી પોતાના દિવસની શરૂઆત પપૈયાના જ્યૂસથી કરે છે. આ ઉપરાંત તેમને લંચમાં સૂપ અને સલાડ ખાવાનું પસંદ છે. સાથે જ દિવસની વાત કરીએ તો તે સાદી દાળ, ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે ગુજરાતી ફૂડ પણ ખાવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણીના ફેવરિટ ફૂડમાં સાઉથ ઈંડિયન ફૂડ પણ છે. કહેવાય છે કે મુકેશ અંબાણી મુંબઈના કૈપે મૈસૂરના ઈડલી સાંભર ખૂબ જ શોખથી ખાય છે. આ ઉપરાંત તેમને સ્ટ્રીટ ફૂડ પણ પસંદ છે. રિપોર્ટનું માનીએ તો મુકેશ અંબાણીના ઘરના રસોડામાં કામ કરતા કુકને દર મહિને લગભગ 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.