રિતિક રોશન સાથે છૂટાછેડા લીધા પછી આ વૈભવી ઘરમાં રહે છે સુઝૈન, જુઓ અંદરની તસવીરો

બોલિવુડ

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના મહામારીનો વેગ ઓછો થઈ રહ્યો નથી, ખાસ કરીને ભારતમાં, આ દિવસોમાં કેસ વધી રહ્યા છે. દરરોજ હજારો લાખો લોકો કોરોના વાયરસનો શિકાર બની રહ્યા છે, પરંતુ લોકોની અગવડતાને કારણે સરકારે દેશભરમાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આથી, સામાન્ય લોકોની જેમ બોલીવુડ સ્લેબ્સ પણ પોતાના કામમાં પરત ફરી રહ્યા છે. જણાવી દઈએ કે આ સમય દરમિયાન સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ નજર આવી રહ્યા છે.આ એપિસોડમાં બોલીવુડ અભિનેતા રિતિક રોશનની પૂર્વ પત્ની  સુઝૈન ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

જણાવી કે સુઝૈન અને રિતિક 6 વર્ષ પહેલા એક બીજાથી અલગ થયા હતા, ત્યારથી લઈને આજ સુધી સુઝૈન 6 વર્ષથી તેના બંને પુત્રો સાથે એકલી રહે છે, પરંતુ સુઝૈનનું ઘર જોઈને તમને આશ્ચર્ય થશે. હકીકતમાં, સુઝૈન તેના બે પુત્રો સાથે એક વૈભવી એપાર્ટમેન્ટમાં રહે છે. આટલું જ નહીં સુઝૈન ખાનનો એક વૈભવી એપાર્ટમેન્ટ પુણેમાં પણ છે.

જુવો સુઝૈનના વૈભવી બંગલાની તસવીરો:સુઝૈન ખાન ફિલ્મ નિર્માતા સંજય ખાનની પુત્રી છે અને 17 વર્ષ સુધી રોશન પરિવારની પુત્રવધૂ પણ હતી, છતાં પણ તેણે ક્યારેય એક્ટિંગમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું નથી. જણાવી દઈએ કે સુઝૈન એક પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર છે. જોકે સુઝૈન બીજાના ઘરને સજાવે છે, પરંતુ તેનું પોતાનું મુંબઇ વાળું ઘર પણ કોઈ વૈભવી ઘરથી ઓછું નથી.તેણે આ ઘરને જાતે ડિઝાઇન કર્યું છે. અલગ અલગ રંગના સોફા અને ખુલ્લી ફ્રેં વિંડોથી આખું ઘર સજ્જ છે. ખાસ વાત એ છે કે તેનું ઘર 21 મા માળ પર છે, જેમાં 6 વૈભવી રૂમ છે.

ઘરની બાલ્કની વિશે વાત કરીએ તો તેને સજાવવા માટે સુઝૈને ગ્રીનરીનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં, તેણે પોતાના ઘરમાં જૂની અને નવી વસ્તુઓનું જબરદસ્ત મિક્સચર કર્યું છે, જે તેના ઘરને અન્ય ઘરથી અલગ રાખે છે. આટલું જ નહીં સુઝૈને તેના ઘરને ખાસ બનાવવા માટે વિદેશથી કેટલીક ચીજો મંગાવી છે અને ઘરની દિવાલ પર ઋહાન અને ઋદાન દ્વારા બનાવેલા પેઇન્ટિંગ્સ અને સ્કેચ લગાવ્યા છે.

જાણો કોનાથી ઇન્સ્પાયર થઈને સુઝૈન બની ઇન્ટિરિયર ડિઝાઇનર:જો કે, સુઝૈને તેના એક ઇંટરવ્યૂમાં તેની કારકીર્દિ વિશે કહ્યું હતું કે મને 5 વર્ષની ઉંમરથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો ખૂબ શોખ હતો, કારણ કે મારી માતા એક જાણીતી ઇન્ટિરિયર ડિઝાઇનર હતી. હું ઘણી વાર તેમની સાથે સાઇટ પર જતી હતી અને મને મારી માતા દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇન ખૂબ પસંદ આવતી. સુઝૈને કહ્યું હતું કે મને તે રંગોની દુનિયા ખૂબ પસંદ છે. હું હંમેશાથી તે રંગોની દુનિયાનો ભાગ બનવા ઇચ્છતિ હતી. એક્ટિંગ પર કારકિર્દી બનાવવાના જવાબ પર સુઝૈન કહે છે કે એક્ટિંગ પણ ખૂબ મુશ્કેલ કાર્ય છે, પરંતુ એક્ટિંગની દુનિયાએ મને ક્યારેય આકર્ષિત કરી નથી.

જાણો છૂટાછેડા પછી પણ સુઝૈન-રિતિક શા માટે રહે છે સાથે?:જોકે સુઝૈન ખાન તેના વ્યવસાયમાં ઘણી સફળ છે, પરંતુ તેની પર્સનલ લાઇફમાં ઘણા હંગામા થયા છે. પહેલા રિતિક રોશન સાથે છૂટાછેડા થઈ ગયા અને પછી એક સિંગલ માતા બનીને બંને દીકરાઓને ઉછેર્યા. જોકે, સુઝૈન અને રિતિક છૂટાછેડા પછી પણ એક બીજાના ખૂબ સારા મિત્રો છે. છૂટાછેડા પછી પણ બંને અનેક પ્રસંગોમાં સાથે જોવા મળ્યા છે. જણાવી દઈએ કે બંનેએ  17 વર્ષ સુધી એકબીજા સાથે લગ્ન જીવન વિતાવ્યું હતું પરંતુ 2014 માં બંનેના છૂટાછેડા થયા હતા. અને બંને અલગ થઈ ગયા, પરંતુ બંનેને તેમના પુત્રો રિહાન અને ઋદાનની ચિંતા હતી, તેથી બંનેએ નક્કી કર્યું કે તેમના છૂટાછેડાથી બાળકોને અસર ન થવી જોઈએ. આથી છૂટાછેડા પછી પણ બંને બાળકોની ખાતર સાથે જોવા મળે છે અને ઘણી વાર પાર્ટી પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.